મહેસાણામાં વૃદ્ધે પોતાનાથી 40 વર્ષ નાની યુવતી પર કર્યું દુષ્કર્મ

Subscribe to Oneindia News

મહેસાણા રેલ્વે સ્ટેશન પર ભીખ માંગી પોતાનું પેટિયું રળતી યુવતી એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના ઘરે જમવાનું આપવાનું કહી પોતાના ઘરે લઇ ગયો. અને ત્યાં તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવતા, પોલીસે વુદ્ધની અટક કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે આ કેસમાં સૌથી વધુ ચોંકવનારી વાત તો એ છે કે આ વૃદ્ધ કરતાં ઉંમરમાં યુવતી 40 વર્ષ નાની છે.

rape mehsana

65ના દુષ્કર્મ આચરનાર આ વૃદ્ધનું નામ જયંતી મોહનભાઈ પટેલ છે. તે મૂળ નાગલપુરનો રહેવાસી છે.

યુવતી જે મુજબ ફરિયાદ નોંધાવી છે તે પ્રમાણે જયંતીભાઇએ રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતી આ યુવતીને યુવતીને રેલ્વે સ્ટેશન પરથી યુવતીને જમવા આપવાનું બહાનું કાઢી પોતાની સાથે સ્ટેશનથી રીક્ષામાં બેસાડી ઘરે લઇ ગયો હતો. જ્યાં ઘરમાં તેણે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. કોઇ યુવતી તે બાદ જયંતીભાઇના ઘરેથી ભાગવામાં સફળ રહી હતી. અને તે પાછી રેલ્વે સ્ટેશન આવી પહોંચી હતી. જેની પાછળ પાછળ વૃદ્ધ પણ રેલ્વે સ્ટેશન આવી જતા. યુવતીએ બૂમાબૂમ કરી હતી અને પેસેન્જરોએ તે બાદ પોલીસને ફરિયાદ કરતા, આ સમગ્ર ધટના પોલીસ ચોપડે નોંધવામાં આવી હતી.

જો કે યુવતી જોડેથી જે અન્ય માહિતી મળી છે તે મુજબ તેના માતા-પિતાના મોત બાદ તે તેના નજીકના સગા સાથે રહેતી હતી. પણ ત્યાં પણ તેની સાથે શારીરિક કનડગત થતા તે ત્યાંથી ભાગીને મહેસાણા રેલ્વે સ્ટેશન પહોંચી હતી. ત્યારે હાલ પોલીસે આ અંગે મેડિકલ તપાસ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Mehsana: 65 years old man raped a girl.Read here more.
Please Wait while comments are loading...