Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મળો ઓર્ગેનિક ખેતી કરીને હળવદનું નામ રોશન કરનારા પ્રગતિશીલ ખેડૂતોને, બેસ્ટ ફાર્મરના એવોર્ડથી સન્માનિક કરાયા

છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોમાં જાગૃતિ આવી છે અને ખેડૂતો મોંઘીદાટ ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી અને મુલ્યવર્ધન કરતા થયા છે. આજે હળવદ ખાતે યોજાયેલા રવિ કૃષિ સમારોહમાં આવા જ ખેડૂતોને બેસ્ટ ફાર્મરના એવોર્ડથી સન્માનિત કરાયા.

હળવદ તાલુકાના આ ખેડૂતોએ તેમની કોઠાસૂઝથી અન્ય ખેડૂતોથી અલગ હટીને વિવિધ ખેતી કરી અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા. રાજ્ય સરકારે આ ખેડૂતોને સન્માનપત્ર અને 10 હજારનો ચેક આપીને સન્માનિત કર્યા.

Khedut sanman

વિજયભાઈ પરમાર

વિજયભાઈ પરમાર હળવદ તાલુકાના ઇશનપુર ગામના ખેડૂત છે અને બાગાયત ખેતી સાથે જોડાયેલા ખેડૂત છે. તેમને તેમની કોઠાસૂઝથી ઓર્ગેનિક તાઈવાન પિંક જામફળ અને ઇઝરાયેલી ખારેકની સફળ ખેતી કરીને મોટી આવક મેળવી છે. તેમની આ ઉપબલ્ધી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. વિજયભાઈનું વર્ણી ફાર્મ આજે તાલુકામાં જાણીતું બન્યુ છે.

નરભેરામભાઈ ગામી
નરભેરામભાઈ ગામી હળવદ તાલુકાના શિવપુર ગામના વતની છે. ઓછા પાણી વાળા આ વિસ્તારમાં તેમને આંબાની સફળ ખેતી કરીને મોટી આવક મેળવી છે. તે ઓર્ગેનિક ખેતી દ્વારા કેરીનું ઉત્પાદન કરીને સીધા ખેતરથી ગ્રાહકો સુધી પહોંચાડે છે. નરભેરામભાઈ તેમા પોતાના નામે માર્કેટીંગ કરીને કેરીને ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. શિવપુરમાં આવેલુ તેમનું ગામી ફાર્મ એક અલગ પ્રકારની કેરી માટે ગ્રાહકોની પસંદ બન્યુ છે.

Khedut sanman

ગણેશભાઈ દલવાડી
હળવદ તાલુકાના ઈશનપુર ગામના વતની ગણેશભાઈ દલવાડીએ પરંપરાગત ખેતીથી હટીને વિવિધ પાકનોનું મુલ્યવર્ધન શરૂ કરીને નવી પહેલી કરી છે. ગણેશભાઈ તેમના ખેતરમાં પાકતા ઓર્ગેનિક પાક હળદર, મરચુ, તુવેર અને ચણા જેવા પાકોનું મુલ્યવર્ધન કરે છે અને તેને સીધુ ગ્રાહકો સુધી પહોંચાડે છે. ગણેશભાઈ તેમના તમામ ઉત્પાદનોને એ કાના પ્રાકૃતિક ફાર્મના નામે પેકિંગ કરીને સીધા ગ્રાહકોને પહોંચાડે છે. આનાથી તેમને સારી આવક થઈ રહી છે અને ગ્રાહકોને સારી ગુણવત્તાના ઉત્પાદનો મળી રહ્યા છે.

કમલેશભાઈ પટેલ
કમલેશભાઈ ખેતીથી અલગ હટીને ઓર્ગેનિક મઘનું ઉત્પાદન કરીને મોટી આવક કરી રહ્યા છે. કમલેશભાઈ જણાવે છે કે તેમનું મધ પુરા ગુજરાતમાં ઓનલાઈન વેચાય છે. આ પહેલા પણ તેમની આ ઉપલબ્ધી માટે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ છે. કમલેશભાઈએ પોતાની વેબસાઈટ દ્વારા મધનું વેચાણ કરીને લોકોને ઘરે બેઠા સારી ક્વોલિટીનું મધ ઉપલબ્ધ કરાવ્યુ છે.

Khedut sanman

જણાવી દઈએ કે, ગુજરાત સરકાર દ્વારા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવે છે. રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ખેડૂતોનું સન્માન કરે છે. હળવદ તાલુકાના આ તમામ ખેડૂતોનું તાલુકા કક્ષાએ બેસ્ટ ફાર્મરનો એવોર્ડ આપી સન્માન કરાયુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X