ગૌરવ યાત્રામાં ભાગ લેવા આજે પીએમ મોદી આવશે ગુજરાત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી કોઇ પણ પ્રકારની કસર બાકી ના રહે તે માટે બનતા પ્રયાસો ભાજપ દ્વારા લેવામાં આવી રહ્યા છે. અને આ જ અંતર્ગત ભાજપની ગૌરવ યાત્રાના સમાપન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સમેત અનેક નેતાઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનો 17મી ઓક્ટોબરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. અને તે ખાલી આજે જ ગુજરાતની યાત્રામાં હાજર રહેશે જ્યાં તે ગુજરાતની ગૌરવ યાત્રાનું સમાપન કરશે અને જનસંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક જ સપ્તાહમાં બીજી વાર નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

modi

ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યા જેવા પીએમ નરેન્દ્ર મોદી એરફોર્સના વિમાનથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. અને ત્યાંથી તે સીધા ભાટ ગામ જશે. ભાટ ગામે તે ભાજપના કાર્યકરોને સંબોધશે અને સાંજે દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે ભાટ ગામે તે ગુજરાતમાં 15 દિવસથી ચાલતી ગૌરવ યાત્રાનું સમાપન કરશે. આ યાત્રાએ 15 દિવસમાં વિધાનસભાની 149 બેઠકોને આવરી છે. વધુમાં તેવી પણ અટકળો પણ ચાલી રહી છે દિવાળી પછી એટલે કે લાભપાંચમ આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થશે. તે પછી આચાર સહિંતા લાગશે. આમ જોવા જઇએ તો તારીખો જાહેર થતા પહેલા પીએમ મોદીની છેલ્લી યાત્રા હશે.

English summary
PM Modi to attend Gujarat Gaurav Yatra Amit Shah will also take part. PM To address the people in this event.
Please Wait while comments are loading...