રાઇફલ બતાવનાર રાદડિયાએ કરી આગોતરા જામીનની અરજી

વડોદરાના કરજણ તાલુકામાં આવેલા ટોલ પ્લાઝા પર ગયા અઠવાડિયે આ ઘટના બની હતી. સીસીટીની ફૂટેજ પ્રમાણે રાદેડિયાએ પોતાનું સાંસદ સભ્યના આઇકાર્ડની ઝેરોક્ષ બતાવી હતી, પરંતુ ટોલ કલેક્ટરે તેમને ઓરીજનલ કાર્ડ બતાવવા આગ્રહ કર્યો હતો. આથી રોષે ભરાઇને રાદડિયા તેમની કારમાંથી બહાર આવીને
ટોલ કલેક્ટર પાસે રાઇફલ લઇને ધસી જાય છે.
જોકે આ અંગે રાદડિયાએ જણાવ્યું હતું કે 'તેમણે મને બોગસ સાંસદ કહ્યો હતો. હું એક સાંસદ સભ્ય છું, અને હું આદર ઇચ્છું છું.' તેમણે ટોલ પ્લાઝાના અધિકારીઓ અને સુરક્ષા ગાર્ડ સામે એવો આક્ષેપ કર્યો કે તેમણે મને ઘેરી લીધો હતો અને મને ધમકી આપવા લાગ્યા હતા.
રાદડિયા સામે હિંસા ફેલાવવા અને જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટોલ પ્લાઝાના મેનેજરે તેમની સામે કેસ દાખલ કર્યો હતો.












Click it and Unblock the Notifications
