For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કુશ્તિને બચાવવા પીએમ આગળ આવે, ભારત એશિયાના દેશોનું નેતૃત્વ કરે'

|
Google Oneindia Gujarati News

narendra-modi1
એક મહિના લાંબા ખેલ મહાકુંભ 2012-2013માં ગુજરાતભરમાં બહોળી સંખ્યામાં એથ્લિટ્સે ભાગ લીધો હતો. જેની પુર્ણાહૂતિવેળા ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની મેગા ખેલ ઇવેન્ટ ખેલ મહાકુંભ સમારોહને સંબોધી રહ્યા છે. કુશ્તિ અંગે મોદીએ કહ્યું કે, હું પ્રધાનમંત્રીને આગ્રહ કરું છું કે આપણે પગલા ભરીએ કુશ્તિ સાથે જોડાયેલા દેશોને ભેગા કરીએ એક યુનિયન બનાવી ઓલિમ્પિકના નિયમો બનાવનારા સામે એક શક્તિ સાથે કુશ્તિનું મહત્વ સમજાવી તેને કાઢવામાં ના આવે તે માટે સુચન કરીએ.

નોંધનીય છે કે, ખેલ મહાકુંભને ખુલ્લો મુકતીવેળા નરેન્દ્ર મોદીએ પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. તેમણે આ ખેલ મહાકુંભ થકી ખેલાડીઓ માત્ર મેદાન પર જ નહીં પરંતુ રાજ્યમાં ખેલદીલીનું વાતાવરણ ઉભું કરે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ખેલ મહાકુંભમાં ભાગ લઇ રહેલી સાત લાખ બહેનોને આવનારા ભવિષ્યની નારી શક્તિ ગણાવી અભિંનદન પાઠવ્યા હતા. આ તકે આંતરારાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવનારા ગુજરાતી એથ્લિટ્સને તથા ખેલ મહાકુભમાં વિજેતા થયેલા એથ્લિટ્સને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ઓસ્ટ્રેલિયાના ડોમ ગાલ્ટરે નરેન્દ્રમોદીને ભેટ સ્વરૂપે ફૂટબોલ અર્પણ કર્યું હતું

નરેન્દ્ર મોદીએ આ તકે ઉપસ્થિત એથ્લિટ્સને સંબોધન કરતા કહ્યું કે, હું તમામ એથ્લિટ્સને અતઃપુર્વક અભિનંદન પાઠવું છું. આ ખેલ મહાકુંભમાં લગભગ 8 લાખ જેટલી બહેનોએ ખેલ મહાકુંભને નવી શક્તિ આપી તેમને સવિશેષ અભિનંદન પાઠવું છું. ખેલ મહાકુંભ શરુ કર્યો ત્યારે એવી ઇચ્છા હતી કે ગુજરાતના ખેલાડીઓમાં વિજેતા થવાની, સારું પરફોર્મ કરવાની ઇચ્છા જાગે અને તે માટે તેમને પ્રેક્ટિસ કરવાની અને પોતાની પ્રગતિ કરવાનો આગ મળે તે પુરુ પાડવામાં આપણે સફળ થયા છીએ.

મને મળેલી માહિતી અનુસાર 72 રમત એવી છે જેમાં ગુજરાતના ખેલાડીઓએ ગુજરાતના જુના તમામ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. એનો અર્થ એ થયો કે આવતીકાલની રાષ્ટ્રીય રમતમાં વિજેતા થવામાં એક મકકમ ડગ માંડ્યો છે તે વાત સિદ્ધ થઇ રહી છે. ખેલ મહાકુંભના કારણે સમગ્ર રાજ્યની અંદર, રાજ્ય અને સમાજ તરીકે રમત ગમતના મહાત્મને સ્વિકારાયું છે. રમત ગમત સમાજ જીવનનો હિસ્સો બન્ને, ખેલદીલી પ્રસરે તે આપણી મથામણ છે.

ખેલ મહાકુંભથી 45 વર્ષને એથ્લિટ્સને નવી જિંદગી જીવવાનો અવસર મળ્યો હોય તે જોવા મળ્યું છે. શારિરીક ક્ષતિવાળા એથ્લિટ્સને આપણે ખેલનો હિસ્સો બનાવ્યો. સમગ્ર રાજ્યના 92 હજાર રમતવીરોએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. હમણા જ ગુજરાતની દિકરી, ઝુપડપટ્ટીમાં ઉછરેલી દિકરી, દેવીપુજક સમાજની દિકરી, જેની ગણતરી મંદબુદ્ધિ જેણે અમદાવાદ પણ નહોતું તે દિકરી ગયા અઠવાડિયે સાઉથ કોરિયામાં હોકીમાં ગોલ્ડ મેડલ લાવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. માયા અને મહેશ બન્ને આ વખતે સમગ્ર દેશનું નામ રોશન કરનારા બન્યા છે. તેમને હું સવિશેષ અભિનંદન પાઠવું છે.

