લાલ લાઇટની ઝટકણી, સીએમથી લઇને મંત્રી સુધી

Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે કરેલા આદેશ બાદ આજે ધરમપુરના ગામે આજે લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા બાદ વિજય રૂપાણી જાતેજ પોતાની કાર પરથી લાલ લાઈટ કાઢી હતી. વડા પ્રધાન સહીત મંત્રીઓ સેક્રેટરી અને ચેરમેન ફાળવાયેલા વાહનો પરથી કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત લાલ લાઈટ કાઢવાની જાહેરાત કરી હતી. જેમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહીત કેબીનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ લાલ લાઈટ કાઢી નાખી હતી સરકારના ઉચ્ચ અધિકારીઓએ પોતાની સરકારી ગાડીઓ પરથી લાલ લાઈટ દૂર કરી હતી કેટલીક ગાડીઓ પરથી લાલ લાઈટ ન નીકળતા GST સ્ટેશન ખાતે મોકલી અપાઈ હતી. વડા પ્રધાનના નિર્ણયને રાજ્યના મંત્રીઓ દ્વારા આ નિયમને આવકારવામાં આવ્યો હતો.

vijay rupani
radadiay

મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પછી કેબિનેટ મંત્રી જયેશ રદડિયાએ પણ લાલ લાઇટ જાતે જ નીકાળી હતી. નોંધનીય છે કે સરકારી નેતાઓ દ્વારા લાલ બત્તીને દૂર કરવાના આ નિર્ણયને સામાન્ય લોકોએ પણ બિરદાવ્યું છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે સરકારી બાબુની લાલ લાઇટ દૂર થવાનું શું પ્રજાના ટ્રાફિક સમસ્યાનો કોઇ રીતે નિરાકરણ આવે છે કે નહીં. ત્યારે સીએમ વિજય રૂપાણી તેમના સોશ્યલ મીડિયા પર જે વીડિયો મૂક્યા છે તે જુઓ અહીં...

English summary
Modi Govt's ending Lal Batti culture, CM Rupani and other leaders follow the same. See here photos.
Please Wait while comments are loading...