For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગીરના સિંહને બિહારના લોકોનું પ્રણામ', ચાય પે ચર્ચાને અદભૂત પ્રતિસાદ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 13 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચાની કીટલી પર બેસતા નાગરિકો સાથે સીધો સંવાદ કરવા ‘ચાય પે ચર્ચા' કાર્યક્રમનું બુધવારે લોન્ચિંગ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મોદી બુધવારે રાજ્યના 22 શહેર અને દેશના 300 શહેરના 1 હજાર જેટલા સ્થળો પર એક સાથે ડીટીએચ, સેટેલાઇટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક લાખથી પણ વધારે લોકો સાથે સંવાદ કર્યો હતો.

મોદીનો લોકો સાથે ચર્ચા કરવાનો આ નવતર પ્રયોગ ખૂબ જ કારગર સાબિત થયો હતો અને તેને ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો. નરેન્દ્ર મોદી અમદવાદની કીટલી પર બેસીને દેશના લોકો સાથે ચા પીતાપીતા ચર્ચા કરી અને તેમના અવનવા સવાલોના જવાબો પણ આપ્યા.

મોદીએ શરૂઆતમાં જણાવ્યું કે આપણા દેશમાં ચાનું વિશેષ મહત્વ છે. ચાની સાથે ફૂટપાથ પાર્લામેન્ટ થાય છે. ચાની ચૂચકી લેતા લેતા લોકો દેશ-દુનિયાની ચર્ચા કરવા લાગે છે. એક રીતે ચાની ચોપાટ પર લોકસભા સર્જાય છે. નરેન્દ્ર મોદીએ આ ચર્ચાનું આયોજન કરવા માટે સૌનો આભાર માન્યો અને ખાસ કરીને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કર્યો જેના થકી આ ચર્ચા અન્ય રાજ્યોના શહેરોના લોકો સાથે પણ સંભવ બની છે.

નરેન્દ્ર મોદી સાથે બિહારથી જોડાયેલા કેટલાંક નાગરિકોએ જણાવ્યું હતું કે 'ગીરના સિંહને બિહારના લોકોના નમસ્કાર, મોદીજી બિહારમાં બેરોજગારી વધારે છે, અહીં લોકો ગરીબ છે, અહીં વીજળી અને પાણી સમસ્યા છે, તમે વડાપ્રધાન બની જાવ બાદમાં અમારા બિહારનો પણ વિકાસ કરી દેશો.' નરેન્દ્ર મોદીએ તેમના સવાલનો જવાબ આપતા જણાવ્યું કે આપની વાત સાચી છે. બિહારમાં છેલ્લા પંદર વર્ષથી જે કુશાસન છે તેના કારણે તમારે આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે બિહારના લોકોમાં અદભૂત ટેલેન્ટ છે, મોટાભાગના આઇપીએસ, આઇએએસ અધિકારીઓ બિહારથી આવે છે. બોલિવૂડ અને ટેલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગના એન્કર અને કલાકારો બિહારમાંથી આવે છે. બિહારના લોકો પાસે ટેલેન્ટ છે પરંતુ ત્યાંની સરકાર તેમને એક તક નથી આપી રહી.

નરેન્દ્ર મોદીની 'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ, જુઓ તસવીરો અને વીડિયોમાં....

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચાની કીટલી પર બેસતા નાગરિકો સાથે સીધો સંવાદ કરવા ‘ચાય પે ચર્ચા' કાર્યક્રમનું બુધવારે લોન્ચિંગ કર્યું હતું.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

‘ચાય પે ચર્ચા'ના પ્રથમ પ્રયોગમાં ‘સુશાસન'ના વિષય ઉપર ભારતના વિવિધ શહેરો-ગામોમાંથી પૂછાયેલા સામાન્ય જનના સવાલોના માર્ગદર્શક ઉત્તરો શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપ્યા હતા.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

