For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘાડંબર, આ રહ્યાં 4 વાગ્યા સુધીના તમામ આંકડા!

સૌરાષ્ટ્રમાં ગઈકાલથી જ વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ છે. રાજકોટ શહેર અને જામનગર જિલ્લાના કાલાવાડ પંથકમાં વરસાદને કારણે ગંભીર સ્થિતી છે.

|
Google Oneindia Gujarati News

સૌરાષ્ટ્રમાં ગઈકાલથી જ વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ છે. રાજકોટ શહેર અને જામનગર જિલ્લાના કાલાવાડ પંથકમાં વરસાદને કારણે ગંભીર સ્થિતી છે. પરિસ્થિતી વણસતા રાજ્ય સરકારે પણ રેસ્ક્યૂ ઓપરેશનના આદેશ કરવા પડ્યા છે. કાલાવાડ સહિતના વિસ્તારોમાં હેલિકોપ્ટરથી સ્થાનિકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ શહેરમાં વરસાદની સ્થિતી

રાજકોટ શહેરમાં વરસાદની સ્થિતી

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો, રાજકોટ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 12.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ ઉપરાંત રૈયા રોડ પર કારો વરસાદમાં તણાતી જોવા મળી હતી. રાજકોટના પોપટપરા ગરનાળામાં પાણી ભરાયા હતા.

રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતી

રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતી

રાજકોટ શહેર સિવાય રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો, લોધિકામાં બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ સાથે સવારે 6 થી બપોરે 4 સુધી 17.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં સવારે 6 થી બપોરે 4 સુધીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટના કોટડાસાંગાણીમાં સવારે 6 થી અત્યારસુધીમાં 8 ઈંચ, ગોંડલમાં 7 ઈંચ અને પડધરીમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લામાં વરસાદની સ્થિતી

જામનગર જિલ્લામાં વરસાદની સ્થિતી

જામનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ કાલાવાડ તાલુકામાં નોંધાયો છે. કાલાવાડ તાલુકામાં મેઘ તાંડવ ચાલી રહ્યું હોય તેમ બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ સાથે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયા છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતી

જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતી

જૂનાગઢ જિલ્લો ગુજરાતના સૌથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાંથી એક જિલ્લો છે. ગઈકાલ રાતથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વર્ષી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ વિસાવદરમાં સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ જૂનાગઢ શહેરમાં 5 ઈંચ અને ગીરનાર પર્વત પર 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીરમાંથી પસાર થતી તમામ નદીઓ ઉફાન પર છે.

English summary
Meghadambar in Saurashtra including Rajkot, here are all the figures till 4 pm!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X