For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકભારત, શ્રેષ્ઠ ભારતના એકતાના રંગે રંગાઇએ : મોદીની શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

narendra modi
ગાંધીનગર, 26 માર્ચ: હોળી અને ધૂળેટી એ ખુશીઓનો તહેવાર છે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને દેશના નાગરિક ભાઇ બહેનોને હોળી ધૂળેટીના રંગોત્સવની શુભકામનાઓ પાઠવી છે. તેમજ શુભેચ્છા સંદેશ પણ આપ્યો છે. જેમાં તેમણે સમાજની વિકૃતિઓને હોળી દહનમાં જલાવી દેવા જણાવ્યું તેમજ માતા,બહેન અને દીકરીઓની લાજ જાળવવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સાંપ્રત સમયમાં હોલીકા દહન નવા રૂપરંગ સાથે કરવાની સામાજિક જરૂરીયાતનો નિર્દેશ કરતા જણાવ્યું છે કે હોળીના આ પર્વે માતાબહેનો દિકરીઓનું રક્ષણ થાય, તેમનું સન્માન ગૌરવ જળવાય અને સમાજ જીવનમાં માતૃશકિ્તની પ્રતિષ્ઠા ઊંચી રહે તે માટે આપણે સૌ સમાજની જાગૃતિને ઊજાગર કરીએ.

મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે સમાજમાં ક્યાંય પણ પ્રવર્તમાન વિકૃતિઓ અનિષ્ઠો હોય તો તેને હોળીકા દહનની સાથે જલાવી દઇએ. મુખ્યમંત્રીએ હોળીના પર્વને, રંગોના ઉત્સવને ખેલદિલી પરસ્પર પ્રેમ અને સહયોગના તહેવાર તરીકે મનાવવાનો અનુરોધ કરતાં એમ પણ જણાવ્યું છે કે, રંગોના ઉમંગથી પરસ્પર પોતીકાપણાનો ભાવ પ્રગટાવીએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિવિધ પ્રાંતપ્રદેશના હોળી પર્વને રંગોત્સવને અનેકતામાં એકતાના રંગે ઉજવવા આપણે ભારતવાસીઓ એક ભારતશ્રેષ્ઠ ભારત નો સંકલ્પ કરીએ. વિકાસના નવા રંગ નવા ઉમંગથી હોળીધૂળેટીનો રંગોત્સવ જનતા જનાર્દન મનાવે તેવી અંતઃકરણની શુભેચ્છાઓ પણ નરેન્દ્રભાઇ મોદીએ પાઠવી છે.

English summary
There is no literary work where Holi and colors are not mentioned. Holi is linked to our life. There is no corner of the nation where Holi is not celebrated: Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X