નકલી પોલીસે વધુ એક વૃદ્ધાને ટાર્ગેટ કરી દાગીના સેરવી લીધા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

નકલી પોલીસે વધુ એક મહિલાના દાગીના પડાવી લીધા. બે દિવસ માં ત્રણ બનાવ બન્યા. અમદાવાદ માં છેલ્લા ઘણા સમયથી નકલી પોલીસે નકલી પોલીસ ના નાકમાં દમ લાવી દીધો છે ત્યારે પણ અસલી પોલીસ નકલી પોલીસ ને પકડી નથી શકતા અને બીજી તરફ નકલી પોલીસ એક પછી એક વૃદ્ધા ઓને ટારગેટ કરી દાગીના લઈ આસાનીથી પલાયન થઈ જાય છે. ત્યારે રવિવારે સવારે નકલી પોલીસે વધુ એક વૃદ્ધાને ડરાવી રુપિયા 60 હજાર ની કિમતના દાગીનાની ચોરી કરી ગયાની ફરિયાદ વસ્ત્રાપુરપોલીસ મથકે નોંધવામાં આવી છે.

ahmedabad

આ બનાવની વિગતો એવી છે કે 65 વર્ષના ભગવતી બેન ગોસ્વામી નેમિનાથ સોસાયટી મૅમનગર માં રહે છે અને સારથી બંગલો થલતેજ માં આવેલા સારથી બંગલો માં ડો. અનિલ જૈન ને ત્યાં રસોઈ બનાવવા નું કામ કરે છે.

રવિવારે બપોરે ભગવતી બેન બપોરે સારથી બંગલો થી કામ કરી ઘરે પરત જતા હતા ત્યારે સુભાષ ચોક પાસે બે અજાણ્યા યુવકોએ તેમને રોકીને પાસે બોલાવ્યા હતા. અને જણાવ્યું હતું કે અમે પોલીસ છીએ અને આગળ ચેકીંગ ચાલે છે. જેથી તમે દાગીના રૂમાલ માં બાંધી લો. જેથી ભગવતીબેન ગભરાઈ ગયા હતા અને તેમણે પહેરેલી સોનાની બંગડીઓ કાઢી ને નકલી પોલીસે આપેલા સફેદ રુમાલ માં મુકવા ગયા હતા. આ સમયે નકલી પોલીસે રુમાલ માં દાગીનામુકવા બહાને નજર ચૂકવી દાગીના સેરવી લીધા હતા અને રુમાલ થેલીમાં મૂકી દીધો હતો. પણ દશ પગલાં આગળ ગયા બાદ ભગવતીબેને થેલીમાં તપાસ કરતા જોયું તો રુમાલ માં દાગીના બાંધેલા નહોતા. જેથી ભગવતી બેન ગભરાઈ ગયા હતા અને જોયુ તો પોલીસ નાસી ગયા હતાં આ અંગે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

English summary
nakli police target old women and capture her jewellery

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.