સવાસો કરોડ દેશવાસીઓમાં પાોતાની જ ચૂંટાયેલી સરકાર ઉપર જનતાનો ભરોસો ઉઠી જાય તો તે લોકતંત્ર સામે મોટું સંકટ છે. શરીર બહારથી ગમે તેવું તંદુરસ્તી દેખાતું હોય પણ એકવાર તેને ડાયાબિટીસનો રોગ પ્રવેશે તો અનેક બિમારીનો શિકાર બની જાય છે અને કુશાસનમાં આ પ્રકારની વિકૃતિઓ પ્રવેશી ગયા પછી દેશને બરબાદી તરફ લઇ જાય છે.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

આ કાર્યક્રમ અંતર્ગત મોદી બુધવારે રાજ્યના 22 શહેર અને દેશના 300 શહેરના 1 હજાર જેટલા સ્થળો પર એક સાથે ડીટીએચ, સેટેલાઇટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક લાખથી પણ વધારે લોકો સાથે સંવાદ કર્યો હતો.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકતંત્રમાં શાસન ઉપરથી જનતાનો ભરોસો તૂટી જવાની વર્તમાન સ્થિતિને ગંભીર સંકટ ગણાવતા જણાવ્યું કે લોકશાહીમાં જનતાનો ભરોસો પૂનઃસ્થાપિત કરવા માટે સુશાસનની અનુભુતિનો સાક્ષાત્કાર કરાવવા તેઓ પ્રતિબધ્ધા છે.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

મોદીનો લોકો સાથે ચર્ચા કરવાનો આ નવતર પ્રયોગ ખૂબ જ કારગર સાબિત થયો હતો અને તેને ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

નરેન્દ્ર મોદી અમદવાદની કીટલી પર બેસીને દેશના લોકો સાથે ચા પીતાપીતા ચર્ચા કરી અને તેમના અવનવા સવાલોના જવાબો પણ આપ્યા.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

મોદીએ શરૂઆતમાં જણાવ્યું કે આપણા દેશમાં ચાનું વિશેષ મહત્વ છે. ચાની સાથે ફૂટપાથ પાર્લામેન્ટ થાય છે. ચાની ચૂચકી લેતા લેતા લોકો દેશ-દુનિયાની ચર્ચા કરવા લાગે છે.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

એક રીતે ચાની ચોપાટ પર લોકસભા સર્જાય છે. નરેન્દ્ર મોદીએ આ ચર્ચાનું આયોજન કરવા માટે સૌનો આભાર માન્યો અને ખાસ કરીને ટેકનોલોજીનો પણ આભાર વ્યક્ત કર્યો જેના થકી આ ચર્ચા અન્ય રાજ્યોના શહેરોના લોકો સાથે પણ સંભવ બની છે.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

નરેન્દ્ર મોદી સાથે બિહારથી જોડાયેલા કેટલાંક નાગરિકોએ જણાવ્યું હતું કે 'ગીરના સિંહને બિહારના લોકોના નમસ્કાર, મોદીજી બિહારમાં બેરોજગારી વધારે છે, અહીં લોકો ગરીબ છે, અહીં વીજળી અને પાણી સમસ્યા છે, તમે વડાપ્રધાન બની જાવ બાદમાં અમારા બિહારનો પણ વિકાસ કરી દેશો.' નરેન્દ્ર મોદીએ તેમના સવાલનો જવાબ આપતા જણાવ્યું કે આપની વાત સાચી છે.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

બિહારમાં છેલ્લા પંદર વર્ષથી જે કુશાસન છે તેના કારણે તમારે આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે બિહારના લોકોમાં અદભૂત ટેલેન્ટ છે, મોટાભાગના આઇપીએસ, આઇએએસ અધિકારીઓ બિહારથી આવે છે. બોલિવૂડ અને ટેલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગના એન્કર અને કલાકારો બિહારમાંથી આવે છે. બિહારના લોકો પાસે ટેલેન્ટ છે પરંતુ ત્યાંની સરકાર તેમને એક તક નથી આપી રહી.

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ

'ચાય પે ચર્ચા'ને અદભૂત પ્રતિસાદ, જુઓ વીડિયો...

English summary
Chai Pe Charcha held in several locations across India. Narendra Modi shares his vision on good governance during inaugural Chai Pe Charcha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X