• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિમ્મતનગર યુવા સંમેલનમાં મોદી, વિવેકાનંદના સપનાને સાકાર કરવા યુવાનોને આહ્વાન

|

હિમ્મતનગર, 25 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ હિમ્મતનગર યુવા સમ્મેલનમાં હાજરી આપી હતી અને યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળ્યો હતો અને યુવાનોનું સંબોધન કર્યું હતું.

આજના યુગમાં સ્પર્ધાનું તત્વ એવું એક વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે કે વ્યક્તિમાં પ્રગતિ કરવાનો માપદંડ બની ગયો છે. પરીક્ષાઓ તેની અંદર માર્ક્સ અને ટકા કેટલા આવે છે, આખું કેરિયર આ ગુણાંકની આસપાસ ગૂંથાઇ જાય છે. અને આમને આમ સ્પર્ધા ચાલી તો મનુષ્ય પણ રોબોટ જેવો જ લાગે. કોઇ ઊર્મિ ના હોય, ના સંવેદના ના હોય, તેનું જીવન એક સૂકાઇ ગયેલી નદી જેવું હોય. તેવી જ રીતે એક વ્યક્તિના જીવનમાં કલા સાહિત્યની રૂચિ હોય તો કાળક્રમે તેનામાં અને રોબોટમાં કોઇ ફર્ક ના લાગે.

વિદ્યાર્થીના જીવનમાં તેનો વિકાસ થાય, તે જીવનમાં કોઇ પણ પડાવ પર દુનિયાની સામે આત્મવિશ્વાસ સાથે ઊભો રહે તેના માટે ગુજરાતના શિક્ષણમાં સપ્તધારાનો વિકાસ કરવામાં આવ્યો. તેનો ઉપયોગ વ્યક્તિની અંદર જે શક્તિઓ પડી છે તેને રચનાત્મક કાર્યો તરફ વાળવા માટેનો પ્રયાસ કર્યો છે. મારી સામે જે રચના કરી છે તે પણ એક ભારતનું નિર્માણ કર્યું છે. કલાકારો જેવો પ્રદેશ તેવી વેશભૂષામાં બેઠા છે. 15 મિનિટમાં આ વિરાટ અને એક ભારતનું દર્શન કરાવવા માટે આપ સૌને અભિનંદન.

આ દેશ વીસમી સદીના ઉત્તરાર્ધમાં 21મી સદીની માળા ઝપતો હતો. ચારે તરફ આપણા કાનમાં શબ્દો પડતા હતા કે 21મી સદી આવી રહી છે... પરંતુ આવી રહી છે ને શું લાવી રહી છે તેની કોઇ જાણકારી ન્હોતી. કેલેન્ડરોની તારીકો બદલાય તેનાથી પાકટતા નથી આવતી, તેના માટે યોજના ગઢવી પડે છે, આયોજન કરવું પડે છે, મહેનત કરવી પડે છે. કમનસીબે 20મી સદીના છેલ્લા બે દાયકામાં જે કામ થવું જોઇતું હતું તે ના થઇ શક્યું તેના કારણે 21મી સદીનો પ્રથમ દાયકો પણ બાત્તલ ગયો. 21મી સદીમાં યુવાન શું કરશે તેની દેશે કોઇ યોજના કરી ન્હોતી.

narendra modi
આપણો દેશ કેટલો ભાગ્યશાળી છે, 65 ટકા જનસંખ્યા 35 વર્ષ કરતા નીચેની છે. ચાલુ ભાષણમાં મીડિયકર્મીઓએ મોદીને પરચી મોકલાવી અને તેમને હિન્દીમાં ભાષણ કરવા વિનંતી કરી. પરંતુ મોદીએ જાહેરમાં જણાવ્યું કે 'તે લોકો પણ હવે ગુજરાતી શીખી લેશે.' પછી જણાવ્યું કે યુવાન દેશ હોય પરંતુ વિશ્વમાં પોતાનું સ્થાન ના બનાવી શકે તો તે નક્કામું છે. વિશ્વમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઇ ભારત પાસે જે કલા કૌશલ્ય હતું તે ગુલામ દેશ પાસેથી છીનવી લેવામાં આવ્યું અને તેના કારણે આપણને તેનો લાભ ના મળ્યો અને આપણે ઔદ્યોગિક ક્રાંતિનો આપણને લાભ ના મળ્યો. આપણે આઝાદ થયા અને આઇટી ક્રાંતિ આવી. દુનિયામાં હિન્દુસ્તાન ચમકવા લાગ્યું. દેશના યુવાનોએ વિશ્વને આંગળીના ટેરવે ફેરવ્યું અને વિશ્વને દેશનું સામર્થ્ય સમજાવી દીધું. જો આપણે યુવાશક્તિને નહીં સમજીએ તો ગુલામી વખતે જે આપણને એક સદી જેટલું નુકસાન થશે.

ગુજરાતે યુવાનોને તૈયાર કરવા માટેનું અભિયાન ચલાવ્યું છે. આ યુવાનો દેશના અર્થતંત્રને તાકાત આપવાના છે. અને તેમાં આપણું પણ માહત્મ્ય બની રહે છે. ગુજરાતે એક નવી કેડી કંડારી છે. ગુજરાતે રાષ્ટ્રી પર્વને જનસાન્યની વચ્ચે લાવીને તેને જનસામાન્ય વચ્ચે લાવવામાં સફળ બન્યું છે. કોઇ માનસે કે ગુજરાતના વિજયનગરના જંગલોમાં ગુજરાતના યુવાનો સાયકલિંગ કરી રહ્યા હતા કોઇ માનવા તૈયાર ન્હોતું કે આ વિજયનગરમાં સાયકલિંગ થઇ રહ્યું છે. એકલા સાબરકાંઠામાં બે હજાર કરોડ રૂપિયાના કાર્યોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. વિવેકાનંદજીને વિશ્વાસ હતો દેશના યુવાનો પર, મને તેમની આશા પર વિશ્વાસ છે તેમનું સપનું સાકાર થાય અને ભારતમાતા જગતમાતા તરીકે વિશ્વમાં બિરાજમાન થાય તેવા વિશ્વાસ સાથે આપ સૌ આગળ વધીએ. જય હિન્દ જય ભારત.

મોદીના સંબોધનને જુઓ વીડિયોમાં...

English summary
Narendra Modi addressing Yuva Sammelan on "Uniting for India" at Himatnagar, Sabarkantha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more