જેલમાં કેદ નારાયણ સાંઈને પિતા આસારામની આવી યાદ, લખ્યો કોર્ટને પત્ર

Subscribe to Oneindia News

સુરતની લાજપોર જેલમાં બળાત્કારમના કેસમાં કેદ નારાયણ સાઈએ પત્ર લખ્યો છે. નારાયમ સાઈ દ્વારા પિતા આસારામને કેસમાં મદદ કરવા અને પિતાને મળવા માટે સુરત મેટ્રો કોર્ટને નારાયણ સાંઈ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં નારાયણ સાંઈએ નામદાર કોર્ટને જોધપુર ખાતે તેના પિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અને જો તે ના થાય તો ફોન પર વાતચીત કરવાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે પિતા પુત્ર બન્ને ગુજરાત અને રાજસ્થાનની જેલમાં બળાત્કારના આરોપ હેઠળ બંધ છે.

narayan sai

નારાયણ સાંઈ છેલ્લા કેટલાક સમયથી બળાત્કારના કેસમાં લાજપોર જેલમાં કેદ છે. મળતી મહિતી મુજબ નારાયણ સાઈ દ્વારા જેલમાંથી નામદાર કોર્ટને એક પત્ર લખ્યો છે. પત્રની વાત કરે તો નારાયણ સાઈએ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે, કે જોધપુર જેલમાં કેદ તેનાં પિતા આસારામ બાપુનો પણ કેસ કોર્ટમાં ચાલે છે આસારામ બાપુને મળવા અને કેસ બાબતે કાઈ જાણતા ના હોવાથી કેસને લઈ જોધપુર જવા માંગતા હતા. જેથી 8 થી 10 દિવસ માટે મંજૂરી આપવામાં આવે અને જો તે ના થાય તો તેના બદલામાં જેલ માંથી ફોનથી વાત થાય તે માટે ટેલિફોનની વ્યવસ્થા કરવા માટે પત્રમાં રજુઆત કરી છે. વધુમાં પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ ફોન કોલ રેકોર્ડ કરી શકો છો.

English summary
Narayan sai written a letter to surat metro court regarding Asharam Case. Read here more.
Please Wait while comments are loading...