For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનની દોડમાં ગુજરાતને ભૂલી રહ્યાં છે મોદી: રાજ બબ્બર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાજકોટ, 22 ડિસેમ્બર: કોંગ્રેસના નેતા રાજ બબ્બરને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આજે આરોપ લગાવ્યો છે કે દેશના વડાપ્રધાન બનવાની દોડમાં પોતાના રાજ્યના લોકોને 'નજર અંદાજ' કરી રહ્યાં છે.

રાજ બબ્બરે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની ઉતાવળમાં છે અને તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરવાનું પોતાનું કર્તવ્ય ભુલાવી દિધું છે.' તે સ્ટ્રાઇવ ફોર એમિનેન્સ એડ ઇમ્પાવર દ્વારા અલ્પસંખ્યક સમુદાય પર આયોજિત 14મી રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધિત કરી રહ્યાં હતા.

raj-modi

અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બરે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી વડાપ્રધાનની મહત્વાકાંક્ષાના લીધે પહેલાંથી ખૂબ વ્યસ્ત છે. તેના લીધે તે ગુજરાતના લોકો અને રાજ્યના અલ્પસંખ્યક સમુદાયને નજરઅંદાજ કરી રહ્યાં છે.' રાજ્ય એકમના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી સરકાર લોકોના કલ્યાણના માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરૂ પાડવામાં આવેલા ફંડનો ઉપયોગ કરી રહી નથી.

તેમને કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓનું વિશેષ ધ્યાન રાખી રહ્યાં છે પરંતુ ગુજરાતમાં અલ્પસંખ્યક સમુદાયના લોકોની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યાં છે.

English summary
Congress leader Raj Babbar today accused Gujarat Chief Minister Narendra Modi of "ignoring" people of his state, including minorities, in his rush to become prime minister of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X