For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટમાં મોદીનું પ્રેરક ઉદ્દબોધન

By Super
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 સપ્ટેમ્બરઃ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ-2013નો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવ્યો. દુનિયાના 14 દેશો અને દેશના 23 રાજ્યો ભાગીદાર થયા છે. આ સમિટનો પ્રારંભ કરતા નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને ખેતી સંબંધે માહિતીસભર ભાષણ કર્યું હતું. તેમણે ખેતીમાં મોર્ડનાઇઝેશન કેવી રીતે લાવી શકાય તે દિશામાં અને દેશમાં કૃષિ ક્ષેત્રને કેવી રીતે મજબૂત કરી શકાય તે દિશામાં પોતાના સૂચનો વ્યક્ત કર્યા હતા. આ સમયે મોદીએ કહ્યું કે, હું મારું ભાષણ શરૂ કરું તેના પહેલા એક નાની ફિલ્મ દર્શાવવા માંગું છું. આ દેશના કિસાન પુત્ર લોહ પુરુષ સરદાર પટેલનુ એક ભવ્ય સ્મારક બનાવવાની યોજનામાં મને આખા દેશના સાથ અને સહકારની અપેક્ષા છે.

મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, ખેતીને લઇને ગુજરાતે એક મંત્ર પર અમલ કર્યું છે, ‘પર ડ્રોપ મોર ક્રોપ પર કામ'. પાણીની એક બુંદથી ખેતી. પાણીની એક બુંદનો મહાત્મ્ય સમજીને વધુ પાક કેવી રીતે પેદા કરી શકાય એ મંત્રને આગળ લઇને ચાલી રહ્યાં છીએ. એવી જ રીતે જે રાજ્યએ કૃષિમાં પાણીનું મહત્વને સમજ્યું છે, તેને સફળતાં મળી છે. આજે પાણીના પ્રભાવઅને અભાવથી કૃષિ બચે તે અંગે સમજીને પર ડ્રોપ મોર ક્રોપની પદ્ધતિ અપનાવવી અનિવાર્ય બની છે.

narendra-modi
ગુજરાત 1960માં અલગ રાજ્ય બન્યું તેની અત્યારસુધીની યાત્રા અંગે વાત કરવામાં આવે તો ગુજરાતમાં માત્ર 12 હજાર હેક્ટર ભૂમિમાં માઇક્રો ઇલીગેશનનો પ્રબંધ થયો હતો. અમે છેલ્લા એક દશકામાં આ સ્થિતિને બદલી છે અને આજે અંદાજે નવ લાખ હેક્ટરમાં આ માઇક્રો ઇલીગેશનનો પ્રબંધ કરાયો છે. તેના કારણે પાણી અને મહેનત બચી છે અને પાક સારા થઇ રહ્યાં છે. ખેડૂતોને લાગ્યું છે કે, આપણી પૌરાણિક ખેતી પદ્ધતિની સાથે વૈજ્ઞાનિક ખેતી કરવાની દિશામાં પણ આગળ વધવું જરૂરી છે, એ સમયની માંગ છે. આજે જમીન ટૂંકી થઇ રહી છે, પરિવારનો વિસ્તાર થઇ રહ્યો છે. પરિવાર વધવાના કારણે જમીન ઘટી છે, તેથી ઓછી જમીનમાં વધારે પાક પેદા કરવાનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે.

આ સાથે જ જમીનની રક્ષા પણ ભારત દેશનો મુદ્દો છે, જમીનના રક્ષણની વાત આવે છે ત્યારે તેના ક્ષેત્રપળના રક્ષણનો ઉલ્લેખ થાય છે, પરંતુ એ ખરા અર્થમાં જમીનની રક્ષા નથી, જમીનની રક્ષા કરવી છે તો જમીનના સ્વાસ્થ્ય અંગે પણ જોવું પડે છે, અનેક પ્રકાર પેસ્ટ્રૂસાઇઝ નાખીને આપણી ફળદ્રુપ જમીન પર તેની વિપરીત અસર તો નથી થઇ રહીને. તે અંગેની ચિંતા કરવાની પણ જરૂર છે. ગુજરાતે આ દિશામાં એક પ્રયોગ કર્યો. જેની આખા દેશમાં ચર્ચા થઇ છે અમે જમીન હેલ્થ કાર્ડ શરૂ કર્યા છે.

