• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'કુપોષણમાંથી મુક્તિ અપાવવા જંગનો યશ CMને નહીં માતા યશોદાને'

By Super
|
narendra-modi
અમદાવાદ, 23 માર્ચઃ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સંમેલન સંબોધ્યું હતું અને આંગળવાડીની બહેનોને માતા યશોદા એવોર્ડ આપ્યો હતો. આ તકે ઉપસ્થિત બહેનોને સંબોધતા તેમણે કહ્યું કે, આજે ગુજરાતના બધાજ જિલ્લાઓમાં એક સાથે આવોજ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વીડિયો કોન્ફ્રેસિંગથી બધાજ જિલ્લામાં એક લાખ કરતા પણ વધુ બહેનોને સંબોધન કરવાનો મને અવસર મળ્યો છે. જિલ્લાઓમાં એક્ત્ર થયેલ સર્વે બહેનો, ઉપસ્થિત સર્વે મહાનુભાવો આપ સૌનું પણ હું હૃદયથી સન્માન કરુ છું. 8મી માર્ચ મહિલા દિવસના દિવસે આ કાર્યક્રમ કતા પરંતુ એવું જોવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષા, આંગળવાડીની બહેનોના છોકરાઓને પણ પરીક્ષા હતી, તેથી આ કાર્યક્રમમાં અવગડતા પડતી, તેથી આ કાર્યક્રમ 23મીએ કરવાની યોજના કરી, જેનું કારણ ખાસ કરીને ખેલાડી બહેનો અને કન્યા કેળવણીની લાભાર્થી બહેનો તેનો લાભ મળી શકે તે છે.

12 માર્ચ શહીદ દિવસ છે જેમનું નામ લેતાની સાથે જ આપણું માથું ઉચું થઇ જાય છે, છાતી ગજ ગજ ફુલે છે તેવા ભગત સિંહ, સુખદેવ રાજગુરુ જેમણે ભારત માતાને બેડીઓથી મુક્ત કરાવવા માટે જે જંગ આદર્યો હતો તેના કારણે અંગ્રેજ સલ્તનતે તેમને ફાંસી આપી હતી. આજે શહાદતનો દિવસ છે તેવા સમયે આપણે મળ્યા છીએ ત્યારે દેશને જેમ ગુલામીમાંથી મુક્તિ માટે અનેક દુઘમલ યુવાનોએ જિંદગી ત્યજી દીધી. તેમ ભાઇઓ અને બહેનો આપણામાંથી મોટાભાગના એવું થતું હશે કે આઝાદીના જંગમાં મોતને ભેટવા માટેનું જે સૌભાગ્ય તેઓનું હતું તે ભલે આપણને ના મળ્યું હોય પરંતુ આઝાદ ભારત માટે જીવવાનું સૌભાગ્ય મળ્યું છે. સમયની માંગ છે કે આપણા દેશનું નામ રોશન થાય, દુઃખયારાના દુઃખ દુર થાય, ગરીબો ગરીબી સામેના જંગને જીતી જાય, નવયુવાન રોજગારી પ્રાપ્ત કરે, માતાઓ બહેનો સમ્માનભેર જિંદગી જીવે, વિકાસયત્રામાં ભાગીદાર બને અને ભારતનું ભાવી એવા આપણા ભૂલકાઓ તેમનો સર્વાંગી વિકાસ થાય તેના વિકાસમાં કોઇ પરિબળ આડે ના આવે અને સમાજ તરીકે આપણે સંકલ્પ કરવાની વેળા છે.

આઝાદીના આટલા બધા વર્ષો થઇ ગયા ભારતના પ્રધાનમંત્રીએ પીડા વ્યક્ત કરી હતી કે દેશમાં કુપોષણની સ્થિતિ જોઇને મારું માથું શરમથી ઝૂકી જાય છે, એ પીડા એકલા ડો. મનમોહનસિંહની નથી એ પીડા સમગ્ર દેશવાસીઓની બનવી જોઇએ. જો કોઇએક પણ એકવાર સંકલ્પ કરે કે મારા ગામ અને આડોશ પાડોશમાં કોઇ પણ બાળક કુપોષણથી પીડાતું ના રહે, કોઇ સગર્ભા કુપોષણની ભોગ બનેલી ના હોય તો એક સ્વસ્થ સમાજનો પાયો નંખાશે. સ્વસ્થ સમાજ માતામાં રહેલો છે. સ્વસ્થ સમાજની યાત્રાનો આધાર સ્વસ્થ ભુલકામા રહેલો છે અને તેના માટે એક સમાજ તરીકે આપણા બધાનો સહિયારો પ્રયાસ રહેવો જોઇએ. આ પ્રશ્ને જ્યારે 2001ની વસતી ગણતરી થઇ અને હેવાલ જ્યારે 2004માં પ્રાપ્ત થયા ત્યારે જે લાગણી પીએમને આજે થઇ તે લાગણી આપણને તે વખતે થઇ અને આપણને થયું કોઇપણ સમાજને આ પાલવે તેમ નથી, શોભે તેમ નથી.

