ગુજરાતની એક સીટ પરથી કિસ્મત અજમાવશે મોદી
ગાંધીનગર, 14 માર્ચ: ભાજપની ગુજરાત એકમે ગુરૂવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યની એક સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં કોઇ બીજી લોકસભા સીટ પરથી તેમને મેદાનમાં ઉતારવાની સંભાવનાને નકારી કાઢવામાં આવી છે.
પ્રદેશ ભાજપ મહાસચિવ વિજય રૂપાણીએ અહીં સંવાદદાતાઓને કહ્યું હતું કે હું નિશ્વિતરૂપથી કહી શકું છું કે મોદીજી ગુજરાતની એક સીટ પરથી ચૂંટણી લડશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાંથી કોઇ લોકસભા વિસ્તારમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી લડવા માટે આમંત્રિત કરવાની પૂરજોશમાં માંગ છે. અમારી પાર્ટી કાર્યકર્તા ઇચ્છે છે કે તેમણે ગુજરાતથી લડવું જોઇએ.

તેમણે કહ્યું હતું કે ગત ચાર દિવસોમાં અમારા (રાજ્ય ભાજપ)ની સંદદીય બોર્ડની બેઠક યોજાઇ હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતની એક સીટ પરથી મેદાનમાં ઉતરશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર કઇ સીટ પરથી ચૂંટણી લડશે. પૂછવામાં આવ્યું હતું કે શું નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી કિસ્મત અજમાવશે તો ભાજપના નેતાએ કહ્યું હતું કે મને સીટ અંગે કોઇ જાણકારી નથી પરંતુ અમારું કેન્દ્રિય સંસદીય બોર્ડ આ અંગે નિર્ણય લેશે.
જો કે નરેન્દ્ર મોદી હાલ કેન્દ્રિય બોર્ડ અને કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે. ભાજપની ગુજરાત એકમની સંસદીય બોર્ડે રવિવારે, મંગળવારે નરેન્દ્ર મોદીની હાજરીમાં તેમના ઘરે ચર્ચા કરી હતી.
પ્રદેશ ભાજપ પ્રવક્તા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે અમારું સંસદીય બોર્ડ ફરી એકવાર બેઠક કરી 26 લોકસભાની સીટો માટે ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપી શકે છે.












Click it and Unblock the Notifications
