• search

શું મોદીએ ગુજરાતની પ્રજા પર 'Emotional Atyachar' કર્યો?

ગાંધીનગર, 30 એપ્રિલ: જે દિવસની છેલ્લા એક ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે દિવસ આજે આંગણે આવીને ઉભો છે. આજે ગુજરાતની 26 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો મળીને 9 રાજ્યોની કૂલ 89 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. જોકે આપણે અહીં વાત ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના પ્રચાર પ્રસાર અંગે. નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે દેશની બહાર પ્રચાર કર્યો છે ત્યારે ત્યારે તેમણે ગુજરાતના વિકાસના કામો ગણાવ્યા છે. ત્યારે ત્યારે તેમણે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. પરંતુ મોદીએ ગુજરાતમાં જેટલી સભાઓ કરી છે તેમાં માત્ર ગુજરાતની પ્રજાને લાગણીના વહેણમાં પલાળવાનો પ્રયત્ન કર્યો છે એવું ચોક્કસ કહી શકાય.

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કોઇપણ સ્થળે પોતાની સભા કરી હોય તેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો તો કર્યા જ છે પરંતુ લોકોને એવું કહીને વોટ માંગ્યા છે કે તમને એ વાતનો ગૌરવ હશે કે એક ગુજરાતી વડાપ્રધાન બનવા જઇ રહ્યો છે.

આવો સ્લાઇડરમાં જોઇએ મોદીનો ગુજરાતની પ્રજા પર ઇમોશનલ અત્યાચાર...

તમારા માટે તો હું આ ધરતીનો છોરું છું

તમારા માટે તો હું આ ધરતીનો છોરું છું

ભાઇઓ બહેનો તમે મને કહો મારે મારા ઘરે આવીને એવું કહેવું પડે મને જમાડો. આખા ગુજરાતે એ જવાબદારી લેવી પડે કે નહીં? આજે ભલે દેશમાં મોદી ટીવી પર દેખાતા હોય, છાપામાં ફોટા છપાતા હોય, મા-દીકરો હેરાન હોય. કોંગ્રેસ વાળાને ઊંઘ નથી આવતી. દુનિયાની નજરોમાં મોદી ગમે તેટલો મોટો થઇ ગયો હોય પરંતુ તમારા માટે તો હું આ ધરતીનો છોરું છું. તમે જ મને આંગળી પકડીને ચલાવ્યો છે. તેથી મારા માટે સૌ ગુજરાતી, જેમણે મને જીવનમાં આટલું બધું આપ્યું છે, તેમનું ઋણ ચૂકવવાનો અવસાર આવ્યો છે.

ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે

ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે

આજે ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે. ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે, તેને બરાબર ખબર પડે કે કોંગ્રેસના એમપી હોય તેનાથી લાભ થાય કે આપણો ગુજરાતી છોકરી પીએમ હોય તો ફાયદો થાય? આ સમજાવું પડે ના સમજાવું પડે.

ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ

ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ

મારે તમારી પાસેથી કંઇ માગવાનું ના હોય, તમે મને આશિર્વાદ આપો કે જે કામ માટે તમે મને મોકલી રહ્યા છો તે હું સારી રીતે કરી શકું. હું તમને વિશ્વાસ આપું છું કે હું ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ. તમને ગર્વ થશે એવું કામ કરીને બતાવીશ.

કોંગ્રેસ તપાસ કરવા 100 માણસોને વડનગર મોકલે છે

કોંગ્રેસ તપાસ કરવા 100 માણસોને વડનગર મોકલે છે

ભાઇઓ બહેનો આ મા-બેટાની જે જુઠ્ઠાણું ચલાવવાની સ્પર્ધા છે હવે એનું મૂળ કારણ એ નથી કે તેમને સાચુ બોલતા આવડતું નથી, પરંતુ તેઓ મુસીબતમાં છે તેમને 60 વર્ષનો તાવ છે. તેમણે દિલ્હીથી 100 માણસોને વડનગર મોકલ્યા એ તપાસ કરવા કે મોદી ખરેખર ચા વેચતા હતા? કોંગ્રેસીઓએ આના કારણે સંતુલન ગુમાવી દીધું છે.

વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે

વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે

મારે હવે તમારી પાસે કંઇ માંગવાનું હોય જ નહીં. તમે મને એમ કહો આજ સુધી એવો કોઇ વડાપ્રદાન છે તેમને ખેરાલુ ગામનું નામ ખબર હોય હું તો છુંને? આ ચૂંટણી કોઇ પાર્ટીની નથી આ ચૂંટણી દેશની જનતાની છે. આવી તક સો વર્ષોમાં એક વાર આવે છે. સરદાર સાહેબ માટે આવી હતી પરંતુ આપણે કાચા પડ્યા હતા. પરંતુ હવે તમારે કાચા પડવાનું નથી. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે.

પહેલીવાર હેલિકોપ્ટરમાં બેસવાનો આનંદ

પહેલીવાર હેલિકોપ્ટરમાં બેસવાનો આનંદ

મારા માટે તમે નવા નથી અને તમારા માટે હું નવો નથી. અનેક વર્ષો સુધી અત્રે રહીને મને કામ કરવાનો અવસર મળ્યો છે. મેં જીંદગીમાં પહેલી વાર હેલિકોપ્ટરમાં બેસવાનો આનંદ મને પાવી જેતપુરમાં મળ્યો હતો. 30-35 વર્ષ પહેલાની વાત છે, ત્યારે ખેતીમાં રોગચાળો હતો, હું અહીં ડો.વિમાવાળાને ત્યા રહેતો હતો ત્યારે હેલિકોપ્ટરમાંથી દવા છાંટવા માટે હું હેલિકોપ્ટરમાં બેઠો હતો.

ગુજરાતે મને પ્રેમ કર્યો એટલે દેશને મારી કિંમત સમજાઇ

ગુજરાતે મને પ્રેમ કર્યો એટલે દેશને મારી કિંમત સમજાઇ

આ ચૂંટણી દેશ માટે મહત્વની છે પરંતુ ગુજરાત માટે વધારે મહત્વની છે. હુ દેશ આખામાં ફરી રહ્યો છું કરોડો લોકોના આશિર્વાદ મને મળી રહ્યા છે. એક ગુજરાતી તરીકે તમને ગર્વ થાય કે આપણા ગુજરાતી છોકરાને આખો હિન્દુસ્તાન પ્રેમ કરી રહ્યો છે. આખો દેશ મને આજે પ્રેમ કરી રહ્યો છે તેનું કારણ હું નથી તેનું કારણ તમે છો. તમે મને આટલો બધો પ્રેમ કર્યો જેથી તેમને મારી કિંમત સમજાઇ.

કોંગ્રેસનું કામ મારે કરવું પડે છે..

કોંગ્રેસનું કામ મારે કરવું પડે છે..

આજે સવારે દમણ, સેલવાસ, દાદરાનગર હવેલીમાં જઇને આવ્યો, તેઓ પાણી આપી નથી શક્યા. એમ્બ્યુલન્સની સેવા તેઓ અહીં આપી શક્યા નહીં. ત્યાં ડાયરેક્ટ મા-બેટાની સરકાર ચલાવે છે તો પણ. 108ની સેવાઓ મારે ઉદારતાપૂર્વક આપવી પડે છે.

મોદીનો રાહુલને સણસતો જવાબ...

મોદીનો રાહુલને સણસતો જવાબ...

રાહુલ બાબા ગુજરાતમાં આવીને ગુજરાતના લોકોના આંખોમાં ધૂળ જોખવાનું કામ બંધ કરો. હવે તમારો મુકાબલો મોદીની સામે છે. તમે ગુજરાતમાં આવીને ગપ્પા મારો છો તેને બંધ કરો. તેમણે અમરેલીમાં લોકોને એવું કહ્યું કે મહિલાઓના મતદારો માટે ગપગોળુ ચલાવ્યું. રાહુલબાબા તમને ખ્યાલ ન હોય તો કાન ખોલીને સાંભળી લો આ ગુજરાતમાં ભાજપની સરકારે મહિલાઓને પંચાયતમાં, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં 50 ટકા અનામત કરેલું છે અને આ કાયદો અમે ત્રણ ત્રણ વાર વિધાનસભામાં પ્રસ્તાવ મૂકેલો છે પરંતુ કોંગ્રેસ દ્વારા મૂકેલા ગર્વનર જે પોતે સ્ત્રી છે તેઓ એ કાયદાને પાસ નથી કરતા.

દરેક ગુજરાતી પોતાને મોદી માને છે...

દરેક ગુજરાતી પોતાને મોદી માને છે...

