For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આણંદ જિલ્લામાં 3 જગ્યાઓએ આકાશમાંથી રહસ્યમયી ગોળા પડ્યા, સ્થાનિકોમાં ડરનો માહોલ!

આણંદ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાઓએ અવકાશમાંથી રહસ્યમયી ગોળાઓ પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ ગોળાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

આણંદ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાઓએ અવકાશમાંથી રહસ્યમયી ગોળાઓ પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ ગોળાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બીજી તરફ આ સમાચાર ફેલાતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Mysterious spheres

મળતી વિગતો મુજબ, હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી. ઘટનાને પગલે ભયનો માહોલ છે અને સમાચાર ફેલાતા લોકોના ટોળા ઉમટી રહ્યા છે.

સમગ્ર ઘટના પર વિગતે નજર કરીએ તો, આણંદ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આકાશમાંથી મોટા ગોળા જેવી વસ્તુઓ પડી હતી. જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે આકાશમાંથી પડેલા આ ગોળાએ લોકોમાં આશ્ચર્ય જગાવ્યુ હતું. પોલીસના જણાવ્યા મુજબ આકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા આ ગોળા સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોઈ શકે છે. આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે.

English summary
Mysterious spheres fell from the sky at 3 places in Anand district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X