અમદાવાદમાં કોર્પોરેશને તોડ્યું મંદિર, તો ભક્તો થયા નારાજ!

Subscribe to Oneindia News

અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાતો-રાત જ હિમાલયા મોલ પાસે આવેલા ચામુંડા માતાજીની મંદિરની આસપાસનું વધારાનું બાંધકામ તોડી પાડતા, ભક્તો નારાજ થયા છે. નોંધનીય છે કે રસ્તાની વચ્ચે માતાજીની આ ડેરી લાંબા સમયથી આવેલી હતી. પણ તે પછી રસ્તા પર ડેરીની આસપાસ વધારાનું બાંધકામ કરતા એસ્ટેટ વિભાગની ટીમે શુક્રવારે રાતે તેની પર બુલડોઝર ફેરવ્યું હતું.

temple

જો કે મંદિર પ્રશાસનનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા આ અંગે તેમને કોઇ પણ પ્રકારની નોટિસ આપવામાં નહતી આવી અને અચાનક જ બુલડોઝર ફેરવી દેતા લોકોમાં આ કાર્યવાહી માટે રોષ જોવા મળ્યો હતો. લોકોએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમદાવાદમાં આવા અનેક નાના મંદિરો આવેલા છે જે રસ્તાની વચ્ચે આવતા હોય પણ તેમ છતાં આ જ મંદિર પર પ્રશાસને કાર્યવાહી કેમ કરી?

English summary
Ahmedabad : Municipal corporation Bulldozer demolishes Old Temple at Vastrapur.
Please Wait while comments are loading...