સ્પેશિયલ ચાઇલ્ડ માટે આપણે જે મથામણ શરુ કરીને તેની નોંધ વિશ્વએ લેવી પડશે, ગુજરાત કેટલું સંવેદન છે અને કેવી લાગણીની છોળો ઉડે છે તેની નોંધ વિશ્વ કરશે. 32 કરોડ રૂપિયાના ઇનામો આ ઇવેન્ટમાં આપવમાં આવે છે તે આપણું કમિટમેન્ટ બતાવે છે. પહેલા પણ રમતો થતી પરંતુ શાળાના બાળકોને માહિતી નહોતી મળી, રમતને સમાજનો હિસ્સો બને તેમાં આપણે નિષ્ફળ નિવડતા હતા, પરંતુ તેમાં હવે સફળતા મળી રહી છે. આજે ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધ આપણી વચ્ચે આવ્યા અને તેમણે આપણી રમત કબડ્ડી અંગે જે માહિતી મેળવી તે અહીં જણાવી.

ગુજરાતે રમત-ગમતમાં જે રુચી દર્શાવી ફ્રાન્સ સ્પોર્ટ્સ વિલેજ બનાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇન્ટ્રીગ્રેટેડ પ્રોજેક્ટ માટે ગુજરાતને પસંદ કર્યું. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી સાથે ગુજરાતે કરાર કર્યા. ગુજરાત ઓસ્ટ્રેલિયા પાસેથી કંઇક શીખે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

હું ગુજરાતની અમે મીડિયાના માધ્યમથી અમે એ સાંભળ્યું છે કે આવનારા સમયમાં ઓલિમ્પિકના ખેલોમાંથી કુશ્તિને કાઢી નાખવામાં આવશે. આ સમાચાર કોઇપણ ખેલપ્રેમી માટે દુઃખ પહોંચાડનારા છે. કુશ્તિ માનવજાતની સૌથી જુના ખેલોમાની એક છે, પરંતુ નીતિનિર્ધારક મિત્રોએ ઓલિમ્પિકની હાર કમિટિને સુચનો મોકલ્યા છે કે આધુનિક બનાવી હોય તો કુશ્તિની જરૂર નથી, તેનાથી મોટું અપમાનજનક નિર્ણય કોઇ હોઇ શકે નહી. સવાસો વર્ષથી કુશ્તિની રમત રમાય છે, 1895માં કુશ્તિને ઓલિમ્પિકને સ્થાન મળ્યું, સવાસો વર્ષમાં ખાસ કરીને એશિયન દેશોએ કુશ્તિમાં પોતાનો રૂતબો બનાવ્યો છે, ભારતીય ખેલાડીઓએ પણ પોતાનુ કાઠું કાઢ્યું છે. જો કુશ્તિને કાઢી નાંખવામાં આવે તો તેનાથી મોટુ કોઇ અપમાન નથી, હું પ્રધાનમંત્રીને આગ્રહ કરું છું કે આપણે પગલા ભરીએ કુશ્તિ સાથે જોડાયેલા દેશોને ભેગા કરીએ એક યુનિયન બનાવી ઓલિમ્પિકના નિયમો બનાવનારા સામે એક શક્તિ સાથે કુશ્તિનું મહત્વ સમજાવી તેને કાઢવામાં ના આવે તે માટે સુચન કરીએ.

કોઇ કાળે આ પ્રકારે રમતમાં રમત ના ચલાવી લેવાય તેથી, માત્ર કુશ્તિબાજો જ નહીં પણ મહાભારત કાળથી આપણે કુશ્તિને આધુનિક વિરોધી ગણાવી તે રમતનું અમપાન છે, રમતમાં ઉચનીચ, ભેદભાવ અને આધુનિકતા કે પ્રાચીનતા ના હોય, ખેલની ક્ષતિ દૂર કરી શકાય, આધુનિક બનાવી શકાય છે અને તેના નિયમો પદ્ધતિ નવી બનાવી શકાય છે. તેના માટે યોગ્ય જવાબદારી ભર્યુ વાતવારણ ઉભુ થવું જોઇએ. આટલું કહી તેમણે ઉપસ્થિતોનો આભાર માની ખેલ મહાકુંભ પૂર્ણ થયાનું એલાન કર્યું હતું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X