કચ્છમાં રાપરમાં 2.7 ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો
કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા રાપરમાં આજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 નોંધવામાં આવી છે, જેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 9 કિમી દૂર નોંધાયું હતું. આ આંચકો રાત્રિના સમયે અનુભવાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
નોંધનીય છે કે કચ્છનો રાપર વિસ્તાર સિસ્મિક ઝોન 5માં આવે છે, જે અત્યંત સંવેદનશીલ ગણાય છે. જોકે, આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નથી.












Click it and Unblock the Notifications
