સાઇને રોજ પીવા માટે જોઇતો દારુ અને ઊંઘવા માટે છોકરી: પોલીસ
સુરત, 15 નવેમ્બર: હેડલાઇન વાંચીને આપને ચોક્કસ ઝટકો લાગ્યો હશે પરંતુ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે ગુજરાતની સુરત પોલીસે. સુરત પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે નારાયણ સાઇની સામેની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે પોતાની જાતને ગોડમેન કહેડાવનાર આસારામના લાડલા દિકરા નારાયણ સાઇને સેક્સનો ખૂબ જ શોખ હતો. તે રોજ ઘણી વખત સેક્સની પ્રક્રિયામાં લિપ્ત રહેતો હતો, અહીં સુધી કે જો તેની શારિરીક ઇચ્છા પૂરી ના થતી તો તે આક્રમક બની જતો હતો.
જ્યારે બીજી બાજું સરકારી વકીલ તરફથી કોર્ટમાં જે દલિલો રજૂ કરવામાં આવી છે, એ અનુસાર નારાયણ સાઇના નજીકના જ સાધકે આ નિવેદન આપ્યું છે કે નારાયણ સાઇને રોજેરોજ નવી યુવતીઓની ઇચ્છા થતી હતી. તેને સામૂહિક રીતે શારિરીક રિલેશન બનાવવાનો શોખ હતો. ખુદ સાધકે નારાયણ સાઇને એક સાથે 9 યુવતીઓની સાથે સંબંધ બનાવતા જોયો હતો. સાધક અનુસાર નારાયણ સાઇને નશો કરવાનો પણ શોખ હતો. હંમેશા તે બિયરની ઘણીબધી બોટલો ઘટઘટાવીને યુવતીઓની ઇજ્જત સાથે રમતો હતો.
સાધકે જણાવ્યું કે હંમેશા જ્યારે તે સવારે નારાયણ સાઇના રૂમની સફાઇ કરવા જતો તો તેને તેના ઓરડામાંથી બિયરની બોટલો અને કંડોમના પેકેટ મળતા હતા. એટલું જ નહી નારાયણ સાઇ શારીરિક રીતે ફિટ રહેવા અને કામોત્તેજક શક્તિને વધારવા માટે દવાઓનું સેવન પણ કરતો હતો.

નારાયણ સાઇને પોલીસે ભાગેડું જાહેર કરી દીધો છે અને પોલીસે કોર્ટમાં અરજી કરી છે કે જો 10 ડિસેમ્બર સુધી સાઇ આત્મસમર્પણ નહી કરે તો તેની 300 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નારાયણ સાઇની ઉપર સુરતની બે બહેનોએ જબરદસ્તી બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે, ત્યારબાદથી પોલીસ તેને શોધી રહી છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
