• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેન્દ્ર પાસે કમિટી બનાવવાની અને ભંગ કરવાની સ્કિલ છેઃ મોદી

By Super
|

ગાંધીનગર, 25 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધીનગર ખાતે સ્કીલ ડેવલોપમેન્ટની નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ તકે પોતાનું ઉપયોગી સંબોધન કરી રહ્યાં છે, જેમાં તેઓ દેશમાં કેવી રીતે સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે વિકાસ કરી શકાય છે અને યુવાનોમાં કેવી રીતે સ્કિલ ડેવલોપમેન્ટ લાવી શકાય છે, તે અંગે જણાવી રહ્યાં છે, જેનો લાઇવ વીડિયો અહીં આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ તકે રાજ્યના અન્ય મંત્રી લેબર અને એમ્પલોયમેન્ટ મંત્રી સૌરભ પટેલ દ્વારા પણ પોતાનું સંબોધન કરવામાં આવ્યું હતું.

મોદીએ કોન્ફરન્સે સંબોધતા કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે આજે આ સભાગૃહમાં મને યુવા ભારતના દર્શન થઇ રહ્યાં છે. એક લઘુ ભારત આજે મહાત્મા મંદિરમાં એકઠું થયું છે. એક યુવા ભારત સ્વપ્નોને લઇને તેને સજાવવાના સંકલ્પ લઇને આજે આ મહાત્મા મંદિરમાં એકત્ર આવ્યું છે. હું તમારા બધાનું હૃદયથી સ્વાગત કરું છું.

છેલ્લા કેટલાક વર્ષોના અનુભવથી અમને લાગ્યું છે કે, આપણે એક ખુણામાં બેસીને એકલા-એકલા કંઇક વિચારી અને કરતા રહીએ અને તેને સંતોષ માનીને ચાલીએ તો વિકાસ રોકાઇ જશે. ગતિ રોકાઇ જશે, શા માટે આપણે આ વિશાળ ભારતના દરેક ખુણામાં ક્યાંકને ક્યાંક તો સારું થઇ રહ્યું છે, આપણે એ અચ્છાઇઓને જોઇએ અને સમજીએ તેને સ્વિકારવાનો પ્રયાસ કરીએ, આપણી પોતાની ભૂમિ માટે જે અનુકુળ છે તે પ્રકારે તેને મોડીફાઇ કરીએ, માત્ર હિન્દુસ્તાન નહીં પણ વિશ્વ બદલાઇ ગયું છે. ટેક્નોલોજીએ વિશ્વની વિચારસરણીને બદલી નાખી છે. તો આપણે પણ દેશનો વિકાસ એકાદ ખુણામાં અલગ-અલગ રીતે નહીં કરી શકીએ, તેને ગ્લોબલી જોવો પડશે અને તેના રુપમાં પોતાને ઢાળવા પડશે અને બદલતા વિશ્વમાં આપણે ક્યાંક પાછળ ના રહી જાય, અને જેમ બેન તેમ જલદી આગળ વધી જઇએ એ ભારતના સમયની માંગ છે.

રાષ્ટ્રનો જે નિર્માતા છે અને સાચો વિશ્વકર્મા છે

તેથી આજે અમે એક એવા સમારોહને હોસ્ટ કર્યો છે, ડોક્ટર્સની મોટી મોટી કોન્ફરન્સ થાય છે. ગ્લોબલ લેવલની અનેક પ્રકારના ક્ષેત્રો દ્વારા મીટિંગ થાય છે, પરંતુ રાષ્ટ્રનો જે નિર્માતા છે અને સાચો વિશ્વકર્મા છે તેના તરફ કોઇ જોતું નથી. જે પોતાના હાથોથી દિવસ રાત મહેનત કરીને ભવિષ્યને તરાશે છે, પોતે ભલે ગંદી બસ્તીમાં રહેતો હોય, કપડાં ગંદા કેમ ના હોય પરંતુ જે વસ્તુંનું તે નિર્માણ કરે છે, તે ઉત્તમ અને ઉયપોગી કેવી રીતે થાય તે અંગે નાનો કારીગર વિચારતો હોય છે. કેટલાક લોકો હોય છે, પારિવારિક કૌશલ્ય હોય છે, કેટલાક હોય છે, જેમને કામ કરતા કરતા નાની મોટી વસ્તુ શીખવાની તક મળી છે અને પોતાનું જીવન ગુજારે છે અને કેટલાક છે, જેમને પોતાના કૌશલ્ય પ્રમાણે કામ શીખવાની તક મળે છે.

