For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોના મહામારીમાં મેડિકલ બિલ થયા બમણા

ગુજરાતમાં ગયા વર્ષે રિટેલ મેડિકલ બિલોમાં બમણો વધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારીના સમયમાં જ્યાં સુધી કોરોના વેક્સીન બને નહિ ત્યાં સુધી કોરોનાથી બચવા માટે ઈમ્યુનિટી વધારવી એ જ એક માત્ર ઉપાય છે તેવુ વારંવાર કહેવામાં આવ્યુ. જેથી દવાઓ અને અન્ય વસ્તુઓની સાથે સાથે ઈમ્યુનિટી બુસ્ટર અને ન્યૂટ્રાક્યુટીકલ્સની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો. જેના કારણે ગુજરાતમાં ગયા વર્ષે રિટેલ મેડિકલ બિલોમાં બમણો વધારો જોવા મળ્યો છે. પ્રોન્ટો કન્સલ્ટના માસિક ગ્રાહક ઈનસાઈટ્સ મુજબ મે રિટેર મેડિકલ બિલ ડિસેમ્બર, 2019ના 1000-1200થી વધીને ડિસેમ્બર, 2020માં 2000-2500 થઈ ગયા છે.

medicine

આ ટ્રેન્ડને સમજાવતા પ્રોન્ટોના કંસલ્ટ ફાઉન્ડર હરિ નટરાજને કહ્યુ, 'કોરોના મહામારી પછી મોટાભાગના લોકોએ મેડિકલ સ્ટોર્સની વિઝિટ ઘટાડવા માટે જથ્થાબંધ ખરીદી કરવાનુ શરૂ કર્યુ. વળી, આરોગ્ય અને ઈમ્યુનિટી અંગે જાગૃતિ વધવાના કારણે ઈમ્યુનિટી બુસ્ટર તેમજ ન્યૂટ્રાક્યુટીકલ્સની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો. જેના કારણે છેલ્લા છ મહિનામાં રિટેલ મેડિકલ બિલમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ કોરોના મહામારી બાદ ગ્રાહકોની ખરીદીની પદ્ધતિમાં બદલાવ જોવા મળ્યો છે જે આ રિટેલ મેડિકલ વધવા માટેનુ સૌથી મોટુ કારણ છે. આ ટ્રેન્ડ હજુ થોડા વધુ મહિના સુધી રહેશે.' MedKartના ફાઉન્ડર અંકુર અગ્રવાલે જણાવ્યુ કે દિવાળી પછી અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યુની જાહેરાત બાદ જ્યારે કોવિડ-19 સંક્રમણનો બીજો તબક્કો અમદાવાદમાં આવ્યો ત્યારે ગ્રાહકોએ જથ્થાબંધ ખરીદી કરી. જેનુ કારણ એ છે કે લોકો કોવિડ-19ના કેસોમાં વધારાના કારણે વારંવાર બહાર નીકળવા માટે ખચકાતા હતા.

મેડિસિન રિટેઈલર્સ પણ જો કે એવુ માને છે કે દવાઓનુ બિલ વધવાનુ એક કારણ દવાઓની કિંમતમાં થયેલો વધારો પણ છે. ગુજરાત રાજ્ય કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન ફેડરેશનના પ્રમુખ અલ્પેશ પટેલે કહ્યુ કે જનરલ મેડિસીનમાં સરેરાશ 10 ટકાનો વધારો થયો છે. બિલની કિંમતમાં વધારો અટકાવવો જોઈએ. દવા મૂલ્ય નિયંત્રણ સંગઠનોએ આની તપાસ માટે જરૂરી પગલાં લેવા જોઈએ. પ્રોન્ટો કન્સલ્ટના ફાઉન્ડર ડૉ. કરિશ્મા શાહે ખરીદીની પેટર્ન પર જણાવ્યુ કે ગુજરાતમાં આપણે ઝિંકોવિટ Zincovit(Apex Labv), વિટન્યુરીન Vitneurin CZS(Corona Remedies), લીમસી Limcee(Abbott), સેલીન Celin(Koye Pharma) સહિત અન્ય બ્રાન્ડની ખરીદીમાં વધારો જોયો છે.

'કપડાં સહિત બ્રેસ્ટ પર હાથ લગાવવો યૌન હુમલો નથી': બૉમ્બે HC'કપડાં સહિત બ્રેસ્ટ પર હાથ લગાવવો યૌન હુમલો નથી': બૉમ્બે HC

English summary
Medical bills doubles in Gujarat during Covid-19 pendemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X