For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વસ્તાનવી મારી ગુલાંટ, મોદી વડાપ્રધાનના પદ માટે યોગ્ય ઉમેદવાર નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 માર્ચ: દારૂલ ઉલૂમ દેવબંધના પૂર્વ કુલપતિ ગુલામ મોહંમદ વસ્તાનવીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના હાથ લોહીથી રંગાયેલા છે જો કે તે વડાપ્રધાન પદના ઉમેદવાર માટે યોગ્ય નથી. મોહંમદ વસ્તાનવીએ તાજા નિવેદનમાં ગત નિવેદન કરતાં એકદમ ઉલટું નિવેદન આપ્યું છે. આ પહેલાંના નિવેદનમાં મોહંમદ વસ્તાનવીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને હવે મુસ્લિમ લોકોની વિચારસણીમાં પરિવર્તન થતું જોવા મળે છે. જેને લીધી હવે નરેન્દ્ર મોદીને લઇને મુસ્લિમ સમાજ પહેલાં જેવો વિરોધ કરતો જોવા મળતો નથી.

આટલું જ નહી, હવે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર કેટલાક લોકોને વાંધો નથી. દારૂલ ઉલૂમ દેવબંધના પૂર્વ કુલપતિ ગુલામ મોહંમદ વસ્તાનવીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે તો મુસલમાનોને કોઇ વાંધો નથી.

તેમને કહ્યું હતું કે ગત દસ વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર રહી છે. જો ભાજપ સરકાર મુસ્લિમ લોકો માટે કામ કરશે તો કોઇ કારણ નથી કે તે નરેન્દ્ર મોદીનો નકારશે. તેમને એમપણ સ્વિકાર્યું હતું કે ગત વર્ષોમાં મુસલમાનો પ્રત્યે ભાજપની વિચારણી બદલાઇ છે. ત્યારે મુસલમાનો દ્રારા નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જવાનો સવાલ પેદા જ થતો જ નથી. તે ગુજરાત સામાજિક વેલફેર ટ્રસ્ટ દ્રારા કરાવવામાં આવેલા સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા હતા. અહીં 165 મુસ્લિમ યુગલોના લગ્ન કરાવ્યા હતા. આ અવસર પર કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ પણ હાજર રહ્યાં હતા. તેમને કહ્યું હતું કે વસ્તાનવીએ નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું નથી.

narendra-modi

આ પહેલાં જમીયત ઉમેલા-એ-હિંદના મહાસચિવ મૌલાના મહમૂદ મદનીએ પણ નરેન્દ્ર મોદીને લઇને મુસલમાનોની વિચારણી થઇ રહેલા પરિવર્તનની વાત કહી હતી. તેમને કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી પ્રત્યે મુસલમાનોનું નરમ વલણ રહ્યું છે. તેમને કહેવું હતું કે આ વિધાનસભાની ચુંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને મુસલમાનોએ પણ વોટ આપ્યાં છે. જો કે તેમને વિરોધ બાદ પોતાના નિવેદમાં કેટલાક ફેરફાર કરી લીધા હતા. તેમને સ્વિકાર્યું હતું કે મુસ્લિમનોની વિચારસણીમાં પરિવર્તન ફક્ત ગુજરાત સુધી સિમિત નથી આ આખા દેશના મુસલમાનો પર લાગૂ પડે છે એવું બની શકે છે.

એક ઇન્ટરવ્યું દરમિયાન મૌલાના મદનીએ નરેન્દ્ર મોદીની ગુજરાતમાં જીતને ત્યાંના મુસલમાનો પાસે વિકલ્પ ન હોવાનું ગણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે કોઇ દૂધનું ધોયેલું નથી, એવા સમયે નરેન્દ્ર મોદીને પસંદ કરવામાં આવ્યા. જો કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની અટકળો પર તેમને ટિપ્પણી કરવાની મનાઇ કરી દિધી હતી.

English summary
Former Vice Chancellor of Darul Uloom Deoband, Ghulam Mohammad Vastanvi on Monday said Narendra Modi is responsible for godhra riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X