આ ચૂંટણી એવી છે જેમાં ઉમેદવારો નથી લડતા, પાર્ટીઓ કે નેતાઓ નથી લડતા આ ચૂંટણી સવાસો ભારતીય ચૂંટણી લડી રહ્યો છે. મારો એકએક ગુજરાતી દલિત હોય, યુવાન હોય, કે વૃદ્ધ હોય દરેક એવું માને છે કે પોતે જ નરેન્દ્ર મોદી છે. ભારતીય જનતા પાર્ટી આદીવાસીઓમાં સૌથી વિશ્વસનિય પાર્ટી છે. સૌથી વધારે આદીવાસીઓએ ભારતીય જનતા પાર્ટીને તેમની સેવા કરવાની તક આપી છે.

કોંગ્રેસ આદીવાસીઓ માટે કંઇ કર્યું નથી

કોંગ્રેસ આદીવાસીઓ માટે કંઇ કર્યું નથી

આ મા-બેટાની કોંગ્રેસની રાજમાં મારે તેમને પૂછવું છે કે આઝાદીની લડતમાં શું આદીવાદીઓ ન્હોતા. 1857ની લડાઇ થઇ હતી ત્યારે દાહોદ, પંચમહાલ, કે જાંબુઘોડાના આદીવાસીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો. પરંતુ મા-બેટાને ખબર નથી કે એ વખતે આદીવાસીઓ હતા. પરંતુ 50 વર્ષ સુધી તેમણે સરકાર ચલાવી પરંતુ તેમણે આદીવાસીઓ માટે કોઇ કામ કર્યું નહીં. બાદમાં 50 વર્ષ બાદ જ્યારે અટલજીની સરકાર બની ત્યારે ભાજપે આદીવાદીઓ માટે અલગ મંત્રી, અલગ મંત્રાલય બનાવ્યું અને તેમના માટે અલગ કામો ફાળવ્યા. દિલ્હીમાં જે સરકાર આવે તે ગરીબોનું હિત કરનારી સરકાર બને.

હુ ગરીબીમાં જન્મ્યો છું

હુ ગરીબીમાં જન્મ્યો છું

તમારામાંથી કોઇને તાજમહાલ જોવાની ઇચ્છા થાય કે નહીં? જેમ તમે તાજમહેલ જોવાની ઇચ્છા થાય અને ત્યાં જઇને કેમેરા લઇને જાવ અને ફોટા પડાવો. એવી જ રીતે આપણા રાહુલ બાબા ગરીબોને જોવા માટે જાય અને તેમની સાથે ફોટા પડાવે છે. જે લોકો સોનાનો ચમચો લઇને પેદા થયા છે અને ઉનાળામાં ઉગાળા પગે નીકળે અને કાકરો પગમાં વાગે ત્યારે કેવું ખૂંચે જેની તેમને ગથાગમ નથી તેઓ આગે ગરીબીના નામે વોટ માગવા નીકળ્યા છે. અરે હું તો ગરીબીમાં જન્મ્યો છું, મને ખબર છે કે ઘરમાં ચૂલો ના સળગે તો મા કેવી રોતી હતી તે હજીએ યાદ છે.

ગુજરાતના માથે આ કામ આવ્યું છે

ગુજરાતના માથે આ કામ આવ્યું છે

ગુજરાતના માથે મજબૂત સરકાર બનાવવાનું કામ આવ્યું છે, અને એ તમારે કરવાનું છે. ગુજરાત પાસે હું આટલું માંગુ કે ના માંગુ?

ગુજરાતે રેકોર્ડબ્રેક મતદાન કરવાનું છે

ગુજરાતે રેકોર્ડબ્રેક મતદાન કરવાનું છે

આ વખતે તમારે એક રેકોર્ડ સર્જવાનો છે, અત્યાર સુધી ના થયું હોય એટલું મતદાન કરીને બતાવી દો. અને મા-બેટાની કોંગ્રેસનું એક પણ ખાતું ખોલવા નથી દેવાનું. આ વખતે એવું મતદાન કરો એવું મતદાન કરો કે દેશની સાથે સાથે કોંગ્રેસને પણ સુધરવાની જરૂર પડે. એવો ઇતિહાસ ગુજરાતે સર્જવાનો છે.

હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હશે...

હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હશે...

મોદીએ છેલ્લે ગુજરાતી કહેવત કહીને લોકોને શાણમાં સમજાવ્યા કે 'જો મોસાળમાં જમણવાણ હોય અને મા પિરસનારી હોય તો પાંચે આંગળીઓ ઘીમાં હોય, તેમ હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હોય કે નહીં? બસ તો પછી કરો કંકુના...'

English summary
Lok Sabha Election 2014: Did Narendra Modi do 'Emotional Atyachar' to Gujarati People.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more