For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોગ્રેસે પંચાયતથી પાર્લામેન્ટ્રી સુધી વર્ષો સુધી સત્તા ભોગવી: નરેન્દ્ર મોદેી

વિજય સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઇ મોદી દાહોદ ખાતે વિશાળ જનમેદનીને સંબોધી હતી. તેમણે જણા્વ્યુ હતુ કે, ખૂબ મોટી વિરાટ જન સંખ્યા જોઇને લાગે છે કે આ વખતે દાહોદે નક્કી કર્યુ છે કે ભાજપની સરકાર બની

|
Google Oneindia Gujarati News

વિજય સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઇ મોદી દાહોદ ખાતે વિશાળ જનમેદનીને સંબોધી હતી. તેમણે જણા્વ્યુ હતુ કે, ખૂબ મોટી વિરાટ જન સંખ્યા જોઇને લાગે છે કે આ વખતે દાહોદે નક્કી કર્યુ છે કે ભાજપની સરકાર બની ગઇ આ ચૂંટણીમાં જનતાએ ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવવા જે રીતે આશિર્વાદ આપી રહ્યા છો તે બદલ એડવાન્સમાં આપ સૌનો આભાર.

NARMADA MODI

નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ચૂંટણી તો ગુજરાતની જનતા ભાજપને જીતાડવાની છે હું નથી જીતાડતો. મારા માટે આ જનતા જનાર્દન ઇશ્વરનો અવતાર છે. જેટલી વાર માથુ ટેકવવાની તક મળે ત્યારે પુણ્ય જ મળે અને એટલે તમારા આશિર્વાદ લઇ પુણ્ય કમાવવા આવ્યો છું.

મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ વાળાને જીત પાકિ લાગે તો જનતાની સામે પણ ન જુવે પરંતુ ભાજપ જીત 200 ટકા પાકી હોય તો પણ જનતાના પગે પડે અને પડે, કોંગ્રેસ અને ભાજપમાં આ ફરક છે. તમે મને સત્તા પર નથી બેસાડયો, તમે મને સેવાનું કામ સોપ્યું છે હું એક સેવક તરીકે સેવાદારનું કામ કરુ છું. જેમ હું મારુ કર્તવ્ય નિભાવું છું મતદાતાઓને મળી આશિર્વાદ લઉ છું તેમ આ દેશનો દરેક નાગરિક પણ તેમનું કર્તવ્ય નિભાવે.

કોંગ્રેસે આઝાદી પછી પંચાયતથી પાર્લામેન્ટ સુધી વર્ષો સુધી સત્તા ભોગવી પણ એમને કયારેય આદિવાસીઓની યાદ ન આવી. કોંગ્રેસના લોકોને કયારેય કોઇ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો ભાજપના સંસ્કાર,સિંદ્ધાત સર્વાંગી વિકાસને વળેલા છે, સર્વસ્પર્શી વિકાસને વળેલા છે, સર્વહિત માટે કામ કરવા વાળા ભાજપના લોકો છે.

English summary
Narendra Modi attacked Congress in Dahod public meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X