દેશ ધુંઆધાર ભાષણ કરનારાઓથી નથી ચાલતો

આપણે માની કે ના માનીએ દેશ બાબુઓથી નથી ચાલતો, દેશ ધુંઆધાર ભાષણ કરનારાઓથી નથી ચાલતો, આ લોકોની મહેનત અને પુરસાર્થથી જ દેશ આગળ વધે છે અને પુલકિત થાય છે. દુર્ભાગ્યથી આપણા દેશમાંથી શ્રમની પ્રતિષ્ઠા લુપ્ત થઇ ગઇ છે. જો તમે સારા કપડાં પહેરીને જાય તો લોકો સામેથી મળવા આવે છે. પરંતુ જે પોતાની મહેનત અને મજદૂરીથી કમાય અને કપડાં સારા ના હોય તો લોકો તેને મળવાનું ટાળે છે, આવું શા માટે? અને આ માનસિકતાને બદલવી છે તો આપણે શ્રમને માન આપવું પડશે.

શ્રમીકનું સન્માન થવું જોઇએ

શ્રમીકનું સન્માન થવું છે અને એ રાષ્ટ્રનો સ્વભાવ બનવો જોઇએ અને જો આ સ્વભાવ ના બને તો એ દિશામાં જવાનો દરેકને સંકોચ થાય છે. આ કેવી દેશની વ્યવસ્થા છે તે સમજાતી નથી. નવજવાનોને રોજગારી નથી, તેઓ રોજગારીની તલાશમાં છે, બીજી તરફ દરેક પરિવારમાં એવી બુમો પડે છે, કોઇ ડ્રાઇવર નથી, સારા કૂકની જરૂર છે, પલ્મબરની જરૂર છે, એક તરફ બેરોજગારી છે અને બીજી તરફ માંગ છે, દેશમાં તેની ઘણી જરૂર છે.

દેશ પાસે કૌશલ્યવાન લોકો છે

દેશ પાસે કૌશલ્યવાન લોકો છે, પરંતુ તેમને જોડવા માટે કોઇ નેતા, સરકાર કે વ્યક્તિ નથી. આપણે આ શક્તિઓને જોડીએ અને જરૂરિયાત પ્રમાણે વાળીએ કેવી રીતે એ દિશામાં વિચારવું જોઇએ. ગર્વ લેવો જોઇએ કે, આપણે એ યુગમાં જન્મ્યા છીએ કે જ્યાં 65 ટકાના લોકો 35 કરતા ઓછી ઉમરનો છે. આખું વિશ્વ કહે છે કે આવનારા સમયમાં સર્વાધિક સ્કિલ મેનપાવરની જરૂર છે. 21મી સદીમાં સ્કિલ મેનપાવરની જરૂર પડશે તેવી વાતો 20મી સદીના ઉત્તરાર્ધમાંથી આપણે સાંભળતા આવ્યા છીએ. શું આપણે 21મી સદીમાં ઉભા રહી શકીએ તેટલું હાસલ કર્યું છે ખરું.

તો દેશ આજે આ કપરી સ્થિતિમાં ના હોત

અન્ય કોઇ કામ ના કર્યું હોત અને માત્ર હિન્દુસ્તાનના યુવા શક્તિના સ્કિલ ડેવલોપમેન્ટના યુવા શક્તિનું રાષ્ટ્રના વિકાસની ભાગીદારીમાં તેમને લઇને યોજના કરી હોત તો જે કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, તેમાંથી કદાચ પસાર ના થતો હોત. તેથી અમે ગુજરાતમાં કેટલાક પ્રયોગ કર્યા, દેશના કોઇને કોઇ રાજ્યએ પ્રયોગ કર્યો છે. સારું હોત કે આ કામ જે અમે કરી રહ્યાં છીએ તે દિલ્હીની સરકારે કર્યું હોત.

કોઇ કરતું નથી એટલે મારે કરવું પડે છે

લોકો મને પૂછે છે કે મોદીજી તમે દેશના દરેક રાજ્યના જિલ્લાના લોકોને બોલાવીને આ બેઠકો કરો છો અને આ બધું શા માટે કરો છો, તો હું તેમને જણાવી દઉ કે જેમણે કરવું જોઇએ તે નથી કરી રહ્યાં તેથી હું કરી રહ્યો છું, જો એ લોકો આ બધું કરતા તો મારે આ કરવની જરૂર ના પડત.

