આરોગ્ય ખર્ચને બદલે આરોગ્ય નિવારણ પર ધ્યાન આપવાની જરૂર: મોદી

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 3 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એડમીનીસ્ટ્રેશન સંકુલમાં ગ્લોબલ હેલ્થ સમીટ-2014માં મુખ્ય અતિથિ તરીકે ગયા હતા.

જન્મ લેવું મોંઘુ નથી, જીવવું મોંઘુ નથી પરંતુ બિમાર પડવું એ સૌથી મોંઘુ છે. નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીની વાતને ટાંકતા જણાવ્યું કે આપણા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે 400 કરોડ લોકો એટલા માટે દેવાદાર બની જાય છે કારણે તેમના પરિવારમાં કોઇને કોઇ બિમાર પડે છે.

ભારત જેવા દેશમાં હેલ્થ એશ્યોરન્સ તરફ પ્રાથમિકતા આપવું જરૂરી છે. મોટાભાગે જ્યારે હેલ્થની વાત કરવામાં આવે છે ત્યારે માત્ર સીકનેસની જ આગળ પાછળ ફરતા હોઇએ છીએ. આપણે બિમારી તરફ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. ઇન્ટર ડિસીપ્લીન એપ્રોચની જરૂરીઆત રહે છે.

ભારતમાં આપણે જેટલું ખર્ચ હેલ્થ પાછળ ખર્ચીએ છીએ તેટલો ખર્ચ જો પ્રિવેન્ટીવ હેલ્થ પાછળ કરવામાં આવે તો વધારે ફળદાયી રહેશે. મોદીએ બે ઉદાહરણ ટાંક્યા એક આંગળવાડી મહિલા અને એક શિક્ષકનું આપ્યું. આંગળવાડીની મહિલા પોતાની જૂની સાડીને ફાડીને રૂમાલ બનાવીને શાળાના બાળકોના શર્ટ પર લગાવતી હતી, અને તેમને તેને રૂમાલ તરીકે ઉપયોગ કરવાનું શીખવતી હતી. તેમજ એક શિક્ષકે તેમની શાળામાં એક દર્પણ લગાવડાવ્યું અને બધા બાળકોને જણાવ્યું કે આમાં જોઇને જ ક્લાસમાં પ્રવેશ કરવો. ધીરે ધીરે આ બાળકો જાતે જ સરસ રીતે તૈયાર થતા શીખી ગયા.

હેલ્થ પ્રિવેન્ટીવમાં ફિઝિકલી એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. હાલમાં બાળકો એસી શાળામાં ભળતા હોય છે તો તેમને પ્રસ્વેદ આવતો નથી. માટે બિમારી નોંતરે છે. ચાઇનાએ બાળકોના મેદાનમાં રમવાના સમયે કાર્ટૂન ટેલિકાસ્ટ બંધ કરાવી દીધું હતું. જોકે આવું હું પણ કરી શકું પરંતુ જો કરું તો 48 કલાક ટીવી પર ચર્ચાઓ શરૂ થઇ જાય.

modi
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં હર્બલ સાયન્સ અંગે પણ વાત કરી, તેમજ ભારતમાં હર્બલ પ્રોડક્ટ વધારવાની જરૂર છે અને તેને દુનિયામાં લઇ જવાની જરૂર છે.

ગુજરાતના હેલ્થ સેક્ટરે પલ્બિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં વધારો કરે છે. અમારી ડિસ્ટ્રિક્ટમાં જે હોસ્પિટલ છે તેમાં પણ અમે પ્રાઇવેટ પાર્ટનરશીપ લાવ્યા છે. આપણે ભાગ્યવાન છીએ કે આપણી પાસે 65 ટકા નવજુવાન પોપ્યુલેશન છે. આવનારા દિવસોમાં આપણે જો આમાં ધ્યાન કેન્દ્રીત કરીશું તો ભારતના હેલ્થ વિભાગને મોટો ફાયદો થશે.

આજથી 50 વર્ષ પહેલા અમદાવાદમાં પહેલી ફાર્માસીટરી કોલેજની સ્થાપના થઇ હતી. જેના બદોલત આજે ગુજરાત મેડિકલ ક્ષેત્રે આગળ છે. હેલ્થ સેક્સરને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ટેકનોલોજી ઇનોવેશન કરવું જરૂરી છે. ગુજરાતે તેના માટે એક કામ કર્યું છે 'આઇક્રિએટ'નામની સંસ્થા ખોલી છે, જેના થકી કોઇપણ આવીને ઇનોવેશન કરી શકે છે. આપ પણ આવો અને ઇનોવેશ કરી શકો છો મિત્રો. મોદીએ છેલ્લે જણાવ્યું કે મારાથી મજાકમાં કઇ કહેવાઇ ગયું હોય તો માફ કરજો પરંતુ દર્દી ગમે તે કહે ડોક્ટરને ખોટું લગાડવાનો કોઇ અધિકાર નથી.

ત્યારબાદ મોદીના હસ્તે પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મોદીના વક્તવ્યને સાંભળો વીડિયોમાં...

<center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/y7JAIEQUt-U" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Narendra Modi addressing Global Health Summit, 2014 organised by AAPI at AMA.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.