For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ: મહેસાણા કોર્ટનો આદેશ

આજરોજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ ૧૦ આરોપીઓને વર્ષ ૨૦૧૭ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ૩ માસની સજાનો હુકમ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

આજરોજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ ૧૦ આરોપીઓને વર્ષ ૨૦૧૭ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ૩ માસની સજાનો હુકમ કર્યો હતો.

JIGNESH MEVANI

આ હુકમ પડકારતી મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ અરજી ફાઇલ કરવામાં આવી હતી;જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કનવીનર સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવાની તેમજ પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની અને કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા - આ મુજબની શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાકાંડાના એક વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરા ના લવારા ગામે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી દલીત સમાજના ઇસમની જમીનમાં ૫૦ વર્ષ સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણો કર્યા હતા. કૂચના અંતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજને સફળતા મળી હતી અને જે ગરીબ માણસની જમીનના ગુંડાઓ ઘૂસી ગયેલા તેમને દૂર કરી મૂળ માલિકને કબઝો અપાવવામાં આવેલ. પરંતુ, આ રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર જીગ્નેશ મેવાણી અને અન્યો સામે FIR કરવામાં આવી હતી, જેમાં તાજેતરમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી.

કદાચ સ્વતંત્ર ભારતમાં રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર સજા ફટકારવામાં આવી હોય એવા પહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હશે.

English summary
Mehsana court bans Jignesh Mevani from leaving Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X