સરકારે નેક યોજના કરી, બજેટ ફાળવ્યા, જનજાગૃતિનું અભિયાન ઉપાડ્યું. રાજ્યના બધા જ જિલ્લાઓમાં વૈજ્ઞાનિક ઢબે કુપોષણમાંથી મુક્તિ માટેનુ એક આંદોલન ચાલી રહ્યું છે, લગનથી ચાલી રહ્યું છે, અમદાવાદ જિલ્લાની ટીમે ખુબ સુંદર રીતે આયોજન કરીને આધુનિક ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરીને સમગ્ર જિલ્લાને કુપોષણમાંથી મુક્તિ અપાવવા માટેનું બીડું ઉઠાવ્યું, તેના સુદંર પરિણામ મળ્યા કે ભારત સરકારે તેમને આ ઉતકૃષ્ઠ કામ કરવા બદલ ઇનામ આપ્યા, અમદાવાદ જિલ્લાની ટીમને ઉત્તમ કાર્ય માટે સમાજના છેવાડાના માનનવી ચિંતા કરવાના કામ માટે અનેક અનેક અભિનંદન પાઠવું છે.

માતાના જીવનને બદલવા માટે, ગરીબ માટે મીશન મંગલમ અભિયાન, સખી મડંળ થકી આર્થિક પરિસ્થિતિ સાથે જોડી એમપાવર મેન્ટ ઓફ વિમેનને બળ મળે તે માટે પ્રયાસ કરી રહ્યાં છીએ અને એવું જ બીજુ મીશન બલમ સુખમ, દ્વારા કુપોષણ સામેનો જંગ, મુક્તિ, સ્વસ્થ બાળક, સ્વસ્થ માતા, વિગેરે અભિયાનને પાર પાડવા એક મીશન પાર પાડ્યું છે. મીશન મંગલમ દ્વારા આર્થિક સશક્તિકરણ તો બલમ સુખમ દ્વારા સ્વાસ્થનું શસ્કિતકરણ કરવાનું આપણે અભિયાન ઉટાવ્યું છે.

નારી શિક્ષણ, સુરક્ષાના કારણે આપણે ઉત્તમ પરિણામ જોઇ રહ્યાં છીએ. 10માં, 12માંમાં સારા ટકા લાવવામાં પુરુષો નહીં પણ હવે બહેનો આગળ હોય છે. 80 ટકા એવોર્ડ બહેનો જીતી જાય છે. આ દિકરીઓમાં પડેલી જે ઇચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ છે, તેના તેમનામા દર્શન થાય છે અને આ શક્તિ વધે, સમાજની દિકરીઓ સપન્ન બને, સશક્ત અને સામર્થ્યવાન બને તેવી આપણી અનેક શુભકામનાઓ ગુજરાતની દિકરીઓને હોય છે. ખેલ મહાકુંભ દ્વારા આપણે જોયું ગુજરાતમાં દિકરીઓ ખેલના મેદાનમાં પણ પાછળ નથી, રાષ્ટ્રીય સ્તરે ખેલદૂક ક્ષેત્રે જે એવોર્ડ મળે છે તેમા દિકરાઓ કરતા દિકરીઓ વધારે મેડલ લાવે છે. ભૂતકાળમાં ગુજરાતની ટીમો તાલુકો જિલ્લા કક્ષાએ આવે તોય ભયો ભયો, હવે ગુજરાતની ટીમો નેશનલ લેવલે સારું પ્રદર્શન કરી રહી છે.

ગુજરાતીની દિકરીઓએ કાઠું કાઢ્યું છે અને પોતાના સમાર્થ્યનો પરચો આપ્યો છે, રમત ગમત ક્ષેત્રે આવવા માટે ઘણી તપસ્યા કરવી પડતી હોય છે. કડકડતી ઠંડીમાં પથારી છોડીને મેદાનમાં જવું પડ્યું, પરીક્ષા અને રમત સ્પર્દા હોય ત્યારે પરીક્ષા અને રમતનું મેદન સાચવવાનું હોય અને મહેમાનને પણ સાચવવાના હોય તો પણ દિકરીઓ આગળ આવી રહી છે. માત્ર ખેલાડી જ કામ કરે છે તેવું નથી આખા કુટુંબ મહેનત કરે છે માતાનું પ્રોત્સાહન હોય તો જ દિકરીઓ આગળ આવે છે, આજે ગુજરાતની માતાઓ દિકરીને પ્રોત્સાહન આપવા માટે જે રીતે પ્રયાસ કરે છે તે રીતે હું તેમને અભિનંદન પાઠવું છું

આંગળવાડીની બહેનો અહીં બેઠી છે આખી વિકાસયાત્રા પ્રગિતિની ઉંચાઇઓએ જોઇને અંજાઇ જવાય પણ તેના મૂળમાં જઇને જોઇએ તો, આ આંગળવાડીની બહેનોએ પાંચ પચ્ચીસ બાળકોની કાળજી લીધી હોય, પોતાનું સંતાન માંદુ હોય તો પણ આગળવાડીના બાળકોની કાળજી લીધી હોય, વરસતો વરસાદ હોય અને પોતાનું આગંળવાડીનું બાળક પલરીના જાય તે માટે છાયડાંમાં ઉભી રહે, કેટકટલી બહેનોએ કસ્ટ ઉઠાવ્યા હશે ત્યારે આ પેઢી તૈયાર થઇ હશે. આ પૈઢી માત્ર સરકારના બજેટના કારણે નહીં પણ મારી આ માતા અને બહેનોના પુરષાર્થના કારણે છે.

