For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોરેન્સિક હેકેથોન અને AIFSC - ફોરેન્સિક તપાસ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થશે

ભારત અને વિદેશના 1200થી વધુ પ્રતિનિધિઓ-સ્પર્ધકો આ બંને કાર્યક્રમમાં ભાગ લેશે: કુલ રૂ. 50 લાખથી વધુના પુરસ્કારો પણ વિજેતાઓને અપાશે

|
Google Oneindia Gujarati News

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે 1લી ફેબ્રુઆરી, 2023થી બે દિવસીય "ફોરેન્સિક હેકેથોન-2023"નો પ્રારંભ થયો હતો.. તા.2 ફેબ્રુઆરી, 2023થી ત્રિ-દિવસીય "25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ" યોજાશે. આ બંને કાર્યક્રમોનો હેતુ ન્યાય વિતરણ પ્રણાલીને મજબૂત કરવાનો છે. NFSU અને ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS), નવી દિલ્હી સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેને ગૃહ મંત્રાલય (MHA), ભારત સરકાર દ્વારા સહયોગ પ્રાપ્ત છે. "ફોરેન્સિક હેકેથોન"નું ઉદ્ઘાટન હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, ગુજરાત સરકારે કર્યુ હતુ.

HARSH SANGHAVI

ડૉ જે.એમ. વ્યાસ, કુલપતિ-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ જણાવ્યું હતું કે ઇનોવેશન અને ઇન્ક્યુબેશનને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવાના હેતુસર આ પ્રથમ "ફોરેન્સિક હેકેથોન"નું આયોજન વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSU દ્વારા કરવામાં આવ્યું છે. "ફોરેન્સિક હેકેથોન-2023" નો ઉદ્દેશ્ય પોલીસ, ન્યાયતંત્ર, તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા અધિકારીઓ, ફોરેન્સિક વિજ્ઞાનીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ સાહસિકો સહિત તમામ સ્તરના તજજ્ઞોને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ (ન્યાય વિતરણ પ્રણાલી)ને મજબૂત કરવા માટે એક સમાન મંચ પૂરો પાડવાનો છે.

ડૉ. જે.એમ. વ્યાસે એ પણ માહિતી આપી હતી કે આ બંને કાર્યક્રમો અંતર્ગત ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી ઇકોસિસ્ટમને સુધારવા માટેના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરાશે. જસ્ટિલ ડિલિવરી સિસ્ટમને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે ફોરેન્સિક તપાસ સહિત ગુનાની તપાસની વૈજ્ઞાનિક પદ્ધતિઓને જોડતા નવા વિચારો પર ચર્ચા થશે. ગુનાની તપાસને કોસ્ટ ઇફેક્ટિવ (ઓછી ખર્ચાળ) બનાવવા અંગે પણ ચર્ચા થશે. ફોરેન્સિક સાયન્સ સંબંધિત સાધનો અને ટેક્નોલોજીના ઉત્પાદનમાં રસ ધરાવતી કંપનીઓની ઓળખ કરી એક મંચ ઉપર લાવવા માટે પણ પ્રયાસ થશે.

English summary
Minister of State for Home Harsh Sanghvi inaugurated the "Forensic Hackathon".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X