For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં નારાયણ સાંઇએ જાહેરાત આપી; હું નિર્દોષ છું

|
Google Oneindia Gujarati News

સુરત, 10 ઓક્ટોબર : શારીરિક શોષણ અને બળાત્કારના કેસમાં આરોપી આસારામના દીકરા નારાયણ સાંઇ ભાગતા ફરી રહ્યા છે. આ દરમિયાન આજે તેમણે સુરતના સ્થાનિક અખબારોમાં જાહેરાત આપીને પોતે નિર્દોષ હોવાની સ્પષ્ટતા કરી હતી.

નારાયણ સાંઇએ પોતાના વકીલ ગૌતમ દેસાઇ મારફતે તેમના સમર્થકો માટે સંદેશ આપ્યો છે. વકીલ ગૌતમ દેસાઇએ સુરતના એક અખબારમાં આપેલી જાહેર ખબરમાં કહેવાયું છે કે નારાયણ સાંઇને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. ગૌતમ દેસાઇ આવતીકાલે કોર્ટમાં નારાયણ સાંઇ માટે આગોતરા જામીનની અરજી કરશે.

narayan-sai

આ જાહેરખબરમાં નારાયણ સાંઇએ કહ્યું છે કે તેમને કાયદાની લડાઈ લડવાનો હક છે અને જરૂર પડ્યે તેઓ સામે પણ આવશે. આ તરફ સુરત પોલીસે કહ્યું છે કે જો આગામી બે દિવસોમાં નારાયણ સાંઇ સામે નહીં આવે તો તેમની સામે ધરપકડ વોરંટ જાહેર થશે.

આ તરફ આસારામની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સગી બહેનો દ્વારા બળાત્કાર કેસમાં અમદાવાદ પોલીસ જોધપુર પહોંચી છે. અમદાવાદ આશ્રમમાં યુવતીનો જાતીય શોષણ કરવાના કેસમાં અમદાવાદ પોલીસ જોધપુર કોર્ટમાં આસારામના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટેની અરજી કરશે.

નારાયણ સાંઇ નેપાળમાં હોવાની શક્યતાને તેમની વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પહેલા જ જાહેર થઈ ચૂકી છે. આ સુરતમાં ભોગ બનાનાર પીડિતાએ પોલીસને આપેલ નિવેદનને ભારે હોબાળો મચાવ્યો છે.

English summary
Narayan Sai issues clarification claims innocence in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X