3 વર્ષમાં મારી સરકારે દિવ્યાંગો માટે અભૂતપૂર્વ કામ કર્યું છે: મોદી

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે. બપોરે 4 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. વધુમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ તેમની સાથે હતા. રાજકોટ એરપોર્ટ પર પીએમ ગાડી ઊભી રાખી પ્રોટોકોલ તોડીને ગાડીની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અને મીની રોડ શો જેવા માહોલ સર્જોયો હતો. જેના કારણે લોકો પણ ખુશ થઇને મોદી મોદીના નામની બૂમો પાડી હતી. જે બાદ પીએમ મોદીએ રેસકોર્સ ખાતે દિવ્યાંગો માટેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રાજકોટ તેમના માટે ખૂબ જ ખાસ જો તે અહીંથી ચૂંટાણા ના હોત તો તે ગાંધીનગર ના જઇ શક્યા હોત અને ત્યાંથી દિલ્હી જઇ પીએમ ના બની શક્યા હોત. 

modi

પીએમ મોદીએ તેમના આ સંબોધનમાં કહ્યું કે અમારી સરકારે દિવ્યાંગ બાળકો માટે સંવેદનશીલતા સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમે દેશભરના દિવ્યાંગો માટે એક જેવા નિશાનોની ભાષા શરૂ કરી છે જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી વખતે બાળકોને મુશ્કેલી ના થાય. તેમણે કહ્યું કે અમારી સરકારની પ્રાથમિકતા છે કે દિવ્યાંગો માટે કામ કરીએ. તેમણે કહ્યું કે અમારી સરકાર વિકાસના તમામ કાર્યક્રમને દિવ્યાંગો સાથે જોડવા માંગે છે. તેમણે કહ્યું કે 1992માં દિવ્યાંગો માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. તે પછી 1992 થી 2013 સુધી બીજી સરકારો દ્વારા ખાલી 55 કાર્યક્રમ જ થયા. જ્યાં 2014થી અમારી સરકારે અત્યાર સુધીમાં 5500 કાર્યક્રમો કર્યા છે. સાથે જ તેમણે કહ્યું કે અમે તમામ સ્ટાર્ટ અપ કાર્યક્રમો સાથે દિવ્યાંગોને જોડવા માંગીએ છીએ.

modi

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ મહત્વના કાર્યક્રમ છે. જેમાં સૌ પ્રથમ પીએમ નરેન્દ્ર મોદી રેસકોર્ષ મેદાન ખાતે દિવ્યાંગો માટે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 1400 વધુ મૂક બધિર બાળકો રાષ્ટ્રગાનને સાઇન લેંગવેજ દ્વારા રજૂ કરીને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારીમાં છે. આ કાર્યક્રમમાં દિવ્યાંગોને સાયકલ અને અન્ય સાધાન સામગ્ર પણ આપવામાં આવશે. જે બાદ પીએમ મોદી આજી ડેમ ખાતે એક્સપ્રેસ ફીડર લાઇનનું ઉદ્ઘાટન અને ન્યારી ડેમની ઊંચાઇ વધારવાના કાર્યનું પણ લોકર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે આજી ડેમમાં નર્મદાના નીર આવતા રાજકોટવાસીઓની પાણીની સમસ્યાનો અંત આવશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તે પછી. સાંજે 7 વાગ્યાની આસપાસ પીએમ મોદી 9 કિમિ લાંબો રોડ શો યોજશે.

English summary
Narendra modi reached Rajkot. Read here all the update for his Rajkot visit.
Please Wait while comments are loading...