For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની સુરક્ષાવાન લીમડી પાસે કૂવામાં પડી, 10નાં મોત

|
Google Oneindia Gujarati News

narendra-modi
દાહોદ, 14 ડિસેમ્બર : આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજી તબક્કાના ચૂંટણી પ્રચાર માટેની સભાને દાહોદમાં સંબોધીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષાવાન ઝાલોદના સાપોઇ ગામ પાસે કૂવામાં જઇ પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષાવાનમાં ડ્રાઇવર, મહિલા કોન્સ્ટેબલ્સ અને પુરુષ કોન્સ્ટેબલ્સ હતા. સવારે દાહોદથી પરત ફરતા સમયે જ્યારે સુરક્ષાવાન લીમડી પાસે પહોંચી હતી ત્યારે ડ્રાઇવરને હાર્ટએટેક આવ્યો હતો. જેના કારણે વાન પરનું બેલેન્સ તેમણે ગુમાવ્યું હતું. આ કારણે આખી વાન રોડ પાસે આવેલા કૂવામાં જઇને પડી હતી. કૂવો ભરેલો હતો.

આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક 108 આવી ગઇ હતી. તમામને નાની મોટી ઇજા પહોંચી હતી. કોન્લ્ટેબલમાંથી 12ને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવેલા સાપોઇ ગામ પાસે બની હતી. આ દુર્ઘટનામાં 6 મહિલાઓ અને 4 પુરુષોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી દરરોજ સવારે સાંજથી ગુજરાતના બીજા તબક્કાની વિવિધ બેઠકોમાં રૂબરૂ જઇને જાહેર સભાને સંતોષી રહ્યા છે અને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. તેમના અતિ વ્યસ્ત કાર્યક્રમોને કારણે તેમની સાથેનો કાફલો પણ દરેક જગ્યાએ તેમની સાથે રહે છે.

English summary
Modi's security van fall in well near Sapoi, 10 died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X