• search

માઇક્રોસોફ્ટના નડેલા સહિત 15 પ્રવાસી ભારતીયોને મળશે સન્માન

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગાંધીનગર, 9 જાન્યુઆરી: માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્ય નડેલા સહિત દુનિયાભા વિભિન્ન દેશોમાં પોત-પોતાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય યોગદાન કરનાર 15 પ્રવાસી ભારતીયોને પ્રવાસી ભારતીય સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્વાસી ભારતીય દિવસના બીજા અને સમાપન દિવસે ઉપ રાષ્ટ્રપતિ હમિદ અન્સારીના હસ્તે વિશ્વભરમાં પથરાયેલા પ્રવાસી ભારતીયોમાંથી આ વર્ષે પસંદ કરાયેલા અને પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા મહાનુભાવોને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

  ઉપરાષ્ટ્રપતિના જ વડપણ હેઠળની જ્યુરીએ પસંદ કરેલા આ નામોને મંજૂરીની મહોર મારી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તમામને એવોર્ડ એનાયત કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

  satya-nadella

  માઇક્રોસોફ્ટના નવા CEO સત્યા નાડેલ વિશેની 10 રસપ્રદ વાતો

  પ્રવાસી ભારતીય સન્માન મેળવનારાઓમાં આ વર્ષ પ્રવાસી ભારતીય દિવસ સમારોહના મુખ્ય અતિથિ ગુયાનાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રવિન્દ્રનાથ રામ અવતાર સામેલ છે. સન્માન મેળવનાર વ્યક્તિ છે. વિશ્વની પ્રતિષ્ઠિત આઇટી ક્ષેત્રની માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા ભારતીય મૂળના છે. તેમણે કર્ણાટકની મણિપાલ ઇન્સ્ટિટ્યુટમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

  ઓસ્ટ્રેલિયામાં કાર્યરત શિક્ષાવદ માલા મહેતા, મેક્સિકોના ખાદ્ય વૈજ્ઞાનિક ડૉ. રામારાજ સંજય, ન્યૂઝિલેંડના રાજનૈતિક કવલજીત સિંહ, દુબઇના નાણા મેનેજર રાજમલ પરખ, દક્ષિણ આફ્રિકાના રાજકીય નેતા ગુલામ પહદ, દુબઇના ઉદ્યોગપતિ ભરત શાહ, જયંતિલાલ, યુગાંડાના બિઝનેસમેન મહેન્દ્ર નાનજીભાઇ મહેતા, સેશલ્સના ન્યાયધીશ દુરઇ કરૂણાકરણ, ડોનાલ્ડ રવિન્દ્રનાથ રામોતર જે 1997થી ગુયાના દેશની અગ્રણી રાજકીય પાર્ટી પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટીના મહાસચિવ છે.

  બ્રિટનના બિઝનેસમેન નાથુરામપુરી, બ્રિટનમાં હાઉસ ઑફ લોર્ડ્સના સભ્ય રાજલુંબા, અમેરિકામાં અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. લુલા કમલેશ અને અમેરિકામાં સ્વાસ્થ્ય કાર્યકર્તા ડૉ. નંદની ટંડન અને ખાડી દેશોમાં ઉદ્યોગપતિ અશરફ પલાર કુનુમ્મલને પ્રવાસી ભારતીય દિવસના અંતિમ દિવસે એટલે કે આજે 9 જાન્યુઆરીના રોજ આ સન્માન પ્રદાન કરવામાં આવશે.

  English summary
  Microsoft CEO Satyanarayan Nadella and Guyana President Donald Rabindernauth Ramaotar are among 15 prominent NRIs who will receive 'Pravasi Bhartiya Samman' award for their contribution in various fields on the concluding day of Pravasi Bhartiya Diwas convention today.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more