For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમ વિરોધી વીડિયો વાયરલ થતા અમદાવાદ સાયબર ક્રાઇમએ લીધા પગલાં

અમદાવાદ સાઇબર ક્રાઇમે મુસ્લિમ વિરોધી એક વાયરલ થયેલા વીડિયો અંગે ત્વરિત પગલાં લેવાનું જણાવ્યું છે. જાણો તેવું તો શું છે આ વીડિયોમાં જેના લીધે આ વિવાદ થયો છે.

|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં ખાસ કરીને વોટ્સઅપ અને ફેસબુકમાં એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં એક યુવતી ભયભીત હાલતમાં સાંજના ટાઇમે ઘરે પરત ફરી રહી છે. પાછળથી અજાનનો અવાજ સંભળાય છે. અને છોકરી ઘરમાં આવે છે અને તેની માતાને વળગી પડે છે. અને તેના પિતા તેને દિલાસો આપે છે. આ વીડિયોમાં ટાઇટલમાં તેમ લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં સાંજના 7 વાગ્યા પછી આવું થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે વોટ્સઅપ અને સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયો અંગે હ્યુમન રાઇટ વકીલ ગોવિંદ પરમારે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. જે પછી અમદાવાદની સાઇબર ક્રાઇમ સેલ દ્વારા આ વીડિયો અંગે વધુ જાણકારી મેળવવા અને તેને વધુ ફેલાતો રોકવા અંગે પગલાં લેવામાં આવ્યા છે. જો કે હજી સુધી આ વીડિયોય કોના દ્વારા બનાવવામાં આવ્યો છે અને કેમ તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે તે અંગે વધુ જાણકારી નથી મળી. પણ ગુજરાત પોલીસે આ વીડિયો પર વિધિવત પગલાં લેવાનું શરૂ કર્યું છે.

cyber crime

આ અંગે ડીજીપીએ પ્રેસ રિલિઝ પણ જાહેર કરીને જાણકારી આપી છે કે તે આ અંગે તપાસ શરૂ કરી લીધી છે. અને અમદાવાદ સાયબર સેલ પણ આ વીડિયો વાયરલ થયા પછી તેને રોકવા જે જરૂરી પગલાં લેવા જોઇએ તે અંગે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 75 સેકન્ડના આ વીડિયો વિષે ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી માહિતી મુજબ ફરિયાદી વકીલ ગોવિંદ પરમારે જણાવ્યું છે કે આ વીડિયો ખોટી ભ્રમણા ફેલાવી રહ્યો છે અને સાથે જ ચૂંટણી સમયે ખોટા ડરનો માહોલ ઊભો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુસ્લિમ પરીવારોના ઘર આગળ લાલ ચોકડી ના નિશાને પણ આવો જ ડર ઊભો કર્યો હતો. જો કે પાછળથી આ ચોકડી એએમસી દ્વારા કચરો ઉઠાવવા અંગે કરવામાં આવી હતી તેવી જાણકારી મળી હતી.

English summary
Muslim fearing video: Ahmadabad Cyber Crime Branch told to probe. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X