પાટણમાં સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે મંત્રી જગદિશ વિશ્વકર્માએ સંવાદ કર્યો!

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ કરી શકે તે માટે કાર્યક્રમમનું આયોજન કરાયું હતું.

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ કરી શકે તે માટે કાર્યક્રમમનું આયોજન કરાયું હતું. દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અનેક મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાના કુલ 05 સ્વસહાય જૂથોને 6 લાખ 50 હજારરૂ. ની લોન આપવામાં આવી હતી. કુલ 05 સ્વસહાય જૂથોને કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

Jagdish Vishwakarma

કાર્યક્રમના મુખ્ય મહેમાન મંત્રી જગદીશ વિશ્વકર્માએ લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેઓને વિવિધ યોજનાઓ અંતર્ગત મળેલા લાભો વિશે સીધી વાતચીત કરી હતી. મંત્રી સ્ટેજ પરથી નીચે ઉતરીને લોકોની વચ્ચે ગયા હતા અને ખુબ આત્મીયતા સાથે સૌની સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓ મંત્રીના આ વ્યવહારથી ખુબ ખુશ થયા હતા અને જાણે પોતાના ઘરના કોઈ સ્વજનની સાથે ચર્ચા કરતા હોય એ રીતે લાભાર્થીઓએ ચર્ચા કરી હતી. સંવાદ બાદ મંત્રી તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યુ હતુ.

જગદીશ વિશ્વકર્માએ સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે સીધો સંવાદ કરતાં મહિલાઓને રોજગારી કેમ મળે છે, સરકાર તરફથી જે યોજનાઓનો લાભ પુરતો મળે છે કે કેમ તેમજ એન.આર.એલ.એમ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને મળતાં આર્થિક લાભો થકી તેમનાં જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે. તેની તલસ્પર્શી માહિતી લાભાર્થીઓ પાસેથી મેળવી હતી. મંત્રી જગદિશ વિશ્વકર્માએ ભાષણ ન કરી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X