• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગાંધીનગનાર મેયરે સ્વચ્છતા અને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા જનસંપર્ક કર્યો

|

ગાંધીનગર મહાનગર પાલિકાના શહેરી વિસ્તાર સેકટર 3 ખાતે એસ.એસ.વી કેમ્પસમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા સ્વચ્છ ભારત મીશન (અર્બન) અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, ગાંધીનગર મેયર દ્વારા શહેરીજનોના જનસંપર્ક દ્વારા પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે સમજ કેળવી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

સ્વચ્છતાના માપદંડો વિશે આપી સહજ માહિતી

સ્વચ્છતાના માપદંડો વિશે આપી સહજ માહિતી

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (અર્બન) ના વિવિધ માપદંડો જેવા કે, લીલી અને વાદળી કચરાપેટીમાં ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, સખત કચરાનો નિકાલ અને રિસાઈકલિંગ, પોતાના ઘરમાં સ્વપ્રયત્નો અને સ્વસહાય જુથો દ્વારા ખાતરનું ઉત્પાદન કરી તેનો ઉપયોગ, પ્લાસ્ટીક નો ઓછો વપરાશ, જ્યાં ત્યાં ગંદકી કરવાની ટેવો માં બદલાવ લાવવા ના સૂચનો અને મુખ્યત્વે 3 આર રેડ્યુસ, રિ-યુઝ અને રિસાઈકલિંગનું મહત્વ સમજાવવા આ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસંપર્ક કાર્યક્રમ રેલી, સમુહચર્ચા, જનજાગૃતિ નાટક, ફિલ્મ શો વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિસાઇકલિંગ વસ્તુઓ વાપરવા કર્યો આગ્રહ

રિસાઇકલિંગ વસ્તુઓ વાપરવા કર્યો આગ્રહ

મહાનગર પાલિકા ગાંધીનગરના સહયોગથી અને ફીલ્ડ આઉટરિચ બ્યુરો, પાલનપુર દ્વારા પ્લાસ્ટીકના ઓછા વપરાશને બંધ કરી રિસાઇકલિંગ વસ્તુઓ વાપરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જેના માટે કપડાની થેલીના વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અથાગ પ્રયત્નો તેમજ ગાંધી બાપુના સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના સંદેશથી નાગરિકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને આપણી આવનાર પેઢીના આરોગ્યને રોગમુક્ત બનાવવા અને સ્વચ્છ સુંદર પ્રગતિશીલ અને સાચા અર્થમાં સ્વચ્છાગ્રહી રાષ્ટ્રનું નિર્માણ કરવા મેયર પ્રવિણ પટેલે અપીલ કરી હતી.

સુત્રોચ્ચાર કરી અપાયો સ્વચ્છતાનો સંદેશ

સુત્રોચ્ચાર કરી અપાયો સ્વચ્છતાનો સંદેશ

કાર્યક્રમમાં વિવિધ લોકમુખી સુત્રો દ્વારા શહેરીજનોનું ધ્યાનકેન્દ્રિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં નવા સૂત્રો નગરજનો નમસ્તે, કચરો ન ફેંકો રસ્તે દ્વારા કાર્યકામમાં ઉપસ્થિત જનતા ને સ્વચ્છતા શપથ અપાવ્યા હતા. સફાઈ વિદ્યાલય અમદાવાદ સાથે જોડાયેલ અરવિંદ પટેલ દ્વારા સ્વચ્છતાના પ્રદર્શન સાથે સારા આરોગ્ય માટે આદતોમાં પરિવર્તન કેળવવાની તેમજ ગાંધીજીના વિચારો અપનાવી ઉપસ્થિત લોકો ને સ્વચ્છતા સંકલ્પ અપાવ્યો હતો.

ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા અપીલ

ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા અપીલ

કાર્યક્રમમાં મેયર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાનને ફક્ત સરકારી અભિયાન ન સમજતા ભારત દેશ ના દરેક નાગરીક ના જીવન સાથે વણાયેલ અભિયાન ગણાવતા પૂજ્ય બાપુની 150 મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે સહિયારા પ્રયાસથી આ ગંદકી નામના રાક્ષસ ને હરાવી સ્વચ્છ રાષ્ટ્રનું નિર્માણ કરવા ભાગીદાર બનવાનું છે. દેશ ના એક એક ગામ, નાના મોટા શહેર, ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં આ અભિયાનને પહોંચાડીને સ્વચ્છતા સંદેશ ને ઘર ઘર સુધી પહોંચાડવામાં દેશનો દરેક નાગરિક જોડાય તેવી અપીલ કરી હતી.

સફાઇ કામદારોનું કરાયું સન્માન

સફાઇ કામદારોનું કરાયું સન્માન

કાર્યક્રમમાં ગીત અને નાટય વિભાગના રૂતંભ થિયેટર્શ ગ્રુપ અમદાવાદ ના કલાકારો દ્વારા વિષય અનુરૂપ માનોરંજક તેમજ માહિતીસભર નાટીકા પ્રસ્તુત કરવામા આવી. સ્વચ્છતાના અગ્રિમ પ્રચાર ના ભાગરૂપે ગાંધીનગર સરકારી શાળા સેકટર 3 માં અને અન્ય સંસ્થાઓ માં પ્રશ્નમંચ મંચ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, વકતુત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સમુહ ચર્ચા, ફિલ્મ શો, ચિત્ર પ્રદર્શની વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા સ્પર્ધકોને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં સફાઈ કામદારોના સ્વચ્છ ભારત અભિયાનમાં મહત્વપુર્ણ ભૂમિકા બદલ ખાસ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદીનું અમદાવાદમાં આગમન

More ગાંધીનગર મહાનગરપાલિકા NewsView All

English summary
mayor of gandhinagar pravin patel make jan sampark for clean city program with field outrich bureau palanpur.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more