મોદીએ કર્યું ટ્વિટ: 'વિકસિત ભારત માટે એક અવસર છે ચૂંટણી'

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું કે લોકસભા ચૂંટણી વિકસિત ભારતની આધારશિલા રાખવા માટેનો એક ઐતિહાસિક અવસર છે.

મોદીએ ભારત ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરાયા બાદ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે '2014ની ચૂંટણી વિકસિત ભારતની આધારશિલા રાખવા માટે ઐતિહાસિક અવસર બની રહેશે. હું આપ સૌને ભારત માટે મતદાન કરવા અને સાચા ઉમેદવારને ચૂંટવાની અપીલ કરું છું.'

મોદીએ જણાવ્યું કે 'ચૂંટણી બ્યૂગલ વાગી ગયું છે. ચૂંટણી કમિશન પંચને ચૂંટણી કરાવવા માટે શુભેચ્છાઓ અને લોકતંત્રના સૌથી મોટા મહોત્સવમાં ભાગ લેવા માટે જનતાને પણ અભિનંદન આપ્યા છે.' મોદીએ લગભગ 10 કરોડ નવા મતદાતાઓનું સ્વાગત કરતા તેમને 9 માર્ચના રોજ મતદાતા સૂચિમાં નામની તપાસ કરવાની માંગ કરી છે.

તેમણે જણાવ્યું, 'હું 10 કરોડ નવા મતદાતાનું વિશેષ રીતે સ્વાગત કરું છું. ભારતના લોકતાંત્રિક પરંપરાને યથાવત રાખવા અને મજબૂત બનાવવામાં આપને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે. 9 માર્ચના રોજ તમામ યોગ્ય મતદાતાઓને તેમનું રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવાની એક તક આપવા માટે ચૂંટણી પંચ પ્રત્યે આભાર પ્રગટ કરું છું. આ અવસરનો ઉપયોગ કરવામાં આવશે.'

તેમણે જણાવ્યું 'હું ભારતની જનતાથી દેશની ઉન્નતિના સપનાને સાકાર કરવા માટે ભાજપ નીત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનને બહુમત આપવા અને મિશન 272 પ્લસ પૂરુ કરવાની માંગ કરું છું.'

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે ચૂંટણી જીતવાની આશા વ્યક્ત કરી છે. છત્તીસગઢના પ્રવાસે ગયેલા રાજનાથે જણાવ્યું કે 'અમારું લક્ષ્ય 272 પ્લસ છે અને રેલિયોમાં જનતાથી મળી રહેલા સમર્થનથી અમે જીતને લઇને આશ્વસ્ત છીએ'

મોદીએ કર્યું ટ્વિટ

વિકસિત ભારત માટે એક અવસર છે ચૂંટણી

મોદીએ કર્યું ટ્વિટ

વિકસિત ભારત માટે એક અવસર છે ચૂંટણી

મોદીએ કર્યું ટ્વિટ

વિકસિત ભારત માટે એક અવસર છે ચૂંટણી

મોદીએ કર્યું ટ્વિટ

વિકસિત ભારત માટે એક અવસર છે ચૂંટણી

મોદીએ કર્યું ટ્વિટ

વિકસિત ભારત માટે એક અવસર છે ચૂંટણી

English summary
Narendra Modi best wishes to country and EC for next lok sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X