For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુનાફ પટેલ પર જાનથી મારવાનો આરોપ, જાણો આખો મામલો

હમણાં ભારતીય ક્રિકેટ જગત ક્રિકેટર શમી પર લાગેલા આરોપોથી સ્તબ્ધ છે કે એક અન્ય ક્રિકેટર પણ વિવાદોમાં આવી ગયો છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

હમણાં ભારતીય ક્રિકેટ જગત ક્રિકેટર શમી પર લાગેલા આરોપોથી સ્તબ્ધ છે કે એક અન્ય ક્રિકેટર પણ વિવાદોમાં આવી ગયો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મુનાફ પટેલ પર ગુજરાતના વડોદરામાં એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે વ્યક્તિ પોલીસ મથકે ગયો છે અને મુનાફ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદીનો આરોપ છે કે તે વડોદરા ક્રિકેટ એસોસિએશનમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવી રહ્યો છે અને તેના કારણે મુનાફ પટેલે તેને મારી નાખવાની ધમકી આપી હતી.

દેવેન્દ્ર સુરતી ગુજરાત ક્રિકેટ હિત રક્ષક કમિટીના અધ્યક્ષ છે

દેવેન્દ્ર સુરતી ગુજરાત ક્રિકેટ હિત રક્ષક કમિટીના અધ્યક્ષ છે

ફરિયાદીનું નામ દેવેન્દ્ર સુરતી છે અને તે ગુજરાત ક્રિકેટ હિત રક્ષક કમિટીના અધ્યક્ષ છે. દેવેન્દ્ર શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન ગયા અને ભારતના ભૂતપૂર્વ ખેલાડી મુનાફ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એવો આક્ષેપ કર્યો હતો કે વડોદરા ક્રિકેટ એસોસિએશન સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, હું તેની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યો છું, પરંતુ ક્રિકેટરોને આ પસંદ નથી આવી રહ્યું. તેથી જ મુનાફ પટેલે મને ધમકાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

દેવેન્દ્રએ મુનાફ પર ગંભીર આરોપો લગાવ્યા

દેવેન્દ્રએ મુનાફ પર ગંભીર આરોપો લગાવ્યા

દેવેન્દ્રએ કહ્યું કે તેમને એસોસિએશન વિરુદ્ધ થોડી માહિતી મળી હતી. તેમણે ત્યાંની સ્થાનિક ચેનલો અને અખબારોને કહ્યું હતું, જે પ્રકાશિત થયું હતું. દેવેન્દ્રનો આરોપ છે કે આનાથી નારાજ થઈને મુનાફ પટેલે તેમને ફોન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદમાં દેવેન્દ્રએ કહ્યું હતું કે મુનાફની ધમકી બાદ તેનો જીવ જોખમમાં છે. જો તેમને કંઇપણ થાય છે, તો તેના માટે ફક્ત મુનાફ પટેલ જ જવાબદાર રહેશે.

મુનાફે બધા જ આરોપોને બકવાસ ગણાવ્યું

મુનાફે બધા જ આરોપોને બકવાસ ગણાવ્યું

હાલમાં પોલીસે દેવેન્દ્રની ફરિયાદ લીધી છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે મુનાફે આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ વિવાદમાં મને જબરજસ્તી ઘસેડવામાં આવી રહ્યો છે, મારે આ બધા સાથે કંઈ લેવાદેવા નથી. જે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આવી છે, આ નવપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે સુરતીએ હમણાં જ અરજી આપી છે, તેમાં કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: કુલીના શૂટિંગમાં ઘાયલ અમિતાભ બચ્ચનને લોહી આપનાર ગુજરાતીની મોત

English summary
Munaf Patel accused of sent death threats to Devendra Surti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X