આપણે આ સાથે આપણા ખેડૂતોની વિચારસરણીને પણ ગ્લોબલ બનાવવી પડશે. ગલ્ફ કન્ટ્રીમાં ખજૂરની ખેતી થાય છે અને આતંરરાષ્ટ્રીય બજારમાં તે ઘણી વેચાય છે, પરંતુ આપણા કચ્છના ખેડૂતોએ જોર લગાવ્યું. એ દિશામાં કામ કર્યું, જેના પરિણામ સ્વરૂપે આજે ગલ્ફ કન્ટ્રીમાંથી ખજૂર માર્કેટમાં આવે છે, તેના કરતા વહેલી ખજૂર ગુજરાતની માર્કેટમાં આવી રહી છે, જેનાથી ફાયદો પણ થયો છે. આજે આપણે સહજ રીતે આઇટી, ઇ ગવર્નન્સનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં લાવવો જોઇએ અને ખેડૂતોને એ પ્રત્યે અવગત કરાવવા જોઇએ. આપણા યુવાનો ખેડૂતો મોબાઇલ ફોનથી પણ વિશ્વના કૃષિ પ્રવાહને જાણી શકે છે

મોદીએ બેન્કિંગ અને ખેડૂતોના દેવા અંગે જણાવ્યું કે, એ ઘણું દુઃખદ છે કે આપણી કેન્દ્ર સરકાર બેન્કિંગ અંગે ઘણું બધું કહીં રહી છે, પરંતુ ઘણા ઓછા ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. આજે હિન્દુસ્તાનમાં માત્ર ત્રીસ ટકાથી પણ ઓછા ખેડૂતો છે, કે જેમને બેન્કમાંથી લોન મળે છે, બાકીના બધાને રીઝન દેવું લેવું પડે છે અને તેના કારણે ખેડૂતોની આત્મ હત્યાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ખેડૂતોને પાકમા નુક્સાન જાય છે અને તે આ રીઝન દેવું ભરી શકતા નથી અને રીઝન દેવામાં ડુબવાં કરતા તેઓ આત્મહત્યા કરવાનું વિચારે છે, આવા સમયે આપણે ખેડૂતોને બેન્કિંગ સેટ અપ અંગે સમજાવવાની જરૂર છે. જો કે, તેની પ્રોસેસ ઘણી કોમ્પ્લીકેટેડ છે. અને તે ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે, ત્યારે શા માટે આપણે આ પ્રોસેસને સામાન્ય બનાવીને ખેડૂતોને વિશ્વાસ ના અપાવી શકીએ.

જ્યાં સુધી આપણે ખેડૂત સેન્ટરિંગ નહીં બનાવીએ ત્યાં સુધી આપણા ખેડૂતો મરતા રહેશે. આપણા દેશે આ તમામ પ્રશ્નો શોધવા પડશે. ખેડૂતોને કુદરતના સહારે જીવવા માટે મજબૂર ના કરી શકીએ. આપણે ત્યાં પરિવાર હોલ્ડિંગ ઓછું થઇ રહ્યું છે, ત્યારે આ સમસ્યાના સમાધાનનો ઉપાય પ્રોડક્ટિવિટી છે. આપણે પ્રોડક્ટિવિટીના ઘણા પાછળ છીએ. શું આપણી પાસે ટેલેન્ટ, રિસર્ચ સ્કોલર કે કૃષિ યુનિવર્સિટી નથી, છે. તેમ છતાં આપણે પાછળ છીએ. તેનું કારણ શું છે. આપણી પાસે આટલી જમીન છે, તો પછી આપણે તે અનુસાર પાકનું ઉત્પાદન કેમ નથી કરી શકતા તે દિશામાં વિચારવાની જરૂર છે.

ઘંઉની ખેતીની વાત કરવામાં આવે તો ભારતમાં એક હેક્ટરમાં 3 ટન ઘંઉ પેદા થાય છે, જ્યારે નેધરલેન્ડમાં એક હેક્ટરમાં નવ ટન ઘંઉનુ ઉત્પાદન કરવામાં આવે છે. શરેડીની વાત કરીએ તો ભારતમાં એક હેક્ટરમાં 66 ટન શેરડીનું ઉત્પાદન થાય છે જ્યારે પેરુ જેવા નાના દેશમાં એક હેક્ટરમાં 125 ટન શરેડીનુ ઉત્પાદન કરવામાં આવે છે, જે આપણા કરતા અંદાજે ડબલ છે.