ઘણીવાર એવું પણ બને કે 24 વર્ષથી આંગળવાડી સંભાળનારી બહેનોએ ગામના ઘણા ભુલકાઓને મોટા કર્યા હોય અને પછી એ જ ભુલકાઓના વાજતે ગાજતે લગ્ન થતા હશે ત્યારે તેને એ બહેન યાદ પણ આવી હોય અને છતાય તેણે તેની તપસર્યાને છોડી નથી, તે જ જીવનની પ્રતિબદ્ધતા હોય છે. સમગ્ર વિકાસના પાયામાં આગળવાડી એ એક એકમ, બેહનોનું કામ, તેના કારણે બાળકોના જીવનની અંદર સ્વાસ્થ્ય સંસ્કાર, કૂટુંબનો ઉંબરો છોડીને બાળક જો કોઇનો હાથ પહેલો પકડે છે તો તે આંગળવાડીની બહેનોનો હાથ પકડે છે.

કોઇ માતા જ્યારે પોતાના વહાલસોયા બાળકને આપના હાથમાં સોપતી હશે ત્યારે તેનો આપણા પર ભરોસો કેટલો બધો હશે. તેમે ક્યારેય પણ પૂછ્યું નહીં હોય, તમારું નામ શું અને ઘર ક્યાં છે, તેને તો એટલી બસ એટલી જ જ ખબર પડી હશે કે આ બહેન તો આંગળવાડીના છે, આ સંસ્થાનું નામ જ એટલું મોટું હોય છે કે તેમણે તેમનું બાળક અહીં આપી દીધું છે. આંગળવાડી ગામના મંદિર કરતા પણ મોટી આબરુ ધરાવતું હોવું જોઇએ.

એક સંસ્થાગત રીતે નંદઘરનું વાતાવરણ,સ્વસ્થા કેવી હોય , તેની પવિત્રતાની ચિંતા કરવાની જવાબદારી અહીં બેસેલા આપણા સૌની છે. મે અનેક બહેનો જોઇ છે, તેમના જીવનમાં આ નાના નાના ભૂલકા જ તેમનું જીવન હોય છે. ઘણીવાર બાળક નાની ઉમરમાં રોગગ્રસ્ત થઇ ગયા હોય છે જિંદગીના પહેલા પડાવમાં જ આ દૂનિયામાંથી જતુ રહે છે. કુપોષણ સામે લડવું હશે તો નાની બાબતોની કાળજી રાખવી પડશે અને એ માટે આપણે સહિયારું કામ કરવું પડશે, આંગળવાડીની બહેનો જો સગર્ભાઓને પ્રશિક્ષિત કરી શકે તો, આપણે બાળકોને કુપોષણથી બચાવી શકીએ છીએ. અને આપણે 2004-05થી જે પ્રયત્નો શરૂ કર્યા છે તેનાથી આપણને કુપોષણ સામેના યુદ્ધમાં સારી સફળતાં મળી છે.

સીએજીનો રીપોર્ટ આવ્યો છે, સીએજીના રીપોર્ટનું મહાત્મ વધતું જાય છે. તેના દરેક શબ્દનું મહાત્મ છે. કેગના રીપોર્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં કુપોષણ માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા, તેમાં ઉત્તમમાં ઉત્તમ કામ અને સફળતા કોઇ રાજ્યને મળી હોય તો, તેમાં ગુજરાત આગળ છે. દેશમાં 8 ટકાનો સુધારો થયો છે જ્યારે ગુજરાતમાં 30 ટકાનો સુધારો થયો છે, મુખ્યમંત્રીને કલેક્ટરને ડીડીઓને આનો યશ જાય છે, આ માતા યશોદાને. આપે આ વિષયને ઉપાજ્યો છે. ભુલકાઓની કાળજી લેવા માંડી છે અને તેનું પરિણાણ છે કે આજે આપણે સમગ્ર દેશમાં સારી સ્થિતિએ જવાની દિશામાં છીએ, આપણે જે પ્રત્યન કરી રહ્યા છીએ તે પરીણામ પુરવાર કરે છે કે આપણું આયોજન સારું છે. આ યોજના ગરીબોના ઘર સુધી પહોંચી છે. ભાઇઓ પહેનો સાથે મળીને નાના નાના બુલાકની ચિંતા કરવી છે.

English summary
On March 23rd, 2013 Narendra Modi will address the Mahila Sammelan. He will also present Mata Yashoda Awards to Aanganwadi workers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more