• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગાંધીજી સ્વદેશી અને તેમને છાપવા માટેની ઇંક વિદેશીઃ મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મહત્મા મંદિર, ગાંધીનગર ખાતે India Chem Gujarat, 2013નું ઉદ્ધાટન કર્યું છે. જે અહીં વીડિયો થકી લાઇવ દર્શાવવામાં આવી રહ્યું છે. આ તકે મોદીએ કેમિકલ ક્ષેત્ર કેવી રીતે ભારતની ઇકોનોમીને ધબકતી રાખી શકે અને કેવી રીતે આ ક્ષેત્ર સામાજિક જીવનમાં વધુ ઉપયોગી થઇ શકે તે અંગેના સૂચનો આપ્યા હતા.

આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં એક બીજાને મળીએ છીએ ત્યારે અમે એકબીજાને પૂછીએ છીએ કે કેમ છે, આજે ઇન્ડિયા કેમ છે. હુ અનેકવાર તમારી વચ્ચે આવ્યો છું, તમને સાંભળવાનો સમજવાનો પ્રયાસ કર્યો છે, કેટલીક વાતો તમને જણાવીને પણ ગયો છે, તેનું શું થયું તે ખબર નથી. એકવાર હું તમારી વચ્ચે આવ્યો ત્યારે સુજાવ આપ્યો હતો કે ગુજરાતના એહ હજાર વર્ષ કરતા પણ વધુ કેમિકલનું દુનિયામાં કોન્ટ્રીબ્યુટ છે. આ હજાર વર્ષની એ પુસ્તક કરવામાં આવે અને તેને ડીજીટલ ફોર્મમાં પણ રાખવી જોઇએ.

આ સમિટમાં કોર્પોરેટ સોશિયલ કમિટમેન્ટ હેઠળ તમે કંઇક વિચારવા માટે કમિટમેન્ટ કરો કે, તમે કોઇ એક ક્ષેત્રમાં તમારા પૈસાનો ઉપયોગ સમાજની ભલાઇ માટે કરશો. આજે ભલે આપણે આપણું સ્થાન બનાવ્યું હશે, પરંતુ કોઇ એક ક્ષેત્રને સૌથી વધારે સંકટ આવવાનું છે તે, ગ્લોબલ ચેલેન્જ આવવાની છે, તે તમારા સેક્ટરને આવવાની છે, વિશ્વ એટલું ઝડપથી બદલી રહ્યું છે, અને આપણે એ પેરામિટર હેઠળ આપણા ક્ષેત્રનો વિકાસ નહીં કરીએ તો તે સમયે આપણે તેને કેવી રીતે સહી શકીશું. અને તેથી સમયાનુસાર આપણે પણ તે અંગે વિચારવું પડશે.

એક ટાસ્ક બને અને ગ્લોબલ નોમ્સ તરફ વિશ્વ જઇ રહ્યું છે, તે અંગે વિચારે. આપણે એ વાતનો સ્વિકાર કરવો પડશે, વીતેલો સમય સમાજની પ્રગતિમાં આઇટીની મહત્વની ભૂમિકા રહી છે. ગત 40 વર્ષમાં ઘણી અસર કરી છે, કે જીવન વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે, આપણે માનીને ચાલીએ કે ત્યારપછીનો સમય ઇટી એનવાર્યનમેન્ટ ટેક્નોલોજીનો છે, શું આપણે એનવાર્યમેન્ટ ટેક્નોલોજીને એડોપ્ટ કરી રહ્યાં છીએ. આપણે કોમન રિસર્ચ ફેસેલિટી કેવી રીતે ઉભી ના કરી શકીએ. આખા દેશ માટે એક સ્થળે પેટ્રો કેમિકલ, ફાર્માસ્યુટિકલ માટે એક રિસર્ચ કેમ્પ ઉભો કરીએ. આપણે કોન્ટેમ જમ્પ કરીએ છીએ પરંતુ તેને ક્વોલેટીમાં ફેરવી શકતા નથી.

