• search

વિવાદ: આનંદીબેને જે ટોલટેક્સ નીકાળ્યો હતો તે PM મોદીએ ફરી નાખ્યો?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત મુલાકાતમાં બીજા દિવસે તેમને સોમનાથ ત્રિવેણી સંગમ પાસે સભા સંબોધી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે મોટી - મોટી જાહેરાતો કરી હતી. સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના દરિયાકિનારાના વિકાસ માટે કેન્દ્ર સરકાર 45 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેમજ ગુજરાતના પોર્ટનો વિકાસ કરાશે. દેશના વિકાસના કામો ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગઈકાલે મે જાહેરાત કરી હતી, પણ આજે ફરીથી કહી રહ્યો છું કે રાજ્યના 8 હાઈવેને 12 હજાર કરોડના ખર્ચે નેશનલ હાઈવે કરાશે.

  Read also:રાજકોટમાં સ્વાઈન ફ્લુથી બે દિવસમાં બે લોકોના મોત

  નોંધનીય છે કે આ તે જ હાઇ વે છે જેને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસનકાળમાં ટોલટેક્સ મુક્ત કરવામાં આવ્યા હતા. અને આ રસ્તાઓ ટોલટેક્સ લેવા માટે ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જેના પગલે આનંદીબેનની સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે મોદીની આ જાહેરાત પછી સોશ્યલ મીડિયામાં પણ તેવી ચર્ચા થવા લાગી છે કે આનંદીબેને જે ટોલટેક્સ બંધ કર્યો હતો તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ અને નેશનલ હાઇવેના નામે ફરી શરૂ કર્યો છે. જો કે આ અંગે સરકાર તરફથી કોઇ વિગતવાર ચોખવટ નથી થઇ. ત્યારે શુંવડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ માટે જાહેરાત તો કરી છે તે મુજબ આ સ્ટેટ હાઈવે નેશનલ હાઇવે બનશે તો તેનો બોજો ગુજરાતીઓ પર પડશે? વધુ વાંચો અહીં...

  સ્ટેટ હાઇવે થી નેશનલ હાઇવે

  સ્ટેટ હાઇવે થી નેશનલ હાઇવે

  નીચે મુજબ સ્ટેટ હાઇવેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હાઇવે બનાવવાની વાત કરી છે. જેની પર આવનારા સમયમાં ટોલ ટેક્સ લાગવાની સંભાવના ઊભી થવાની છે....

  (1) ઊના- ધારી- બગસરા- અમરેલી-બાબરા
  (2) જસદણ-ચોટીલા- ખાંભા-અમરેલી
  (3) પોરબંદર-તલાલા
  (4) આણંદ-કઠલાલ-કપડવંજ-મોડાસા
  (5) લખપત-હાજીપુર-સાંતલપુર
  (6) ખંભાળિયા- પોરબંદર
  (7) ચિત્રોડા-રાપર-ધોળાવીરા
  (8) ખંભાળિયા-ભાણવડ-રાણાવાવ
  આ આઠેય સ્ટેટ હાઇવે પર નેશનલ હાઇવે બનવા જઇ રહ્યા છે.

  મોદીની જાહેરાતો

  મોદીની જાહેરાતો

  પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતના દરિયાકિનારાના વિકાસ માટે કેન્દ્ર સરકાર 45,000 કરોડનું રોકાણ કરશે. તેમજ ગુજરાતના પોર્ટને વધુ આધુનિક બનાવાશે. તેમજ કંડલાને સ્માર્ટ પોર્ટ સિટી બનાવાશે. તેમજ 500 કરોડના ખર્ચે દ્વારકા બેટ દ્વારિકા આઈકોનિક બ્રિજ બનવા જઈ રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આપણા તિરંગાના ત્રણ કલર છે, આપણે કેસરિયા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, સફેદ ક્રાંતિ કરવી છે. અને તિરંગામાં બ્લૂ રંગનું ચક્ર છે, આપણે બ્લૂ રીવોલ્યુશન લાવવું છે. આ બ્લૂ રીવોલ્યુશન મારા માછીમાર ભાઈઓ માટે છે. માછીમારો માટે ખાસ યોજના સરકાર લાવી રહી છે, જેમાં આપના કોઈ સુચનો હોય તો આપજો. જેથી તેમાં હું સુધારા કરીશું અને યોજનામાં ફેરફાર કરીશું. સમુદ્ર કિનારે 400થી વધુ પ્રોજેક્ટ પર કામ ચાલે છે.

  નેશનલ હાઇ વે

  નેશનલ હાઇ વે

  પીએમ મોદીએ કહ્યું હતું કે વિઝન અને નિયત સાફ હોય નિતિ પરફેક્‍ટ હોય તો સફળતા કદમ ચુમે છે તેમ જણાવી વડાપ્રધાનએ ગુજરાતના આઠ જેટલા રાજ્‍ય ધોરીમાર્ગોને નેશનલ હાઇવેમાં કન્‍વર્ટ કરવાની કેન્‍દ્ર સરકારની યોજનાનો પણ ખ્‍યાલ આપ્‍યો હતો. ગુજરાતના ૧૨૦૦ કિ.મી.ના આઠ સ્‍ટેટ હાઇવે નેશનલ હાઇવેમાં રૂપાંતરિત કરવાની પ્રધાનમંત્રીની જાહેરાત, રૂા.૧૨ હજાર કરોડની ફાળવણી આ માર્ગો માટે કરાશે

  આનંદીબેન અને ટોલટેક્સ વિવાદ

  આનંદીબેન અને ટોલટેક્સ વિવાદ

  નોંધનીય છે કે ટોલટેક્સ મામલે ગુજરાતમાં આ પહેલા પણ મોટી સંખ્યામાં હોબાળા થઇ ચૂક્યા છે. હાર્દિક પટેલ સમેત કોંગ્રેસ દ્વારા ટોલ ટેક્સ ન ભરવા અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. અને લાંબા વિરોધ બાદ આનંદીબેનની સરકારે આ ટોલટેક્સ બંધ કરાવ્યા છે. ત્યારે આ તમામ હાઇવે બનવાથી વિકાસને તો વેગ ચોક્કસથી મળશે. પણ શું ફરીથી ટોલટેક્સ પણ શરૂ થશે? તેવી ભીતી સામાન્ય નાગરિકના મનમાં થઇ રહી છે. જે આમ પણ મોંધવારીની માર સહન કરી રહ્યો છે. ત્યારે આ અંગે અત્યાર સુધી તો સરકારની કોઇ જાહેરાત નથી થઇ. પણ આવનારા સમયમાં ટોલટેક્સ પાછો લાગુ કરવાની સંભાવના વધારે ચોક્કસથી છે.

  English summary
  Narendra Modi announced 8 national highway in gujarat but controversy arise after that. Read more on it.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more