આવનારા સમયમાં સ્કિલ ડેવલોપમેન્ટમાં કંઇક ઉત્કૃષ્ઠ કરીશું

ગયા મહિને મે અહીં દેશના કૃષિકારોને બોલાવ્યા હતા આ દ્રશ્ય જોઇને મને લાગ્યું કે, 10 વર્ષ પહેલા કર્યું હોત તો ભારતના કૃષિ માટે શું-શું ના કરી શક્યા હોત. અને આજે આપણે મળ્યા છીએ અને ચર્ચા કરીએ છીએ તેથી મને વિશ્વાસ છે કે આપણે આવનારા સમયમાં સ્કિલ ડેવલોપમેન્ટમાં કંઇક ઉત્કૃષ્ઠ કરીશું. આજે વિશ્વમાં એવો એકપણ દેશ નથી, કોઇ સરકાર એવી નથી કે જેનો એ વાત પર ફોકસ ના હોય અને એ ફોકસ છે સ્કિલ ડેવલોપમેન્ટ. જે દેશો પાસે યુવાધન છે તે એ વાત પર કેન્દ્રિત કરી રહ્યાં છે કે સ્કિલ ડેવલોપમેન્ટ પર કામ કરી રહ્યાં છે અને જેમની પાસે યુવા ધન નથી તેઓ સ્કિલ મેનપાવર પર ફોકસ કરી રહ્યાં છે કે તેને ક્યાથી લાવીએ. વિકાસનો આધાર સ્કિલ મેનપાવર બનાવાનો છે, તે જરા પણ મોડું કર્યા વગર અધિક શક્તિ સાથે આગળ વધવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ સ્કિલ ડેવલોપમેન્ટમાં આવું કર્યું

પ્રધાનમંત્રીએ સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્ર કર્યું તો ખરું પણ કર્યું શું. સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રમાં નેતૃત્વ કરનારા આજે મારી સામે બેઠાં છે, અને તેઓ નિરાશ છે કારણ કે, ભારત તેમાં ઉદાસિન છે. મને હેરાની થઇ સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્ર માટે ભારત પાસે કોઇ વિઝનરી નથી, જે ધરતી પર વિશ્વકર્માનો જન્મ થયો હતો, વિશ્વ જગતના નિર્માણની નવી નીમ નાખી હતી, તેમની પાસે વિઝનની ખોટ છે. ભારતે આઉટસોર્સ કર્યું કે બહારના દેશો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. અને એક માત્ર કાગળ પર રહી ગયું.

કમિટી બનાવવાનું સ્કિલ અને ભંગ કરવાની સ્કિલ

ભારત સરકારે 2008માં મિનિસ્ટર સ્કિલ ડેવલોપમેન્ટ કાઉન્સિલ રચી નાખી પણ તેનાથી કઇ ના થયું, પછી સ્કિલ ડેવલોપમેન્ટ બોર્ડ બન્યુ પણ તેમાં પણ કંઇ થયું નથી. પૈસાનો ખર્ચ થયો પણ કંઇ થયું નહીં આપણે ત્યાં પૈસાના ખર્ચનું કામ ઝડપથી થાય છે. 2009માં નેશનલ સ્કિલ પોલીસી પણ કાગળ પર છે અને પછી તેઓ કમિટિ બનાવતા ગયા અને 2013મા નક્કી કર્યું કે આ બધી કમિટીથી કંઇ નહીં થાય ત્યારે તેમણે તેને ભંગ કરી નાખ્યો. તેમનામાં આ સ્કિલ છે કે તેઓ કમિટી બનાવે છે અને ભંગ કરે છે.

ગુજરાતના કૌશલ્ય વર્ધનને ફોલો કર્યું

તેમણે બાદમાં એક નવી નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ એજન્સી બનાવી તે પણ કંઇ કરી શકી નહીં, આખરે તેમણે કર્યું ગુજરાત શું કરી રહ્યું છે, 2008થી 2013 સુધી વિચારી શક્યા નહીં તે ગુજરાતે કોશલ્ય વર્ધન થકી કર્યું અને આખરે તેમણે કોમા ફુલસ્ટોપ સાથે ગુજરાતની સ્કીમને એડોપ્ટ કરી લીધી. જો આ કામ 2008માં કર્યું હોત તો ક્યાં પહોંચી જાત. ધાનમંત્રી વર્ષમાં એકવાર સારી પ્રેક્ટિસિસનો એવોર્ડ આપે છે. ગુજરાતના કૌશ્લય વર્ધનને દેશના ઉત્તમ કાર્ય તરીકે સ્વિકાર્યું છે. તેથી કમિટિ બનાવીને કામ માનવાની માનસિકતામાંથી બહાર આવીને કામ કરવાની જરૂર છે.

