રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની માનગઢને રાષ્ટ્રીય સ્મારક બનાવાની માગ

પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે વિધાનસભાનીં ચૂંટણી પહેલા વિવિધ જિલ્લાઓમાં વિક્સાકામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કામો કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી માનગઢમાં આદિવાસીઓની જનસભાને સંબોધીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૌર

પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે વિધાનસભાનીં ચૂંટણી પહેલા વિવિધ જિલ્લાઓમાં વિક્સાકામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કામો કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી માનગઢમાં આદિવાસીઓની જનસભાને સંબોધીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૌરવ ગાથા કાર્યક્રમમાં ભાગ લેશે. એવું પણ માનવામાં આવી રહ્યુ છે. માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે. માનગઢ પહાલી ભીલ સમુદાય અને રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની જનજાતીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. માનગઢમાં થનાર કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સિવય રાજ્યપાલ કલારાજ મિશ્રા, મુખ્યમંત્રી અશોક ગહેલોત, ગુજરાતના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાન પણ હાજર રહેશે.

NARMADA MODI

ત્રાણ રાજ્યના આદિવાસી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરશે

રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની સાથે જનજાતીઓ માટે મહત્વ ધરાવતા જનજાતિઓને આકર્ષવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાને મહત્વનો માનવામાં આવે છે. આગામી વર્ષે ગુજરાત સિવાય આ બંને રાજ્યોમાં પણ ચૂંટણી છે. માનવામાં આવે છે કે, મોદી માનગઢને લઇને મોટી જાહેરાત કરી શકે છે. સીએમ અશોક ગેહલોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેરાત કરવાની માંગ કરશે.

રાજસ્થાનમાં આદિવાસી મતદાતા મોટી તાકાત છે

રાજસ્થાનમાં આદિવાસી મતદાતા મોટી રાજનીતિક તાકાત છે. પ્રદેશના 8 જિલ્લા બાસવાડા, ડંગરપુર, ચિતૌડગઢ, ઉદયપુર, રાજસ્થાન, સિરોહી, પ્રતાપગાઢ અને પાલી આદિવાસી વિસ્તાર છે. અંહી 37 વિધાનસભા બેઠક છે. 37 માથી 21 સીટ ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે 11 અને 3 અપક્ષ ઉમેદવાર પાસે છે બીટીપીના બે ધારાસભ્યો છે. રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠક છે. જેમાથી 71 પર ભાજપનો કબ્જો છે. જનજાતી ક્ષેત્રમાં બીટીપીનો પ્રભાવ ભાજપ અને કૉંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. જેથી બંને નેતા જનજાતી મતોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે.

જલિયાવાળા બાગ કરતા પણ મોટો હત્યાકાંડ થયો હતો માનગઢમાં

સ્વતંત્ર સંગ્રામ દરમિયાન 17 નવેમ્બર 1913 માં ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ડોઢ લાખથી વધારે લોકોએ માનગઢ હિલ્સમાં રેલી કરી હતી. આ સભા પર અંગ્રેજોએ ગોળિઓ વરસાવી હતી. જેમા માનગઢ નરસંહાર થયો હતો. જ્યાં લગભગ પંદર સૌ આદિવાસી શહીદ થયા હતા. જેને જલિયાવાળા બાગ હત્યાકાંડ કરતા પણ વધારે મોટો માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X