નરેન્દ્ર મોદીના બિહામણા મુખોટા રાતોરાત હટાવાયા!

અમદાવાદ, 9 નવેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનો જ રહી ગયો છે તેવામાં નરેન્દ્ર મોદીનો ક્લોન પ્રચારક મુખોટો આ વખતે ચિંતાનો વિષય બન્યો છે. 2007ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના મુખોટા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંતુ આ વખતના મુખોટાઓ કંઇક વિચિત્ર બની જવાથી તેને તુરંત પાછા ખેંચી લેવાયો છે.

modi mask
ઉલ્લેખનીય છે કે 2007માં જે મુખોટો બનાવવમાં આવ્યા હતા કે મોદીના ચહેરાની આબેહૂબ હતા. તેમના જ જેવા સફેદ વાળ, સફેદ દાઢી અને તેમના ચશ્મા પણ મોદી જેવા જ હતા.

2007માં મુખોટાઓ સિંગાપૂરની એક કંપની પાસે બનાવડાવ્યા હતા. જેની સરખામણીમાં આ વર્ષના મુખોટા વિચિત્ર આવ્યા છે જેમાં મોદીનો ચહેરો બિહામણો દેખાય છે અને દાઢી અને ચસ્માનું પણ સુમેળ નથી. જેમાં નરેન્દ્ર મોદીની ઉંમર પણ વધારે લાગે છે. આ વખતે મુખોટા ભારતમાં જ બનાવડાવ્યા છે.

મુખોટા બિહામણા હોવાની વાત સામે આવતા જ બીજેપી નેતાઓએ ચૂપકીદી સાધી લીધી છે. કોઇ એ જણાવવા તૈયાર નથી કે આના માટે જવાબદાર કોણ છે. જોકે નરેન્દ્ર મોદી માટે રાહતની વાત એ છે કે નવા મુખોટાઓની વહેંચણી મોટા પાયે કરાઇ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X