પંડીત દીનદયાળના સાત એમ

આજે પંડીત દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિ છે, તેઓ ગરીબ, હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમૂદાય અંગે હંમેશા બોલતા રહ્યાં છે. તેમણે સાત એમ અંગે જણાવ્યું છે. મેન, મશિન, મટિરિયલ, મની, મેનેજમેન્ટ, મોટીવ પાવર અને માર્કેટ. ત્યારે આપણે તેને સંગઠીત કરીને પૂર્ણ કરવાની જરૂર છે.

જ્યાં સ્કિલ મેનપાવર ત્યાં થશે વિકાસ

તેમણે વધુમાં કહ્યું કે, જ્યાં સ્કિલ મેનપાવર હશે ત્યાં વિકાસ થશે. તેથી જ્યાં સ્કિલ મેનપાવરને વધું મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યાં આપણને વિકાસ જોવા મળશે. આ પ્રોગ્રામ તમામ આઇટીઆઇમાં બ્રોડબેન્ડ થકી દર્શાવવામાં આવી રહ્યો છે, જેથી અહીંની ચર્ચાથી તેઓ પણ સંપૂર્ણપણે માહિતગાર થાય. કેટલીક હોસ્પિટલ્સમાં સારામાં સારી મશિન છે પરંતુ તેમની પાસે જોઇએ તેટલા પ્રકારમાં પેરા મેડિક સ્ટાફ નહીં હોવાના કારણે તેનો જોઇએ તેટલો ઉપયોગ થઇ શક્યો નથી.

સ્થાનિક લેવલે હોવી જોઇએ ટૂરિસ્ટ ગાઇડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ

મોદીએ ટૂરિસ્ટ ગાઇડ ટ્રેનિંગ ઇન્સિટ્યૂટ પર ભાર મુકતા કહ્યો કે, દેશના અનેક પ્રવાસન સ્થળો પણ દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ શું આ સ્થળોમાં ટૂરિસ્ટ ગાઇડ મળે છે ખરાં, શું ત્યાં ટૂરિસ્ટ ગાઇડ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ખરી, આપણે એ દિશામાં આગળ વધવાની જરૂર છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રમાં પણ છે, આપણી પાસે હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ હોવું જોઇએ જેથી કામ કરનારાઓને તેમના ઘરની નજીક કામ મળી રહે.

ઓસ્ટ્રેલિયા પાસે યંગ ઓસ્ટ્રેલિયન માટે નેશનલ સ્ટ્રેજી છે. જેના પર તેઓ છેલ્લા 20 વર્ષથી ફોકસ કરી રહ્યાં છે. જર્મની પણ જોબ ટ્રેનિંગ પર કામ કરી રહ્યું છે. જ્યારે આપણે ત્યાં 1961માં દાખલ કરવામાં આવેલો કાયદો છે અને તેમાં બદલાવ લાવવા માટે મે કેન્દ્રને અનેક વાર પત્ર લખ્યો છે, પરંતુ તેમને ખબર નથી કે પેપર ક્યાં ખોવાઇ ગયા છે.

આઇટીઆઇમાં આવ્યો બદલાવ

મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આઇટીઆઇમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. આ પહેલા આપણે આઇઆઇટી પર ગર્વ કરતા હતા, એ સારી બાબત છે, પરંતુ આપણે આઇટીઆઇ અંગે કંઇ વિચારતા નહોતા અને તેને જોઇએ તેટલું મહત્વ પણ નહોતા આપતા. જો તે દિશામાં કામ કરવામાં આવે તો આપણે મોટી સંખ્યામાં સ્કિલ મેનપાવર ઉભો કરી શકીએ છીએ તેનાથી પ્રોડક્ટિવિટી વધશે, સારું મેન્યુફેક્ચરિંગ થશે અને એક્સોપર્ટમાં પણ વધારો થશે. મને વિશ્વાસ છે કે, આ કાર્ય ઠગારું નહીં ની વડે. કેન્દ્ર ભલે રૂપિયાને મજબૂત કરવા માટે કંઇ ના કરે પરંતુ અહીં બેસેલા યુવાનો પોતાના સામાર્થ્ય અને કૌશલ્ય થકી નબળા રૂપિયાને મજબૂત બનાવી દેશે.

English summary
Narendra Modi at the inauguration of National Conference on Skill Development, Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more