અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા ઓપરેશન, 27 જગ્યાઓએ દરોડા
ગુજરાતમાં ફરી એક વખત ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન જોવા મળ્યુ છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ એક સાથે 27 જેટલી જગ્યાઓએ દરોડા પાડ્યા છે.
સમાચારો અનુસાર, અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સની રેડ થઈ છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીર ખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ત્યાં પણ ઇન્કમટેક્સની કાર્યવાહી કરાઈ રહી છે.
આ તપાસમાં ગુજરાતમાં કુલ જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને બરોડા મળી કુલ 27 જગ્યાએ દરોડાની કામગીરીમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.












Click it and Unblock the Notifications
