મોરબીમાં મુસ્તાક મીરની જાહેર રસ્તા પર કરાઇ હત્યા

Subscribe to Oneindia News

મોરબી ના નવા બસ સ્ટેન્ડ પાસે કુખ્યાત ગુંડા મુસ્તાક મીરની જાહેરમાં હત્યા કરવામાં આવી. નોંધનીય છે કે મુસ્તાક મીર અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. ત્યારે મંગળવાર રાતે જ્યારે મુસ્તાક મીર એક્ટીવા પર જઇ રહ્યો હતો ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જાહેર રસ્તા પર લોકોની સામે મુસ્તાક પર અજાણ્યા વ્યક્તિને પાંચ થી છ જેટલા રાઉન્ડ ફાયર કરી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ મુસ્તાક ગોળી વાગ્યા બાદ ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું લોહી રસ્તા પર ફેલાઇ ગયું હતું.

murder

જો કે તેને ત્યાર પછી સારવાર માટે લઇ જવાયો હતો પણ તે પહેલા જ તેનું રામ નામ સત્ય થઇ ગઇ હયું. જો કે તે પછી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. જો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા મુસ્તાકનું અંદર અંદર ગેંગવોરના કારણે જ હત્યા કરવામાં આવી છે. તેવું પોલીસનું માનવું છે. ત્યારે હાલ તો પોલીસ આ તમામ પાસા તપાસી આરોપીને પકડવા તરફ પ્રયાસ આદરી રહી છે. જો કે જાહેરમાં ગોળીબારી થતા મોરબીના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

English summary
Morbi Well known culprit Mushtaq mir shot death. Read more on it
Please Wait while comments are loading...