For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ ફેંકતુ રહ્યું પથ્થર ને સીડી બનાવતા ગયા નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કહ્યું, ' જ્યારે લોકો મારા પર પથ્થર ઉછાળે છે, તો હું તેનો જવાબ નથી આપતો, પરંતુ આ પથ્થરોની સીડી બનાવું છું અને આગળ વધુ છું.' જો કે, મોદીએ આ વાત એક વારની અનેકવાર કહી છે. ગત 11 વર્ષોથી તેઓ તેના પર અમલ પણ કરતા રહ્યાં છે. મહાત્મા ગાંધીના મોડલમાંથી નિકળેલી આ વાત પર મોદી હંમેશા અમલ કરતા આવ્યા છે.

જો તમે વિચારમાં પડી ગયા હોવ તો ચાલો અમે તેમને જણાવી દઇએ. ગુજરાત રમખાણો વચ્ચે જ્યારે મીડિયાએ તેમના પર કાદવ ઉછાળ્યો તો મોદીએ કોઇને પણ જવાબ આપ્યો નહીં. ઘણીવાર તો ચેનલોએ હદ વટાવી દીધી, પરંતુ મોદીએ પોતાના નિયમોની હદ ક્યારેય પણ તોડી નહીં. કારણ કે તેમને ખબર હતી કે એક દિવસ ગુજરાતને જ્યારે તે નવી ઉંચાઇ પર લઇ જશે, ત્યારે બધાનું મોઢું આપોઆપ બંધ થઇ જશે.

modi
સોશિયલ મીડિયા પર એકપણ દિવસ એવો નથી જતો જ્યારે લોકો મોદી વિરુદ્ધ લખતા ના હોય, પરંતુ તેમણે આજસુધી ટ્વિટર કે ફેસબુક પર એકપણ આઇડી બ્લોક નથી કર્યું. તે તેમની ભાવનાઓને સમજે છે અને તેને આધાર બનાવીને તે વિચારે છે કે હવે કેવી રીતે પોતાના ગુજરાતને વિકાસના પથ પર આગળ લઇ જવાય. આવા ત્રણ પ્રત્યક્ષ ઉદાહરણ પણ છે, જ્યાં મોદી વિરુદ્ધ વાતો કરવા આગળ આવ્યા. પરંતુ તમને માલૂમ છે ત્યારે શું થયું?

પહેલો મામલો છે 2002નો, જ્યારે મોદીને મુખ્યમંત્રી બનાવ્યે એક વર્ષ જ થયું હતું. મુંબઇના રજ્જાક નાસિક કાસિમે મોદીને એક ઇમેઇલ લખ્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરતા તેને હિરાસતમાં લઇ લીધો. 30 વર્ષીય કાસિમની નોકરી જતી રહી અને તેના પર પાંચ વર્ષની જેલ અથવા તો એક લાખ રૂપિયા દંડનો કેસ લગાવવામાં આવ્યો, જ્યારે આ વાતની જાણ મોદીને થઇ તો તેમણે તુરત કેસ પરત લેવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે તેનાથી બાળકની કારકિર્દી ખરાબ થઇ જશે. આવું ના કરો અને તેનો રેકોર્ડ પણ સ્વચ્છ છે. તેમણે એ કંપનીને રજૂઆત કરી કે તે કાસિમને નોકરી પર પરત લે. 15 દિવસ બાદ કાસિમને વાત સમજાઇ અને તેણે પોતાની ભુલની માફી માંગી.

અન્ય એક મામલો 2006નો છે, જ્યારે ઉમર ફારુખ સિદ્દીકીની દિલ્હી પોલીસે ધરપકડ કરી. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને અપશબ્દોભર્યો ઇમેલ મોકલ્યો હતો. આ મામલા અંગે જ્યારે મોદીને જાણ થઇ તો તેમણે દિલ્હી પોલીસને કહ્યું કે તેને માફ કરી દો, નહીંતર તેની કારકિર્દી ખરાબ થઇ જશે.

હવે જરા વિચારો, જો આજે કોઇ યુવક સોનિયા ગાંધી, રાહુલ કે કપીલ સિબ્બલને આવો ઇમેલ મોકલે તો શું થશે? તેને ધારા 66એ અંતર્ગત તુરત જેલ મોકલી દેવામા આવશે અને માનસિક ત્રાસ અલગથી આપવામાં આવશે. બધુ મેળવીને જોઇએ તો મોદી અને કોંગ્રેસી નેતાઓમાં માત્ર આ તફાવત છે, જેનાથી આજે પણ બધા લોકો અજાણ છે.

( આ લેખ કિશોર ત્રિવેદીના અંગ્રેજી લેખનો ગુજરાતીમાં સાર છે)

English summary
When people throw stones at me, I convert the stones into a flight of stairs, a staircase of growth and progress of society- this is what Narendra Modi has said not once but often.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X