આપણા કેમિકલ બેસ્ડ માથાના દુખાવા સમાન છે, પરંતુ પહેલા વિજળીના કારખાના કોલસા આધારિત હતા, ત્યાં કોલસાની રાખના ઢગલા રહેતા, એ એટલા ઉંચા હતા, તેનો નિકાલ કેવી રીતે કરવો તેનું ટેન્શન રહેતુ. સમય બદલતા એ જ વેસ્ટ વેલ્થ બની ગઇ. એ જ કોલસાની રાખ આજે પ્રોડક્શન મટેરિયલમાં કામે લાગવા લાગી છે. કોઇએ માઇન્ડ એપ્લાય કર્યો તો તે એ વેસ્ટ, વેલ્થમાં બદલાઇ ગયું. એ જ વસ્તુ આ ક્ષેત્રમાં પણ કરી શકાય છે, શું એ દિશામાં તમે કંઇ વિચાર કર્યું છે અને એ કરી શકાય છે.

આજે મેડિકલ વેસ્ટ મોટું ટેન્શન છે. ત્યારે તમે એવું કેમિકલ વેસ્ટ ના બનાવી શકો કે તેમને પણ ઉપયોગમાં આવી શકે.હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ, આજે અમારે ત્યાં કેમિકલ કોલેજ છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, આઇટીઆઇ સ્પેશિયલ ડેડિકેટ કરીએ અને કેમિકલ ક્ષેત્રમાં એમને ટ્રેનિંગ આપી શકીએ છીએ.

કેમિકલની કેટલીક કંપની એવી છે, જ્યાં અભણ વ્યક્તિ પણ થોડોક સમય રોકાય જાય તો શીખી જાય છે, પરંતુ તેમા સિસ્ટમેટિંગ ટ્રેન્ડ મેન પાવરના અભાવના કારણે એક્સિડેન્ટલ જોનમાં બદલી નાખીએ છીએ, આપણા ક્લસ્ટરમાં મોટું મેન પાવર કેમ ના કરીએ. જેટલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટમાં ધ્યાન આપીએ તો ફાયદો થઇ શકે છે.

આજે પણ આપણો દેશમાં જે નોટ છપાય છે તેની ઇંક બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, ગાંધીજી સ્વદેશી છે અને તેમને છાપવા માટેની ઇંક વિદેશી, શું તમે આ ચેલેન્જ ઉઠાવી નથી શકતા. આપણા દેશની કરન્સી કેમ આપણી ઇંકથી ના કરી શકીએ. જેટલો દોષ કેમિકલ કંપનીઓનો છે તેટલો જ દોષ નિર્ણય કરવા વાળાનો છે અને એ ચાર પાંચ મહિનાનો પ્રશ્ન છે.

આજે પેટ્રોલિયમ સેક્ટર માંગ છે, જેટ્રોફાયની ખેતી થાય જેટ્રોફાને પેટ્રો કેમિકલમાં ઉપયોગ કરીને દેશને ઘણો ફાયદો કરાવી શકીએ છીએ. આ બધા ક્ષેત્ર ઇન્ડિયા કેમના છે, તેથી હું તમને આગ્રહ કરીશ કે તમે આટલા વિષય પર ચર્ચા કરો છો ત્યારે આપણે નેક્સ્ટ જનરેશન હ્યુમન રિસોર્સની દિશામાં પણ વિચારીએ. આજથી 50 વર્ષ પહેલા કોઇપણ ઘરમાં કેમિકલ ડાઇ અંગે વિચાર્યું હતું, આજે દરેક ઘરમાં તેને અઠવાડિયામાં લગાવે છે. રૂટિન લાઇફમાં આ બધા કેમિકલે સ્થાન મેળવી લીધું છે. તેથી કન્યુઝમર ગુડ્સની દિશામાં ઘણું યોગદાન આપી શકો છો. હું વિશ્વાસ રાખું છું, આ ત્રણ દિવસનો પ્રયાસ આ ક્ષેત્રમાં ગ્લોબલી શું યોગદાન આપી શકે છે તે અંગે વિચારીશું.

નોંધનીય છે કે, આ વિશાળ આયોજનના મુખ્ય આકર્ષણોમાં 1500 જેટલા કેન્દ્રિત પ્રદર્શકો, ખરીદ-નિકાસકારો વચ્ચે કેમેક્ષિલ દ્વારા સુઆયોજિત મુલાકાત, કેમિકલ્સ અને સંબંધિત ઉદ્યોગોના જુદા જુદા પાસાઓ પર વિચારણા અને સમાંતર સંમેલન વિગેરે છે.

English summary
Narendra Modi inaugurates India Chem Gujarat 2013 at Mahatma Mandir, Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X