લખનઉથી નહીં, અમદાવાદથી ચૂંટણી લડી શકે છે મોદી

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 1 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 2014માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના લખનઉ અને વારાણસીના સ્થાને અમદાવાદથી ચૂંટણી લડી શકે છે.

ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી દ્વારા ગુજરાતના ગાંધીનગર સંસદીય બેઠકથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરાયા બાદ નરેન્દ્ર મોદી અમદાવાદ સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાનો વિચાર કરી રહ્યા છે.

આ પહેલા નરેન્દ્ર મોદી લખનઉ અને વારાણસીમાંથી કોઇ એક સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી હતી. સૂત્રોની માનીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન અને ભાજપાના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેઇની લખનઉ બેઠકથી ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા હતા.

narendra modi
જોકે હવે તેઓ અમદાવાદથી ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેઇ લખનઉ સંસદીય બેઠકથી 1991થી 2004ની વચ્ચે પાંચ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે.

બીજી બાજું, ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરિયાએ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઇ ગયા છે. આની સાથે અન્ય ઘણા નેતાઓ આપના સંપર્કમાં છે, જેઓ આપનો હાથ પકડવાના ફીરાકમાં છે.

English summary
Narendra Modi can be fight lok sabha poll 2014 from Ahmedabad : Sources

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.