For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાણ ખનીજ વિભાગ દ્વારા શહીદોની સ્મૃતિમાં શાળાઓમાં વૃક્ષારોપણ કરાયુ!

વડોદરા જિલ્લા ખાણ ખનિજ કચેરી દ્વારા જિલ્લાની ૩૭૬ શાળાઓમાં શહિદોની સ્મૃતિમાં ૧૬૩૭૫ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં, જિલ્લાની અન્ય બાકી રહેતી શાળાઓમાં પણ આ વૃક્ષારોપણ કરવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરા જિલ્લા ખાણ ખનિજ કચેરી દ્વારા જિલ્લાની ૩૭૬ શાળાઓમાં શહિદોની સ્મૃતિમાં ૧૬૩૭૫ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં, જિલ્લાની અન્ય બાકી રહેતી શાળાઓમાં પણ આ વૃક્ષારોપણ કરવામાં આવશે.

vadodara

આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ દેશ મનાવી રહ્યો છે ત્યારે, વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના ડેસર, સાવલી, કરજણ, ડભોઈ અને વાઘોડિયા તાલુકાની ૩૭૬ પ્રાથમિક શાળાઓમાં આઝાદીના જંગમાં શહિદ થયેલા વીરોની સ્મૃતિમાં ૧૬,૩૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ તાલુકાઓમાં લીઝ ધારકો દ્વારા ૭૫૦૦ સહિત કુલ ૨૬,૨૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં પરમીટ ધારક બે કંપનીઓ દ્વારા ૨૩૫૦ વૃક્ષોનું વિવિધ વિસ્તારોમાં વાવેતર કરવામાં આવ્યું છે.

આ વૃક્ષારોપણ કામગીરીમાં તમામ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉમળકાભેર વૃક્ષો વાવી તેના જતન અને સંવર્ધન માટે સંકલ્પબધ્ધ બન્યા હતા. જેમાં છોટાઉદેપુર વનવિભાગ દ્વારા વિનામૂલ્યે રોપાઓ પુરા પાડવામાં આવ્યા હતા. નજીકના સમયમાં જિલ્લાની બાકી રહેલ શાળાઓને તબક્કાવાર આવરી ત્યાં પણ શહીદોની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

English summary
Mines department planted trees in schools in memory of martyrs!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X