મોરબીમાં EVMની કામગીરીનો વીડિયો થયો વાઇરલ
મોરબીમાં વોટ આપતો એક વીડિયો વાયરલ થતા વિવાદ વધ્યો હતો. ચૂંટણી પંચે પણ તેની તપાસ અંગે વાત કરી હતી વધુ જાણો અહીં
આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મોરબીમાં એવી ઘટના સામે આવી હતી. જેનાથી ચૂંટણીપંચ હરકતમાં આવી ગયુ હતુ. એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા પછી મનાઇ રહ્યું છે કે તે મોરબીનો વીડિયો છે. જેમાં કોઈ વ્યક્તિએ સમગ્ર વોટિંગ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરી છે. જેમાં વ્યક્તિ કોંગ્રેસના ઉમેદવારને મત આપે છે અને વીવીપેટમાં તે વ્યક્તિનું નામ અને ચૂંટણી ચિહ્ન પણ જોવા મળે છે.

મતાધિકાર ઘણો અંગત છે તે જાહેર કરી શકાતો નથી. આથી આ રીતે વીડિયો વાઇરલ થતા ચૂંટણી તંત્ર દોડતું થયુ છે. જોકે ચૂંટણી અધિકારીએ બપોરે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ખાતરી આપી તી કે જ્યાંથી પણ વાંધાજનક સૂચનાઓ મળી છે તે તમામ જગ્યાએ તપાસ કરવામાં આવશે અને ચૂંટણી નિષ્પક્ષ થાય તે માટે ચૂંટણી પંચ સજજ અને સક્રિય છે. જો કે બીજી તરફ આ રીતે વીડિયો વાઇરલ થતા મોરબી મતદાન કુટિર અને તેના કર્મચારીઓ સામે આંગળી ચીંધાઈ રહી છે.












Click it and Unblock the Notifications