કેળાની વાત કરવામાં આવે તો આપણા દેશમાં એક હેક્ટરમાં 38 ટન કેળાની ખેતી થાય છે, જ્યારે ઇન્ડોનેશિયામાં એક હેક્ટરમાં 66 ટન કેળાનુ ઉત્પાદન કરવામાં આવે છે. કેળાની દિશામાં અમે અમારા આદિવાસી ખેડૂતોને ફિલિપાઇન્સ સાથે જોડ્યા છે. ફિલિપાઇન્સમાં તેમણે કેટલીક ટ્રેનિંગ લીધી અને ત્યાંની ટેક્નિકને જાણી અને તેમની સાથેની ભાગીદારીથી આજે તેઓ કેળાની ખેતીની દિશામાં કામ કરી રહ્યાં છે અને તેમની ખેતીમાં સુધારો આવ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીં મુકવામાં આવ્યું છે, અહી પ્રદર્શનીમાં જે કેળાની લૂમ મુકવામાં આવી છે તે, 57 કીલોની છે.

આજે દેશ ડુંગળીને લઇને રોવે છે, પહેલા એવું હતું કે ડુંગળી રડાવતી હતી પરંતુ આજે ડુંગળી વગર દેશ રડી રહ્યો છે. ડુંગળીની વાત કરવામાં આવે તો આપણા દેશમાં 1 હેક્ટરમાં 17 ટન ડુંગળી ઉગે છે, જ્યારે આયરલેન્ડની વાત કરવામાં આવે તો એક હેક્ટરમાં 67 ટન ડુંગળી ઉગાડવામાં આવે છે.

પશુધનની વાત કરવામાં આવે તો આપણી પાસે જેટલી પશુની સંખ્યા છે, તેની સરખામણીએ દૂધનું ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. જો આપણે પરિવાર અને ઇકોનોમીકલી વાઇરલ બનાવવું છે તો, આપણા પશુ કેટલું દૂધ આપે છે તે અંગે વિચારવું જરૂરી છે. આપણી પાસે કેટલા પશુ છે તે દિશામાં નહીં પરંતુ જેટલા પશુ છે તે કેટલું દૂધ આપે છે, તે અંગે વિચારવાની જરૂર છે.

જ્યાં સુધી આપણે આ વાતો પર ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી આપણે પરિવર્તન નહીં લાવી શકીએ. દેશની શું જરૂર છે, તે અંગે સંશોધન કરવાની જરૂર છે. છેલ્લા 60 વર્ષમાં પલ્સીસના ક્ષેત્રમાં કે જે આપણું પોષ્ટિક તેમાં કોઇ નવી રીસર્ચ નથી થયું. પલ્સીસની પ્રોડક્ટિવિટી કેવી રીતે વધે અને પ્રોટિન કેવી રીતે વધે તે દિશામાં આગળ વધીએ તો ન્યૂટ્રીશન સામેની સમસ્યાનું સમાધાન આવી કરી શકે છે.

તેમણે વધુંમાં કહ્યું કે,આ જે આપણા ખેડૂતો ખેતીને છોડી રહ્યાં છે, વિચારો કે ભવિષ્યમાં કેવી સ્થિતિનું નિર્માણ થશે. જે રીતે બેન્કિંગમાં રીફોર્મ્સની જરૂર છે, તેવી જ રીતે જમીન મેઝરમેન્ટમાં પણ રીફોર્મ્સની જરૂર છે, પરંતુ એ છેલ્લે તોટર મલના સમયમાં થયું હતું, એટલે કે તે 30 વર્ષમાં માત્ર એક જ વાર થયું છે. તેવી જ રીતે આપણા દેશમાં રીઅલ ટાઇમ પ્રોડક્શન અંગેનો મેપ પણ નથી. અન્ય એક બાબત પર વાત કરતા મોદીએ કહ્યું કે. કમિટિએ એક ગોલ તૈયાર કરવો પડે છે. મે એ કર્યું હતું અને 2.5 વર્ષ પહેલા એ રીપોર્ટ રજૂ પણ કર્યો હતો. મે વડાપ્રધાનને પૂછ્યું કે શું થયું એ દિશામાં તો તેમણે કહ્યું કે, અમે તે કરી રહ્યાં છીએ, પરંતુ હજુ સુધી એ થયું નથી. મે તેમને અનેક બાબતોમાં સૂચનો આપ્યા છે.

English summary
Narendra Modi to inaugurate the Vibrant Gujarat Global Agriculture Summit 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X