For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત ભ્રમણ કરવા નીકળ્યા સવા ફૂટના સાધુ, જાણો આખો મામલો

ગુજરાતના વિશ્વના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં બુધવારે શ્રદ્ધાળુ એક સવા ફૂટના સાધુને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા

|
Google Oneindia Gujarati News

ગુજરાતના વિશ્વના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં બુધવારે શ્રદ્ધાળુ એક સવા ફૂટના સાધુને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા. 50 વર્ષીય સંતે કહ્યું કે અમે ભારત ભ્રમણ કરવા નીકળ્યા છીએ. ભક્તોના પૂછવા પર, સાધુના સાથીઓએ કહ્યું કે લોકો તેમને 'વામન સંત' કહે છે. વામન સંત 18 કિગ્રાના છે અને તે એક જ ટાઈમ ખોરાક ખાય છે. તેઓ મૂળરૂપે ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં લલિતપુર તહસીલના કરેગ ગામના રહેવાસી છે.

ભારતના પ્રવાસ પર નીકળ્યા સવા ફૂટના સાધુ

ભારતના પ્રવાસ પર નીકળ્યા સવા ફૂટના સાધુ

એવું કહેવામાં આવે છે કે વામન સંતએ અત્યાર સુધીમાં ચિત્રકૂટ, પ્રયાગરાજ, નાસિક, ગંગાસાગર, શિરડી, ઉજ્જૈન, ઈંદોર, કુંભ હરિદ્વાર, વૈષ્ણવ દેવી, શારદા માતા મંદિર મૈહર વગેરે જેવા તીર્થ સ્થળોની યાત્રા કરી લીધી છે. આ વખતે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક ભગવાન મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. તેમનો પ્રવાસ આગળ પણ ચાલુ રહેશે.

પાંચમા ધોરણ સુધી ભણ્યા છે, હાથ-પગ કામ કરી શકતા નથી

પાંચમા ધોરણ સુધી ભણ્યા છે, હાથ-પગ કામ કરી શકતા નથી

સોમનાથ મંદિર નજીક જીવરાજ બાલૂ ધર્મસાલાના સંચાલકના જણાવ્યા મુજબ, વામન સંતના નિવાસ માટે સારી ગોઠવણ કરવામાં આવી હતી. જે જે લોકો તેમને મળે છે તેઓ તેમની હિંમતને જોઈને આશ્ચર્ય પામે છે. એવું નથી કે વામન સંત અશિક્ષિત છે, તેમણે પાંચમા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે. પરંતુ, વિધાતાએ તેમને તન જ એવું આપ્યું છે કે તેમના હાથ અને પગ કામ કરી શકતા નથી. માત્ર માથું અને પેટ યોગ્ય રીતે જોઇ શકાય છે. તેની સાથે પરિવારના પંડિત દીપક પાઠક અને આરતી પાઠક રહે છે. તે બન્ને તેમને તેમના ખોળામાં લઈ તેમના બધા કાર્યો કરાવે છે.

લોકો આપે છે શુભકામનાઓ

લોકો આપે છે શુભકામનાઓ

જ્યારે વામન સંતને જોનારા લોકોને ખબર પડી કે તેઓ ચાર ધામની યાત્રામાં પર નીકળ્યા છે, ત્યારે લોકો તેમને શુભકામનાઓ આપે છે. સાથે સવા ફુટની લંબાઇ હોવાના કારણે, મોટા ભાગના લોકો આશ્ચર્યચકિત થાય છે.

English summary
Meet this Saint with 1.5 feet height
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X