For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી જિલ્લાના વકિલો ઝૂલતા પૂલના આરોપીઓના કેસ નહીં લડે!

મોરબીના ઝૂલતા પુરની દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 50થી વધુ બાળકોના મોત થયા છે. આ સિવાય મોટી સંખ્યામાં વૃદ્ધો અને મહિલાઓ મોતને ભેટી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મોરબી : મોરબીના ઝૂલતા પુરની દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 50થી વધુ બાળકોના મોત થયા છે. આ સિવાય મોટી સંખ્યામાં વૃદ્ધો અને મહિલાઓ મોતને ભેટી છે. આ ઘટનાને લઈને પુરા દેશમાં શોકનો માહોલ છે ત્યારે હવે મોરબી બાર એસોસિયેશને મોટો નિર્ણય કર્યો છે.

morbi bridge collapse

મોરબીની દુર્ઘટનામાં પોલીસે અત્યારસુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે અને હજુ કાર્યવાહી ચાલી રહી છે. એક તરફ પોલીસ કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ મોરબી બાર એસોસિએશને મોટી જાહેરાત કરી છે. મોરબી બાર એસોસિએશને જાહેરાત કરી છે કે, ઝૂલતો પુલ તુડવા માટે જવાબદાર આરોપીઓના કેસ મોરબી જિલ્લાના કોઈ પણ વકિલ નહીં લડે.

અહીં તમને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત કરી પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. આ સિવાય પીએમ મોદીએ પીડિતોની મુલાકાત લઈને હાલચાલ પુછ્યા હતા.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, મૃતકો અને ઘાયલો માટે રાજ્ય અને કેન્દ્ર બન્ને સરકારોએ મદદની જાહેરાત કરી છે. સરકાર તાત્કાલિક ધોરણે સહાય આપવા માટે પગલા ભરી રહી છે.

English summary
Morbi Bar Association will not fight the cases of the accused in the pool accident!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X