મોદી વિરૂદ્ધ FRI દાખલ,કલમ 126(1)B હેઠળ મોદીને થઇ શકે છે 2 વર્ષની જેલ!!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 એપ્રિલ: કોંગ્રેસને લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં બુધવારે નવો મુદ્દો મળી ગયો છે. પાર્ટીએ ચૂંટણી પંચને એ વાતને ફરિયાદ કરી કે નરેન્દ્ર મોદી ચૂંટણીના દિવસે મીડિયા સાથે વાત કરતી વખતે કમળનું નિશાન બતાવવા રહ્યા. ચૂંટણી પંચે તેના પર તાત્કાલિક એકશન લીધી અને ગુજરાતના મુખ્ય સચિવ તથા ડીજીપીને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જે અંતગર્ત નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં બુધવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી નવી મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. ચૂંટણી પંચે ગુજરાત સરકારને તેમના વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવાનો આદેશ કર્યો છે. આદેશમાં એમપણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર બુધવારે સાંજે 6 વાગ્યા સુધી એ જણાવે કે એફઆરઆઇ દાખલ થઇ કે નહી. જો નરેન્દ્ર મોદી આ મામલામાં દોષી સાબિત થાય છે તો તેમણે બે વર્ષ સુધી જેલની સજા થઇ શકે છે.

સાતમા તબક્કાના મતદાન દરમિયાન ગાંધીનગરમાં વોટ આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ કમળનું નિશાન બતાવવા અને પત્રકાર પરિષદમાં ભાષણ આપ્યા બાદ કોંગ્રેસે ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા કલમ 126 (1) બીના ઉલ્લંઘન માટે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 126 (1) બી હેઠળ મતદાન સંપન્ન થવાના નિર્ધારિત સમયથી 48 કલાક પહેલાં કોઇપણ વ્યક્તિ ના તો ચૂંટણી સાથે જોડાયેલી કોઇ જનસભાને સંબોધિત કરી શકે અને ના તો વરઘોડો નિકાળી શક. જોગવાઇ હેઠળ, સિનેમેટોગ્રાફી, ટીવી અથવા એવા કોઇ અન્ય માધ્યમથી કોઇ ચૂંટણીલક્ષી કંઇપણ પ્રસારિત ન કરી શકાય.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં વોટ આપ્યા બાદ મીડિયા સમક્ષ આવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં કમળનું નિશાન હતું. કોંગ્રેસને તેને વાંધો છે. કોંગ્રેસની ગુજરાત એકમના ચૂંટણી કમિશને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી. પાર્ટીએ એફઆરઆઇ દાખલ કરવા અને વડોદરા, વારાણસીથી મોદીની ઉમેદવારી રદ કરવાની વાત કરી છે.

આ મુદ્દે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, 'મોદી કમળનું નિશાન ના બતાવતા તો શું બનિયાન બતાવતાં.' નકવીએ ટ્વિટર પર પણ લખ્યું, 'ભાજપ કેમ્પેનમાં વ્યસ્ત છે તો કોંગ્રેસ કમ્પ્લેનમાં.'

મીડીયા સાથે વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે હાર સ્વિકાર કરી લીધી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતા-પુત્રની સરકાર જઇ રહી છે. દેશ હવે મજબૂત સરકાર માટે વોટ આપી રહ્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મતદારો પાસે માફી માંગતા કહ્યું હતું કે તે ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ફક્ત 18 કલાક આપી શક્યા છે. નરેન્દ્ર મોદીએ વોટ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં કરતાં ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે મતદાન કરવા જતી વખતે બેરોજગારો, નિર્ભયા સાથે થયેલા અત્યાચારો, સૈનિકોના માથા કાપવાની ઘટનાને યાદ રાખજો.

modi-selfi-5

નરેન્દ્ર મોદી જે સમયે મીડિયા સાથે વાત કરી રહ્યાં હતા, તે સમયે ભાજપના સમર્થક મોદી, મોદીની નારેબાજી કરી રહ્યાં હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું 'દેશની જનતાનો વિશ્વાસ ભાજપમાં છે. દેશની જનતા ભાજપની સરકાર બનાવવા માંગે છે. મને જ્યારથી વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, હું એ જ વિચારતો રહ્યો છું કે બેરોજગારી કેવી રીતે દૂર થશે. પરંતુ મારા વિરોધી મોદી વિશે વિચારતા રહ્યાં છે.' નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું હતું કે 'આ કેવી ચૂંતણી છે, જ્યાં વડાપ્રધાનમંત્રી અને નાણામંત્રી ચૂંટણી લડી રહ્યાં નથી. કેટલાક નેતા ખુરશી બચાવી રહ્યાં છે, કેટલાક નેતા પોતાને તો કેટલાક કોંગ્રેસની આબરૂ બચાવવામાં લાગ્યા છે.' આ પહેલાં નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે પોતાને નસીબદાર સમજે છે કે તેમને અડવાણીની લોકસભા વિસ્તારમાં વોટ આપવાનો અવસર મળ્યો.

બીજી તરફ બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ લખનઉમાં વોટ આપ્યા બાદ નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. માયાવતીએ કહ્યું હતું કે દેશમાં નરેન્દ્ર મોદીની કોઇ લહેર નથી. આ મીડિયા અને જ્યોતિષીઓએ ઉભી કરેલી હવા છે. માયાવતીએ કહ્યું કે જે દલિત મોદીની ચડામણીમાં આવી ગયા છે, તે પણ રામદેવના નિવેદન બાદ મોદી વિરૂદ્ધ વોટ આપશે. માયાવતીએ કહ્યું કે જોકે રામદેવ યાદવ છે, એટલા માટે સપાની સરકાર રામદેવની વિરૂદ્ધ કશું કરશે નહી.

English summary
The Election Commission has asked the DGP of Gujarat and state chief secretary to initiate action against Narendra Modi for displaying the BJP poll symbol 'Lotus' near the poll booth after he cast his vote today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X